ખૂબ જ શરમાઈ સુનિલ શેટ્ટીની લાડલી, તાકી તાકીને રાહુલને જોતી હતી, સસરા સુનિલ શેટ્ટીએ પણ આપ્યા જોરદાર પોઝ

આજે ક્રિકેટ અને બોલીવુડના ફેન્સ માટે સારા સમાચાર આવ્યા છે. સુનિલ શેટ્ટીની લાડલી આથિયા શેટ્ટી અને ફેમસ ક્રિકેટર KL રાહુલ લગ્નના બંધનમાં બંધાયા ગયા છે. આ બંને યુગલની લગ્નની નવી તસવીરો સામે આવી ગઈ છે, જેમાં બંને ફેમસ સેલિબ્રિટી એકબીજાનો હાથ પકડી ફેરા લેતા જોવા મળી રહ્યાં છે.

લગ્નની તસવીરોને આથિયા શેટ્ટીએ ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. આ ફોટોઝમાં એક્ટ્રેસ આથિયા અને ક્રિકેટર રાહુલ એકબીજાના પ્રેમમાં ડૂબેલા જોવા મળી રહ્યાં છે. તો બંનેના ચહેરા પર ખુશી જોવા મળી રહી છે. સોશિયલ મીડિયા પર બંનેની તસવીરો વાયરલ થઈ રહી છે.

આ તસવીરો શેર કરતાં અભિનેત્રીએ લખ્યું છે કે, “હું તમારા પ્રકાશમાં પ્રેમ કરવાનું શીખી છું ને આજે અમારા સૌથી પ્રિય લોકોની સાથે અમે એવા ઘરમાં લગ્ન કર્યા જેણે આપણને અપાર સુખ-શાંતિ આપી છે. અમારે તમારા બધાના આશીર્વાદની જરૂર છે.

મીડિયા સાથેની વાતચીતમાં દિગ્ગજ એક્ટર સુનીલ શેટ્ટીએ કહ્યું હતું, તે KLરાહુલના સસરા નહીં, પણ પપ્પા બનવા માગે છે. બંનેનું નવ જોડાનું રિસેપ્શન IPL પૂરી થયા બાદ આપવામાં આવશે. સૂત્રોના મતે, લગ્નમાં ભલે માત્ર 100 મહેમાનો હોય, પરંતુ સુનીલ શેટ્ટીએ દીકરીના લગ્નના રિસેપ્શનમાં 3000 મહેમાનોને આમંત્રણ આપ્યું છે, જેમાં બોલિવૂડ, સ્પોર્ટ્સ, બિઝનેસ તથા રાજકીય દુનિયાની અનેક હસ્તીઓ સામેલ થશે.

તમને જણાવી દઈએ કે આ ગ્રાન્ડ લગ્નમાં ઇન્ડિયન ક્રિકેટર ઈશાંત શર્મા, વરુણ એરોન, બોલિવુડ એકત્ર અર્જુન કપૂરની બહેન અંશુલા કપૂર, ક્રિષ્ના શ્રોફ સામેલ થયા હતાં. આ બધા ગેસ્ટને હાથે લાલ બેન્ડ બાંધવામાં આવ્યો હતો. જેથી ખ્યાલ આવે આવ્યો હતો કે આ મહેમાન આમંત્રિત છે. આ બેન્ડ વગર કોઈ પણ અંદર જઈ શકે તેમ નહોતું.

બધાનું જ સિક્યોરિટી ચેકિંગ કરવામાં આવ્યું હતું. માનવામાં આવે છે કે લગ્નમાં સાઉથ ઇન્ડિયન ફ્યુઝન રાખવામાં આવ્યું છે. લગ્નમાં મહેમાનોને પ્લેટ્સમાં નહીં, પરંતુ ટ્રેડિશનલ સાઉથ ઇન્ડિયન સ્ટાઇલમાં કેળનાં પત્તાં પર ભોજન પીરસવામાં આવશે.

YC