રણબીર-આલિયાની લાડલી રાહાએ માથામાં જે ક્લિપ નાખી હતી તેની કિંમત જાણી રહી જશો હેરાન

ખાલી 531 રૂપિયાની ક્લિપ પહેરેલી જોવા મળી રણબીર-આલિયાની દીકરી, સોશિયલ મીડિયા પર એક ફેને કર્યો દાવો- મેં રાહાને ગિફ્ટ કરી હતી આ ક્લિપ

બોલિવુડ એક્ટર્સ રણબીર કપૂર અને આલિયા ભટ્ટે ક્રિસમસના અવસર પર તેમના ચાહકોને એક સુંદર ભેટ આપી અને તે હતી તેમની દીકરીનો ચહેરો…આ દરમિયાન કપલે તેમની પુત્રી રાહાને પહેલીવાર મીડિયા સમક્ષ રજૂ કરી હતી. ક્રિસમસના અવસર પર એક પરંપરા છે કે આખો કપૂર પરિવાર લંચ માટે ભેગો થાય છે અને સેલિબ્રેશન કરે છે. આવી સ્થિતિમાં રણબીર અને આલિયા પણ સોમવારે બપોરે રણધીર કપૂરના ઘરે પહોંચ્યા હતા.

રણબીર-આલિયાની લાડલી રાહા

ત્યાં બંનેએ પોતાની દીકરી રાહાને પહેલીવાર દુનિયા સમક્ષ રજૂ કરી. રાહા ફ્રોકમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી. આ દરમિયાન તેના વાળને ​​બે પોનીટેલમાં કેરી કરવામાં આવ્યા હતા અને હેર ક્લિપ્સ પણ નાખવામાં આવી હતી. પપ્પા રણબીરના ખોળામાં રાહા ખૂબ જ ક્યુટ લાગી રહી હતી. જોકે, ઈન્ટરનેટ પર એક ચાહક દાવો કરી રહ્યો છે કે રાહાએ આ દરમિયાન તેના વાળમાં જે ક્લિપ લગાવી હતી તે તેના દ્વારા ગિફ્ટ કરવામાં આવી હતી.

ફેન દ્વારા આપવામાં આવેલ હેર ક્લિપ નાખી ?

ચાહકે આ હેર ક્લિપનો ફોટો અને તેની કિંમત સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે. આ હેર ક્લિપની કિંમત છે $6.91 એટલે કે અંદાજે 531 રૂપિયા. જણાવી દઈએ કે, આ હેર ક્લિપ અમેરિકાની લોકપ્રિય ચિલ્ડ્રન બ્રાન્ડ Cartersની છે. બ્રાન્ડના ઓફિશિયલ પેજ મુજબ, આ હેર ક્લિપ ‘પેક ઓફ 4’માં આવે છે. ખાસ વાત એ છે કે આ હેર ક્લિપ્સ હાથથી બનાવવામાં આવે છે અને તે 24 મહિના સુધીના બાળકો માટે ખૂબ જ સારી છે. આ સિવાય ફેને પોસ્ટ દ્વારા કપલનો આભાર માન્યો.

6 નવેમ્બર 2022ના રોજ થયો હતો રાહાનો જન્મ

તેણે કેપ્શનમાં લખ્યું- હું ખૂબ જ ખુશ છું કે રાહાએ તેના પ્રથમ જાહેર દેખાવમાં મારા દ્વારા આપવામાં આવેલી હેર ક્લિપ પહેરી. રાહાને પહેલીવાર જોયા બાદ રણબીર-આલિયાના ફેન્સ ખૂબ જ ઉત્સાહિત થઈ ગયા હતા. લોકો રાહાના ખૂબ વખાણ કરી રહ્યા છે અને ઘણા તો રાહાની સરખામણી રણબીરના પિતા અને દિવંગત અભિનેતા ઋષિ કપૂર સાથે કરી રહ્યા છે. ઘણા ચાહકોને રાહાની બ્લુ આંખો ખૂબ પસંદ આવી હતી. જણાવી દઈએ કે, રણબીર અને આલિયાના લગ્ન 14 એપ્રિલ, 2022ના રોજ થયા હતા અને રાહાનો જન્મ એ જ વર્ષે 6 નવેમ્બરે થયો હતો.

Shah Jina