સચિન તેંદુલકર અને દ્રવિડના નામથી મળ્યુ છે ભારતીય મૂળના ન્યુઝિલેન્ડ ક્રિકેટર રચિન રવીન્દ્રને નામ, તેની ગર્લફ્રેન્ડ સામે હોટ અભિનેત્રીઓ પણ ભરે છે પાણી

આ ફેમસ ક્રિકેટરની ગર્લફ્રેન્ડ સામે આખું બૉલીવુડ ભરે છે પાણી…હોટ ફિગર જોઈને ચોંકી જશો

ભારતીય મૂળના ખેલાડીઓ માટે ન્યુઝિલેન્ડ માટે રમવુ કોઇ સામાન્ય વાત નથી. ઈશ સોઢી, જીતન પટેલ, જીત રાવલ વગેરેએ કીવી ટીમનું પ્રતિનિધિત્વ કર્યુ છે. આ લિસ્ટમાં હવે વધુ એક નામ રચિન રવીન્દ્રનું જોડાઇ ગયુ છે. આ યુવા ક્રિકેટરે કાનપુરમાં ભારત સામે ટેસ્ટ ડેબ્યુ કર્યું છે. તેને જયપુર ટી20 માટે ન્યુઝીલેન્ડની ટીમમાં પણ સામેલ કરવામાં આવ્યો હતો. જોકે જયપુરમાં રચિનને ​​પિચ પર વધુ સમય વિતાવવાની તક મળી ન હતી અને તે મોહમ્મદ સિરાજના હાથે બોલ્ડ થયો હતો. તેણે 8 બોલમાં માત્ર 7 રન બનાવ્યા હતા.

રસપ્રદ વાત એ છે કે આ કિવી ખેલાડીનું નામ ભારતના બે મહાન ખેલાડીઓ રાહુલ દ્રવિડ અને સચિન તેંડુલકરના નામ પરથી રાખવામાં આવ્યું છે. ક્રિકેટર રાહુલ દ્રવિડના નામથી Ra અને સચિનના નામથી Chin લઇને તેનું નામ Rachin રાખવામાં આવ્યુ. ભારતીય મૂળના ક્રિકેટર રચિન રવિન્દ્રને ટીમ ઈન્ડિયા સામેની 2 મેચની ટેસ્ટ શ્રેણી માટે ન્યૂઝીલેન્ડ ક્રિકેટ ટીમની 15 સભ્યોની ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.

એવી અપેક્ષા રાખવામાં આવે છે કે તે સફેદ જર્સીમાં ભારત સામે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પદાર્પણ કરી શકે છે. રચિન રવિન્દ્રની ગર્લફ્રેન્ડનું નામ પ્રેમિલા મોરાર છે. તે દેખાવમાં ખૂબ જ ગ્લેમરસ છે. પ્રેમિલા ઓકલેન્ડ નજીક પુકેકોહે પૂર્વના નાના શહેરમાં રહે છે. પ્રેમિલા મોરારના ફેસબુક એકાઉન્ટ અનુસાર, તેનો જન્મ 22 નવેમ્બર 2000ના રોજ થયો હતો.

પ્રેમિલા મોરાર મેસી યુનિવર્સિટીની વિદ્યાર્થીની છે અને ‘ધ ફૂડ ડ્યુડ્સ એનઝેડ’ કંપનીમાં પણ કામ કરે છે. પ્રેમિલા મોરારને ક્રિકેટમાં બહુ રસ નથી, પરંતુ તેના બોયફ્રેન્ડ રચિન રવિન્દ્રના કારણે તેણે ‘જેન્ટલમેન ગેમ’ પર ધ્યાન આપવાનું શરૂ કર્યું છે. રચિન રવિન્દ્ર ભારતના બેંગ્લોર શહેરનો છે. તેની ગર્લફ્રેન્ડ પ્રેમિલા મોરાર અવારનવાર બંનેના ફોટા શેર કરતી રહે છે.

ભારત વિરુદ્ધ કાનપુરમાં રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટમાં ન્યૂઝીલેન્ડે 22 વર્ષીય ખેલાડીને ટેસ્ટ ડેબ્યૂ કરવાની તક આપી છે. આ ખેલાડીનું નામ છે રચિન રવિન્દ્ર. ભારતીય મૂળનો આ ખેલાડી ડાબોડી બેટ્સમેન અને ડાબોડી સ્પિન બોલર છે. રચિન રવિન્દ્રને ન્યૂઝીલેન્ડ ક્રિકેટમાં ભવિષ્ય કહેવામાં આવી રહ્યું છે. તેની પાસેથી ઘણી અપેક્ષાઓ રાખવામાં આવી છે. રચિન અંડર-19 ક્રિકેટ દ્વારા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પહોંચ્યો છે. હાલમાં જ તે ભારત સામેની T20 સિરીઝમાં પણ કિવી ટીમનો ભાગ હતો.

રચિન રવિન્દ્રના પિતા રવિ કૃષ્ણમૂર્તિ ઈચ્છતા હતા કે તેમના બાળકો ક્રિકેટર બને. પહેલા તેમણે પોતાની દીકરીને ક્રિકેટમાં લાવવાનો પ્રયાસ કર્યો પરંતુ સફળતા ન મળી. પછી પુત્ર રચિનને ​​આ ક્ષેત્રમાં પ્રવેશ કર્યો. રવિ કૃષ્ણમૂર્તિ કર્ણાટકથી આવે છે અને તે ક્રિકેટ પણ રમતા હતા. તે ક્લબ સ્તરે જવાગલ શ્રીનાથ અને જે અરુણકુમાર જેવા લોકો સાથે રમ્યા હતા. બાદમાં તે સોફ્ટવેર સિસ્ટમ આર્કિટેક્ટ બન્યા અને ન્યુઝીલેન્ડમાં સ્થાયી થયા. તે ન્યુઝીલેન્ડમાં ક્રિકેટ ક્લબ પણ ચલાવે છે અને તેના દ્વારા યુવા ક્રિકેટરોને ભારતના પ્રવાસે લઈ જાય છે.

રચિન પણ આ ટીમનો હિસ્સો છે. રચિન રવિન્દ્ર ન્યૂઝીલેન્ડ તરફથી બે વખત અંડર-19 વર્લ્ડ કપ રમી ચૂક્યો છે. આ પહેલા તે 2016 અને 2018માં અંડર-19 વર્લ્ડ કપમાં રમ્યો હતો. અહીં તેની સ્પિન બોલિંગ તેમજ ઉપયોગી બેટિંગથી પ્રભાવિત થયો. રચિન રવિન્દ્રએ 2018માં UAEમાં પાકિસ્તાન A સામે તેની ફર્સ્ટ ક્લાસ અને લિસ્ટ Aમાં ડેબ્યૂ કર્યું હતું. આ દરમિયાન તેણે ફર્સ્ટ ક્લાસ ડેબ્યૂ મેચમાં 70 રનની ઇનિંગ રમી હતી. પૂર્વ ક્રિકેટર પીટર ફુલટન તેના વિશે કહે છે કે રચિન ખૂબ જ પ્રતિભાશાળી છે. તે ટોપ 3માં બેટિંગ કરી શકે છે અને તે એક સારો લેફ્ટ આર્મ સ્પિનર ​​છે. આવો ખેલાડી ઘણા સમયથી ન્યુઝીલેન્ડ આવ્યો નથી.

રચિન રવિન્દ્ર તેની પ્રથમ ફર્સ્ટ ક્લાસ સિઝનમાં સતત ત્રણ મેચમાં ખાતું ખોલાવ્યા વિના આઉટ થયો હતો. પરંતુ તે પછી તેણે જોરદાર વાપસી કરી અને રન બનાવ્યા. તેઓ માનસિક રીતે ખૂબ જ મજબૂત માનવામાં આવે છે. તેણે અત્યાર સુધી 12 લિસ્ટ A મેચમાં 316 રન બનાવ્યા છે અને આઠ વિકેટ લીધી છે. આ સાથે જ 28 ફર્સ્ટ ક્લાસ મેચમાં ત્રણ સદીની મદદથી 1595 રન અને 25 વિકેટ પોતાના નામે છે.

Shah Jina