એકબીજના થયા કેએલ રાહુલ અને આથિયા શેટ્ટી, તસવીરોમાં જોવા મળ્યો ગાઢ પ્રેમ
ભારતીય ક્રિકેટર કેએલ રાહુલ અને આથિયા શેટ્ટીએ મુંબઈના ખંડાલામાં ગઇકાલે એટલે કે 23 જાન્યુઆરીએ લગ્ન કર્યા. હાલમાં બંને કપલના લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. લગ્નમાં બહુ ઓછા લોકોને આમંત્રણ આપવામાં આવ્યું હતું. જો કે, આ પછી એક ભવ્ય રિસેપ્શન આપવામાં આવશે, જેમાં લગભગ 3000 લોકો હાજરી આપે તેવી શક્યતા છે.
મીડિયા અહેવાલો અનુસાર, કેએલ રાહુલ અને આથિયા શેટ્ટી હનીમૂન પર જશે નહીં. બંનેનું શેડ્યૂલ અત્યારે ટાઇટ છે, અને આવી સ્થિતિમાં લગ્ન પછી બંને પોતપોતાના કામમાં વ્યસ્ત થઈ જશે. લગ્ન દરમિયાન બંને વચ્ચેનો પ્રેમ તસવીરોમાં સ્પષ્ટ જોઈ શકાય છે. ફોટામાં બંને કપલ ખૂબ જ ખુશ દેખાઈ રહ્યા છે. આ લગ્નમાં બંને કપલના પરિવારના સભ્યો અને એકદમ નજીકના મિત્રો જોવા મળ્યા હતા. આથિયા અને રાહુલ કાયમ માટે હવે એકબીજાના બની ગયા છે.
ખંડાલામાં સુનીલ શેટ્ટીના બંગલામાં તેમના લગ્ન થયા હતા. કેએલ રાહુલ અને આથિયા શેટ્ટીએ લગ્નમાં પેસ્ટલ પિંક આઉટફિટ પહેર્યો હતો. બંનેના લગ્ન આઉટફિટ ડિઝાઇનર અનામિકા ખન્નાએ તૈયાર કર્યા હતા. મળતી માહિતી મુજબ, આથિયા શેટ્ટી અને કેએલ રાહુલના પરિવારજનોએ સોમવારે રાત્રે આફ્ટર પાર્ટી પણ કરી હતી. પેપરાજી સાથે વાત કરતી વખતે સુનીલ શેટ્ટીએ કહ્યું કે તે કેએલ રાહુલના સસરા નહીં પણ પિતા બનવા માંગે છે.
તેમણે એ પણ જણાવ્યું કે આથિયા અને કેએલ રાહુલના લગ્નનું રિસેપ્શન IPL પછી યોજાશે. આથિયા શેટ્ટીના પિતા અને બોલિવૂડ સ્ટાર સુનીલ શેટ્ટી મીડિયાને મળવા માટે બહાર આવ્યા હતા. તેણે પેસ્ટલ પિંક કલરની ધોતી અને કુર્તો પહેર્યો હતો. સુનીલ સાથે પુત્ર અહાન શેટ્ટી પણ જોવા મળ્યો હતો. બંનેએ પેપરાજીને મીઠાઈ આપી અને હાથ જોડી આભાર માન્યો. કેએલ રાહુલ અને આથિયા શેટ્ટીના લગ્નમાં બોલિવૂડના ફેમસ એક્ટર અનુપમ ખેર પણ પહોંચ્યા હતા.
આ સિવાય અથિયાના ફ્રેન્ડ અને સ્ટાર કિડ્સ કૃષ્ણા શ્રોફ અને અંશુલા કપૂર પણ લગ્નનો ભાગ બન્યા હતા. કૃષ્ણા જેકી શ્રોફની પુત્રી છે અને અંશુલા બોની કપૂરની પુત્રી છે. આ ઉપરાંત ક્રિકેટર ઈશાંત શર્મા પણ આથિયા અને રાહુલના લગ્નમાં હાજરી આપવા પહોંચ્યો હતો. આથિયા અને રાહુલના લગ્નમાં નો ફોન પોલિસી રાખવામાં આવી હતી. લગ્નની તસવીરો અને વીડિયો લીક ન થાય તે ધ્યાનમાં રાખીને તમામ લોકોના ફોનના કેમેરા પર સ્ટીકરો લગાવવામાં આવ્યા હતા.
સુનીલ શેટ્ટીએ ઘરની બહાર હાજર મીડિયાકર્મીઓ માટે ભોજન-પાણીની વ્યવસ્થા કરી હતી. સુનીલ શેટ્ટી ઈચ્છતા હતા કે તેમની પુત્રી આથિયા અને કેએલ રાહુલના લગ્ન કવર કરવા આવેલા મીડિયાના લોકોનું ખાસ ધ્યાન રાખવામાં આવે. સુનીલ શેટ્ટીએ મીડિયાકર્મીઓ માટે ટેન્ટ પણ લગાવ્યો હતો. રવિવારે રાત્રે સંગીત સેરેમની બાદ સુનીલ શેટ્ટીએ તમામ પેપરાજીને ચિકન બિરયાની ખવડાવી હતી. અહેવાલો અનુસાર, આથિયા અને રાહુલના લગ્નમાં દક્ષિણ ભારતીય ભોજન રાખવામાં આવ્યું હતું.
View this post on Instagram
લગ્નમાં આવેલા મહેમાનોને થાળીમાં નહીં, પરંતુ પરંપરાગત દક્ષિણ ભારતીય શૈલીમાં કેળાના પાન પર ભોજન પીરસવામાં આવ્યું હતું. આથિયા શેટ્ટી અને કેએલ રાહુલની લવ સ્ટોરી કોઈ ફેરીટેલથી ઓછી નથી. અહેવાલો અનુસાર, કેએલ રાહુલ અને આથિયા શેટ્ટીની લવ સ્ટોરી વર્ષ 2019માં શરૂ થઈ હતી. તે સમયે આથિયા અને રાહુલની મુલાકાત એક કોમન ફ્રેન્ડ દ્વારા થઈ હતી. બંનેને પહેલી નજરમાં જ એકબીજાની કંપની ગમી ગઈ,
View this post on Instagram
ત્યારપછી વાતચીત અને મીટિંગનો દોર શરૂ થયો. બંને વચ્ચે સારી અને ઊંડી મિત્રતા થઇ અને ધીરે ધીરે આ મિત્રતા ક્યારે પ્રેમમાં પરિવર્તિત થઈ ગઈ તેનો બંનેને અંદાજ ન આવ્યો. તેમના સંબંધોની અફવા ત્યારે વધુ તીવ્ર બની જ્યારે રાહુલ અને આથિયાએ ઈન્સ્ટાગ્રામ દ્વારા એકબીજાને જન્મદિવસની શુભેચ્છા પાઠવી. વર્ષ 2021માં જ્યારે રાહુલ ઈંગ્લેન્ડ ટેસ્ટ સીરિઝ રમવા ગયો હતો, ત્યારે આથિયા પણ ત્યાં તેની સાથે હતી.
View this post on Instagram
કેએલ રાહુલે વર્ષ 2021માં જ આથિયા શેટ્ટીના જન્મદિવસ પર એક રોમેન્ટિક પોસ્ટ શેર કરી હતી, જેના પછી આ બંને કપલ હંમેશા લાઇમલાઇટમાં રહ્યા. અથિયાના ભાઈ અહાન શેટ્ટીની ફિલ્મ તડપની સ્ક્રીનિંગ દરમિયાન રાહુલ પણ પહોંચ્યો હતો, જ્યાં રાહુલ અને અથિયાએ કપલ તરીકે પોઝ પણ આપ્યો હતો.