ખબર

રાહુલ ગાંધી સાથે હાથ મિલાવ્યા બાદ એક યુવકે કરી તેમને KISS, વિડીયો વાયરલ

ચાર દિવસના પ્રવાસે પોતાના સંસદીય ક્ષેત્ર વાયનાડ પહોંચેલા કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીને અચાનક જ એક વ્યક્તિએ કિસ કરી લીધી. પોતાની કારમાં બેસીને રાહુલ ગાંધી મીડિયા સાથે વાતચીત કરી રહયા હતા એ સમયે અચાનક જ એક યુવક રાહુલ ગાંધી પાસે પહોંચ્યો, પહેલા તેને રાહુલ ગાંધી સાથે હાથ મિલાવ્યો, એ પછી કિસ કરી લીધી. યુવકની આ હરકત બાદ પહેલા રાહુલ ગાંધી હસવા લાગ્યા.

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી મંગળવારે વાયનાડ પહોંચ્યા, પછી અહીં પૂરને કારણે બેઘર થયેલા લોકો માટે થઇ રહેલા કાર્યોની સમીક્ષા કરી રહયા છે. વાયનાડ કેરળમાં પૂરથી પ્રભાવિત જિલ્લાઓમાંથી એક છે. વાયનાડમાં એક રાહત કેમ્પમાં પીડિતોના હાલચાલ જાણ્યા અને પછી કહ્યું કે તેઓ કેળના મુખ્યમંત્રી તો નથી પરંતુ લોકોને તેમનો હક મળે એ સુનિશ્ચિત કરવું તેમની જવાબદારી છે.

રાહુલ ગાંધીએ પોતાના ટ્વીટર પર લખ્યું, ‘હું આગામી થોડા દિવસ પોતાના સંસદીય ક્ષેત્ર વાયનાડમાં છું. અહીં પૂર રાહત કેમ્પની સમીક્ષા કરીશ અને આ વિસ્તારમાં ચાલી રહેલા કાર્યની સમીક્ષા કરીશ. મોટાભાગના કામ પુરા થઇ ગયા છે, પરંતુ કેટલાક બીજા કામો કરવાની અત્યારે પણ જરૂર છે.’

રાહુલ ગાંધી 30 ઓગસ્ટના રોજ દિલ્હી પરત ફરી જશે. વાયનાડમાં મુલાકાત દરમ્યાન રાહુલ ગાંધીએ પૂરપીડિતો સાથે વાતચીત કરી અને તેમને રાહત સામગ્રી વહેંચી.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks