જન્મ જન્મના બંધનમાં બંધાયા કે એલ રાહુલ અને આથિયા શેટ્ટી, લગ્નના જોડામાં પરી જેવી લાગી હતી આથિયા, તો શેરવાનીમાં રાજકુમાર જેવો દેખાયો રાહુલ

જન્મ જન્મના બંધનમાં બંધાયા કે એલ રાહુલ અને આથિયા શેટ્ટી, લગ્ન બાદની પહેલી તસવીરો આવી સામે, ચાહકો થયા ખુશ ખુશાલ

ભારતીય ક્રિકેટર લોકેશ રાહુલ અને આથિયા શેટ્ટી લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે. બંનેએ ખંડાલામાં સુનીલ શેટ્ટીના બંગલામાં લગ્ન કર્યા હતા. આ લગ્નમાં લગભગ 100 મહેમાનોને આમંત્રણ આપવામાં આવ્યું હતું, જેમાં રમતગમત અને સિનેમા જગતની ઘણી મોટી હસ્તીઓએ હાજરી આપી હતી.

લોકેશ રાહુલ અને આથિયા શેટ્ટીના લગ્ન બાદ અથિયાના ભાઈ અહાન શેટ્ટી અને પિતા સુનીલ શેટ્ટીએ પત્રકારોમાં મીઠાઈ વહેંચી હતી. લોકેશ રાહુલ બોલિવૂડ અભિનેત્રી સાથે લગ્ન કરનાર સાતમો ક્રિકેટર છે. રાહુલ પહેલા વિરાટ કોહલી, યુવરાજ સિંહ, ઝહીર ખાન, હરભજન સિંહ, મન્સૂર અલી ખાન પટૌડી, મોહમ્મદ અઝહરુદ્દીન, મોહસીન ખાન આ કરી ચુક્યા છે.

લોકેશ રાહુલ અને આથિયા શેટ્ટીએ સાત ફેરા લઇ એક બીજા સાથે લગ્ન કરી લીધા. હવે આ કપલે મીડિયા સામે આવીને પોઝ પણ આપ્યા છે. જેમાં આ કપલ ખુબ જ સુંદર દેખાઈ રહ્યું છે, કે એલ રાહુલ જ્યાં શેરવાનીમાં કોઈ રાજકુમારથી કમ નથી લાગી રહ્યો તો અથિયા પણ અપ્સરા જેવી લાગી રહી છે.

મીડિયા સાથેની વાતચીતમાં સુનીલ શેટ્ટીએ કહ્યું હતું, “તે કેએલ રાહુલના સસરા નહીં, પણ પિતા બનવા માગે છે. બંનેનું રિસેપ્શન IPL પૂરી થયા બાદ આપવામાં આવશે. મીડિયા રિપોર્ટ અનુસાર લગ્નમાં ભલે માત્ર 100 મહેમાનોને આમંત્રણ મળ્યું હોય, પરંતુ લગ્નના રિસેપ્શનમાં 3000 મહેમાનોને આમંત્રણ આપવામાં આવશે, જેમાં બોલિવૂડ, સ્પોર્ટ્સ, બિઝનેસ તથા રાજકીય દુનિયાની અનેક હસ્તીઓ સામેલ થશે.

લોકેશ રાહુલ અને આથિયા શેટ્ટીના લગ્ન સંપૂર્ણ રીતિ રિવાજ સાથે સંપન્ન થયા. તેમના લગ્નના ફેરા 4.15 કલાકે શરૂ થયા હતા. લોકેશ રાહુલ અને આથિયા શેટ્ટીના પરિવારના તમામ સભ્યો આ લગ્નમાં હાજર રહ્યા હતા. અજય દેવગણ અને ઈશાંત શર્મા સહિત અનેક મોટી હસ્તીઓ પણ લગ્નમાં હાજરી આપવા સુનીલ શેટ્ટીના ઘરે પહોંચી હતી.

લોકેશ રાહુલના બપોરે 2.30 વાગ્યે આથિયા શેટ્ટીના ઘરે લગ્નની જાન લઈને પહોંચ્યો હતો. આ પછી બંને સાંજે 4 વાગ્યે સાત ફેરા લીધા. લગ્ન બાદ આ કપલ મીડિયા માટે ફોટા પડાવવા માટે બહાર આવ્યું અને ફોટોગ્રાફરને પોઝ આપ્યા. તમને જણાવી દઈએ કે સુનિલ શેટ્ટીએ લગ્નમાં ફોટોગ્રાફી પર બેન રાખ્યો હતો. મીડિયા કર્મીઓ પણ તેમના ઘરની બહાર જ ઉભા હતા અને તેમના માટે સુનિલ શેટ્ટીએ જમવાથી લઈને બધી જ વ્યવસ્થા ઘરની બહાર કરી હતી.

અથિયા અને રાહુલના લગ્નમાં પરંપરાગત રીતે ભોજન પીરસવામાં આવ્યું. તમામ મહેમાનો દક્ષિણ ભારતીય સંસ્કૃતિ મુજબ કેળાના પાંદડા પર ભોજન કર્યું. જાણીતા ફોટોગ્રાફર રોહન શ્રેષ્ઠાને આ લગ્નના ફોટો પાડવાની જવાબદારી સોંપવામાં આવી હતી. લોકેશ રાહુલ અને આથિયા શેટ્ટીના લગ્નમાં હાજર રહેલા મહેમાનોને ફોન વિના ફંક્શનમાં આવવા માટે કહેવામાં આવ્યું હતું.

ભારતીય ક્રિકેટર લોકેશ રાહુલ અને આથિયા શેટ્ટી લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે. બંનેએ ખંડાલામાં સુનીલ શેટ્ટીના બંગલામાં લગ્ન કર્યા હતા. આ લગ્નમાં લગભગ 100 મહેમાનોને આમંત્રણ આપવામાં આવ્યું હતું, જેમાં રમતગમત અને સિનેમા જગતની ઘણી મોટી હસ્તીઓએ હાજરી આપી હતી.

 

View this post on Instagram

 

A post shared by ETimes (@etimes)

સંગીત સેરેમનીમાં કોણ આવ્યું હતું? 22 જાન્યુઆરીના રોજ સંગીત સેરેમની યોજવામાં આવી હતી જેમાં અથિયા-રાહુલે ‘મુઝસે શાદી કરોગી..’ ગીત પર ધમાકેદાર ડાન્સ કર્યો. અથિયાનાં ભાઈ અને માતાએ સ્પેશિયલ ડાન્સ પર્ફોર્મન્સ આપ્યું હતું.કપલના સંગીતમાં ફોટોગ્રાફર રોહન શ્રેષ્ઠા ઉપરાંત પંજાબી સિંગર અને એક્ટર ગિપ્પી ગ્રેવાલ, ક્રિકેટર વરુણ અરોન પણ આવ્યો છે. અર્જુન કપૂર પણ જોવા મળ્યો હતો. જુઓ આ ક્યૂટ કપલનો વિડિયો.

Niraj Patel