મનોરંજન

પ્રિયંકા ચોપડાની નાની અમથી ભત્રીજીએ કર્યો તેનો મેકઅપ, ચાહકોએ કહ્યું: “સો ક્યૂટ”

કોરોના વાયરસના કારણે દેશભરમાં લોકડાઉન લગાવવામાં આવ્યું છે અને આ લોકડાઉનનો ત્રીજો તબક્કો ચાલી રહ્યો છે, છતાં પણ વાયરસનો કહેર યથાવત છે. ત્યારે સામાન્ય માણસથી લઈને બોલીવુડના સેલિબ્રિટીઓ સુધીના લોકો આટાયરે પોતાના ઘરની અંદર જ છે.

 

View this post on Instagram

 

A post shared by Priyanka Chopra Jonas (@priyankachopra) on

અભિનેત્રી પ્રિયંકા ચોપડા પણ પોતાના ઘરમાં જ આ સમય દરમિયાન સમય વિતાવી રહી છે અને સાથે સાથે તે સોશિયલ મીડિયા દ્વારા લોકો સાથે જોડાઈ પણ રહી છે. પ્રિયંકા તેના ચાહકો સમક્ષ જાગૃતતા લાવવાના પણ પ્રયાસો કરી રહી છે. તેવામાં જ તેને સોશિયલ મીડિયામાં એક ફોટો શેર કર્યો છે જે તેના ચાહકોને ખુબ જ પસંદ આવી રહ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Priyanka Chopra Jonas (@priyankachopra) on

આ ફોટોની અંદર પ્રિયંકાની ભત્રીજી તેનો મેકઅપ કરતી જોવા મળી રહી છે. પ્રિયંકાની ભત્રીજીએ પ્રિયંકાનો ખુબ જ સુંદર મેકઅપ કર્યો છે. ક્યારેક તે પ્રિયંકાને રાજકુમારીની જેમ તૈયાર કરી રહી છે તો ક્યારેક પ્રિયંકાની આંખો ઉપર મેકઅપ લગાવી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Priyanka Chopra Jonas (@priyankachopra) on

પ્રિયંકાએ આ ફોટો શેર કરવાની સાથે લખ્યું છે કે: “મે મહિનાનો પહેલો સોમવાર, આ વર્ષની ધીમી, પ્યારી પ્યારી પ્રિન્સેસ” પ્રિયંકાના ચાહકોને આ તસવીર ખુબ જ પસંદ આવી રહી છે. ચાહકો તેમાં કોમેન્ટ પણ કરી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Priyanka Chopra Jonas (@priyankachopra) on

થોડા સમય પહેલા જ પ્રિયંકાએ એક વિડીયો પણ શેર કર્યો હતો જેમાં પ્રિયંકા સોફા ઉપર સુઈ જઈને પોતાની ભત્રીજીને ઉઠાવી કસરત કરતી જોવા મળી હતી. આ વિડીયોના કેપશનમાં પણ પ્રિયંકાએ લખ્યું હતું, “જિમ નથી પણ કોઈ પ્રોબલમ નથી.” આ વિડીયો પણ તેના ચાહકોને ખુબ જ પસંદ આવ્યો હતો.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.