છેલ્લા બે બોલમાં બે છગ્ગા મારીને ગુજરાતને જીત અપાવનારા રાહુલ તેવટિયાની પત્ની છે રૂપ રૂપનો અંબાર, તસવીરો જોઈને તમે પણ તેના ફેન બની જશો

રાહુલ તેવટિયાને હવે કોઈ ઓળખાણની જરૂર નથી રહી. આ વર્ષે IPL 2022માં રાહુલે ખુબ જ શાનદાર પ્રદર્શન કર્યું. આઇપીએલમાં પંજાબ સામેની એક મચેમાં રાહુલ તેવટિયાએ છેલ્લા બે બોલમાં બે છગ્ગા મારીને ગુજરાત ટાઇટન્સને એક ભવ્ય જીત અપાવી હતી, આ પહેલા ગયા વર્ષે પણ તેણે રાજસ્થાનની ટીમમાં રમતા શાનદાર બેટિંગ કરી હતી.

આઇપીએલમાં તેના શાનદાર પ્રદર્શન માટે રાહુલ તેવટિયાની જેટલી પ્રસંશા થઇ રહી છે તેટલા જ તેની પત્નીના પણ ચાહકો વખાણ કરી રહ્યા છે. આઇપીએલમાં પણ રાહુલની પત્ની તેને સપોર્ટ કરવા માટે તેની સાથે જોવા મળી હતી, જેની ઘણી તસવીરો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ હતી.

29 વર્ષીય રાહુલ તેવટિયાએ ગયા વર્ષે રિદ્ધિ પન્નુ સાથે લગ્ન કર્યા હતા. રાહુલ અને રિદ્ધિના પ્રેમ લગ્ન હતા. આ બંને બાળપણથી એકબીજાને ઓળખતા હતા. રિદ્ધિ પન્નુ IPL 2022માં રાહુલ તેવટિયાને સપોર્ટ કરવા ગુજરાત ટાઇટન્સની દરેક એક મેચમાં જોવા મળી હતી. તેના ફોટા સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયા હતા, તે આ સિઝનમાં તેની સુંદરતાને લઈને પણ ઘણી ચર્ચામાં હતી.

રિદ્ધિ પન્નુની વાત કરીએ તો તે એક ગૃહિણી છે. રિદ્ધિ પન્નુ સોશિયલ મીડિયા પર રાહુલ તેવટિયા સાથેના ફોટા શેર કરતી રહે છે. ફેન્સ પણ તેની પોસ્ટને ખૂબ પસંદ કરે છે. રાહુલ તેવટિયાની પત્ની રિદ્ધિ પન્નુ ખૂબ જ સુંદર છે અને લોકો તેની સુંદરતાના દીવાના બની ગયા છે. લોકો રિદ્ધિ પન્નુને ક્રિકેટર્સની પત્નીઓમાં સૌથી સુંદર માને છે.

રાહુલ તેવટિયાએ ગયા વર્ષે ફેબ્રુઆરીમાં રિદ્ધિ પન્નુ સાથે સગાઈ કરી હતી.  જેના બાદ બંનેએ ડિસેમ્બરમાં લગ્ન કર્યા હતા. રાહુલ અને રિદ્ધિના લગ્નમાં ઘણા ક્રિકેટરોએ હાજરી આપી હતી. ટીમ ઈન્ડિયાના વિકેટકીપર ઋષભ પંત, નીતીશ રાણા અને યુઝવેન્દ્ર ચહલ જેવા ઘણા સ્ટાર્સ આ જોડીને અભિનંદન આપવા આવ્યા હતા.

રાહુલે 2014માં IPLમાં ડેબ્યૂ કર્યું હતું. તે આ લીગમાં અત્યાર સુધી ચાર ટીમો તરફથી રમી ચૂક્યો છે. તેને 2014માં રાજસ્થાન રોયલ્સે ખરીદ્યો હતો. આ પછી કિંગ્સ ઈલેવન પંજાબે તેને 2017માં ખરીદ્યો અને તે ટીમ સાથે રમવાનું શરૂ કર્યું. તેવટિયા બે વર્ષ સુધી દિલ્હી કેપિટલ્સ માટે પણ રમ્યો હતો..

રાજસ્થાને તેને 2020માં ફરી એકવાર પોતાની ટીમમાં સામેલ કર્યો. તે હરિયાણા તરફથી ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ રમે છે. જેના બાદ આ વર્ષે તેને ગુજરાત ટાઇટન્સે ખરીદ્યો. રાહુલ તેવટિયા માટે IPL 2022 ખૂબ જ યાદગાર રહ્યું. આ સિઝનમાં તેણે 16 મેચમાં 147.62ની સ્ટ્રાઈક રેટથી 217 રન બનાવ્યા અને ખિતાબ પણ જીત્યો.

Niraj Patel