જીવનશૈલી મનોરંજન

ફ્રેન્ચ ડિઝાઇનરના કપડાં અને ઇટાલિયન લેધરના સેન્ડલ, જાણો પ્રિયંકા ચોપરાએ લુક પર કર્યો અધધ… ખર્ચ

બોલીવુડની દેશી ગર્લ પ્રિયંકા ચોપરા કોઈને કોઈ કારણે ચર્ચામાં રહે છે. પ્રિયંકા ચોપરા સોશિયલ મીડિયામાં એક્ટિવ રહે છે. પ્રિયંકા તેની તસ્વીર અને વિડીયો સોશિયલ મીડિયામાં શેર કરતી રહે છે.

Image source

પ્રિયંકા ચોપડા તેના પરિવાર સાથે હેન્ગઆઉટ કરતી નજરે ચડે છે. તેમ છતાં તેનો લુક હંમેશા ગ્લેમરસ રહે છે. આવો જ એક લુક થોડા સમય પહેલા જોવા મળ્યો હતો, જેમાં તે ગીગમ ડ્રેસમાં જોવા મળી હતી. પરંતુ શું તમે જાણો છો કે પ્રિયંકાએ સ્ટાઇલિશ લુક પર કેટલા પૈસા ખર્ચ્યા?

Image source

પોતાની જાતને હંમેશા સ્ટાઇલમાં રાખવા માટે પ્રિયંકા ચોપડા મોંઘા બ્રાન્ડના કપડા લેવામાં એક પળનો વિચાર કરતી નથી. આ જ કારણ છે કે જ્યારે તે રેડ કાર્પેટ પર જ નહીં પરંતુ તેના પરિવાર સાથે પણ હેંગઆઉટ કરવા જાય છે ત્યારે તેનો લુક એકદમ ખૂબસુરત લાગે છે. આ લુક તેનો ત્યારે જોવા મળ્યો હતો જયારે તે સાસુ-સસરા અને જેઠી-જેઠાણી સાથે લંચ માટે બહાર ગઈ હતી.

Image source

પ્રિયંકા ચોપરાએ આ આઉટિંગ માટે ઉનાળાના અનુકૂળ ફેબ્રિક અને ડિઝાઇન ડ્રેસ પસંદ કર્યો હતો. તેણે કોટન ગીગમ પેટર્નનું સ્કર્ટ અને ટોપ પહેર્યું હતો. પ્રિયંકા બ્રાઇટ ગ્રીન અને વ્હાઇટ કોમ્બિનેશનના આઉટફિટમાં શાનદાર લાગી રહી હતી. જેના કારણે તેનો લુક ઘણા પોર્ટલથી કવર કરી ‘શાનદાર ચોઈસ’ જણાવ્યું હતું.

Image source

પ્રિયંકાના ટોપ અને સ્કર્ટ વિશે વાત કરીએ તો આ બંને કપડાં ડિઝાઇનર મ્યુઝિયર પેરિસના કલેક્શનમાંથી લેવામાં આવ્યા છે. આ બંનેના ભાવ અલગ હતા. જ્યારે ટોપ 72 યુરો હતો, જ્યારે સ્કર્ટ 77 યુરો હતો. આ બંને ભાવો આશરે 6,270 રૂપિયા અને 6,707 રૂપિયા છે.

 

View this post on Instagram

 

A post shared by Nick&Priyanka Jonas FC (@nickyanka18) on

પ્રિયંકાએ આ કપડાં સાથે વ્હાઇટ બ્લોક હીલ્સની સેન્ડલ પહેરી હતી. તે Alana Patent બ્રાન્ડની હતી, જેને ઇટાલિયન બનાવવામાં આવી હતી. આ લેધરની કિંમત 210 ડોલર કહેવામાં આવે છે, જે ભારતીય ચલણમાં આશરે 15,692 રૂપિયા છે.

 

View this post on Instagram

 

A post shared by Nick&Priyanka Jonas FC (@nickyanka18) on

પ્રિયંકાએ સફેદ રંગમાં પોતાના માટે ફક્ત સેન્ડલ જ નહીં પણ હેન્ડબેગ પણ વ્હાઇટ કલર પસંદ કર્યા હતા. તેણે Frame બ્રાન્ડમાંથી એક નાનો હેન્ડબેગ પસંદ કર્યો, જેમાં સ્ટ્રેપ પર સ્ટડ પણલગાવ્યું હતું. તેની કિંમત 350 ડોલર છે, જે ભારતીય ચલણમાં લગભગ 26,153 રૂપિયા છે.

 

View this post on Instagram

 

A post shared by Nick&Priyanka Jonas FC (@nickyanka18) on

હવે દેશી ગર્લ ના કાળા ચશ્માની વાત કરીએ તો તે Vita Fede બ્રાન્ડનો હતો. આ ઇટાલિયન બ્રાન્ડના બ્લેક શેડ્સની કિંમત 295 ડોલર હતી, જે ભારતીય રૂપિયામાં લગભગ 22,043 છે.

 

View this post on Instagram

 

A post shared by Nick&Priyanka Jonas FC (@nickyanka18) on

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.