જાનૈયાઓનું સ્વાગત કરવા માટે પહોંચ્યો હતો સુનિલ શેટ્ટી, કે એલ રાહુલ અને આથિયા બંધાયા જન્મ જન્મના બંધનમાં, જુઓ તસવીરો

સુનિલ શેટ્ટીની લાડલી આથિયા અને KL રાહુલ બંધાઈ ગયા લગ્નના પવિત્ર બંધનમાં, જુઓ વીડિયો

આજે ક્રિકેટ અને બોલીવુડના ફેન્સ માટે સારા સમાચાર આવ્યા છે. સુનિલ શેટ્ટીની લાડલી આથિયા શેટ્ટી અને ફેમસ ક્રિકેટર KL રાહુલ લગ્નના બંધનમાં બંધાયા ગયા છે. આ બંને યુગલની લગ્નની નવી તસવીરો સામે આવી ગઈ છે, જેમાં બંને ફેમસ સેલિબ્રિટી એકબીજાનો હાથ પકડી ફેરા લેતા જોવા મળી રહ્યાં છે.

લગ્નની તસવીરોને આથિયા શેટ્ટીએ ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. આ ફોટોઝમાં એક્ટ્રેસ આથિયા અને ક્રિકેટર રાહુલ એકબીજાના પ્રેમમાં ડૂબેલા જોવા મળી રહ્યાં છે. તો બંનેના ચહેરા પર ખુશી જોવા મળી રહી છે. સોશિયલ મીડિયા પર બંનેની તસવીરો વાયરલ થઈ રહી છે.

આ તસવીરો શેર કરતાં અભિનેત્રીએ લખ્યું છે કે, “હું તમારા પ્રકાશમાં પ્રેમ કરવાનું શીખી છું ને આજે અમારા સૌથી પ્રિય લોકોની સાથે અમે એવા ઘરમાં લગ્ન કર્યા જેણે આપણને અપાર સુખ-શાંતિ આપી છે. અમારે તમારા બધાના આશીર્વાદની જરૂર છે.

મીડિયા સાથેની વાતચીતમાં દિગ્ગજ એક્ટર સુનીલ શેટ્ટીએ કહ્યું હતું, તે KLરાહુલના સસરા નહીં, પણ પપ્પા બનવા માગે છે. બંનેનું નવ જોડાનું રિસેપ્શન IPL પૂરી થયા બાદ આપવામાં આવશે. સૂત્રોના મતે, લગ્નમાં ભલે માત્ર 100 મહેમાનો હોય, પરંતુ સુનીલ શેટ્ટીએ દીકરીના લગ્નના રિસેપ્શનમાં 3000 મહેમાનોને આમંત્રણ આપ્યું છે, જેમાં બોલિવૂડ, સ્પોર્ટ્સ, બિઝનેસ તથા રાજકીય દુનિયાની અનેક હસ્તીઓ સામેલ થશે.

તમને જણાવી દઈએ કે આ ગ્રાન્ડ લગ્નમાં ઇન્ડિયન ક્રિકેટર ઈશાંત શર્મા, વરુણ એરોન, બોલિવુડ એકત્ર અર્જુન કપૂરની બહેન અંશુલા કપૂર, ક્રિષ્ના શ્રોફ સામેલ થયા હતાં. આ બધા ગેસ્ટને હાથે લાલ બેન્ડ બાંધવામાં આવ્યો હતો. જેથી ખ્યાલ આવે આવ્યો હતો કે આ મહેમાન આમંત્રિત છે. આ બેન્ડ વગર કોઈ પણ અંદર જઈ શકે તેમ નહોતું.

બધાનું જ સિક્યોરિટી ચેકિંગ કરવામાં આવ્યું હતું. માનવામાં આવે છે કે લગ્નમાં સાઉથ ઇન્ડિયન ફ્યુઝન રાખવામાં આવ્યું છે. લગ્નમાં મહેમાનોને પ્લેટ્સમાં નહીં, પરંતુ ટ્રેડિશનલ સાઉથ ઇન્ડિયન સ્ટાઇલમાં કેળનાં પત્તાં પર ભોજન પીરસવામાં આવશે. દેશભરમાં હાલ લગ્નનો માહોલ ચાલી રહ્યો છે

સુનીલ શેટ્ટી અને અહાન શેટ્ટીએ સ્થળની બહાર પેપેરાજી સામે પોઝ આપ્યો હતો. આ દરમિયાન પિતા-પુત્રની જોડી અદ્ભુત લાગી રહી હતી. સુનીલ શેટ્ટી ગ્રે શેરવાનીમાં શાનદાર દેખાતો હતો, જ્યારે અહાન શેટ્ટી તેના માથા પર તિલક સાથે ક્રીમ રંગની શેરવાનીમાં જોવા મળ્યો હતો.

અથિયા શેટ્ટી-કેએલ રાહુલના લગ્ન ખંડાલામાં થવાના છે. લગ્નમાં મહેમાનો આવી રહ્યા છે. અથિયાના પિતા સુનીલ શેટ્ટી અને પુત્ર અહાન શેટ્ટી જાનૈયાનું સ્વાગત કરવા પહોંચ્યા હતા. આ દરમિયાન પિતા-પુત્રની જોડી અદ્ભુત લાગી રહી હતી. પેપરાજીએ તેમની ઘણી બધી તસવીરો પણ કેમેરામાં કેદ કરી છે.

આથિયા શેટ્ટીનો બેસ્ટ ફ્રેન્ડ ક્રિષ્ના શ્રોફ લોકેશન પર પહોંચતો જોવા મળ્યો હતો. આ પહેલા કૃષ્ણા શ્રોફે લગ્નની તૈયારી કર્યા બાદની તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. કૃષ્ણા ઉપરાંત ક્રિકેટર ઈશાંત શર્મા, અંશુલા કપૂર જેવા લોકો સ્થળ પર પહોંચ્યા હતા. જની પણ તસવીરો સામે આવી છે.

અથિયા શેટ્ટી-કેએલ રાહુલના લગ્નમાં હાજરી આપવા લોકો પહોંચી રહ્યા છે. સ્થલગ્ન સ્થળમાં કેમેરા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે, આબદાર કોઈ મીડિયાને પણ પ્રવેશ આપવામાં નથી આવ્યો. પ્રાનુત સુનિલ શેટ્ટીએ પેપરાજી માટે લગ્ન સ્થળની બહાર તેમના માટે ખાસ વ્યવસ્થા ઉભી કરી છે. તેમના માટે સુનિલ શેટ્ટીએ ખાવા પીવાની પણ વ્યવસ્થા કરી છે.

ભારતીય ક્રિકેટર લોકેશ રાહુલ અને આથિયા શેટ્ટી લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે. બંનેએ ખંડાલામાં સુનીલ શેટ્ટીના બંગલામાં લગ્ન કર્યા હતા. આ લગ્નમાં લગભગ 100 મહેમાનોને આમંત્રણ આપવામાં આવ્યું હતું, જેમાં રમતગમત અને સિનેમા જગતની ઘણી મોટી હસ્તીઓએ હાજરી આપી હતી.

લોકેશ રાહુલ અને આથિયા શેટ્ટીના લગ્ન બાદ અથિયાના ભાઈ અહાન શેટ્ટી અને પિતા સુનીલ શેટ્ટીએ પત્રકારોમાં મીઠાઈ વહેંચી હતી. લોકેશ રાહુલ અને આથિયા શેટ્ટીએ સાત ફેરા લીધા બાદ. આ સાથે જ બંનેએ લગ્ન કરી લીધા. હવે આ કપલ સાંજે 6.30 કલાકે મીડિયા સામે આવશે અને ફોટા માટે પોઝ આપશે.

 

View this post on Instagram

 

A post shared by ETimes (@etimes)

Niraj Patel