જીવનશૈલી મનોરંજન

નિક સાથે 1.2 લાખના સ્લીટ ડ્રેસમાં જોવા મળી પ્રિયંકા ચોપરા, 10 તસ્વીરો ધૂમ વાયરલ

બોલીવુડની દેશી ગર્લ અને એક્ટર્સ પ્રિયંકા ચોપરા અને તેનો પતિ નિક જોનાસ ઘણા મોકા પર સાથે જોવા મળે છે. પ્રિયંકા ચોપરા અને નિક જોનાસ તેના ક્લોઝ બોન્ડીગને લઈને ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે. પ્રિયંકા ચોપરા હંમેશાની જેમ બેહદ ખુબસુરત લાગી રહી હતી.

પ્રિયંકા ચોપરા હાલમાં જ ગોલ્ડન ગ્લોબ એવોર્ડ્સમાં ઘણા ગ્લેમરસ અવતારમાં નજરે આવી હતી. વર્ષ 2020ની શરૂઆતમાં પ્રિયંકા આજકાલ તેના પતિ નિક જોનાસ સાથે સારો સમય પસાર કરી રહી છે. પ્રિયંકાએ હાલમાં જ નેટફ્લિક્સની ફિલ્મ ધ વ્હાઇટ ટાઇગરની શૂટિંગ પૂરું કરી અમેરિકામાં છે.

હાલમાં જ પ્રિયંકા અને નિક એકબીજાના હાથમાં હાથ નાખીને લોસ એન્જલ્સની ગલીઓમાં જોવા મળી હતી. આ દરમિયાન પ્રિયંકા ચોપરા બેહદ ખુબસુરત લાગી રહી હતી. પ્રિયંકાને સલૂનની બહાર વ્હાઇટ પ્રિન્ટેડ સ્લીટ ડ્રેસમાં સ્પોટ કરવામાં આવી હતી, પ્રિયંકા આ ડ્રેસના કારણે હાલ ચર્ચામાં આવી છે.

પ્રિયંકાએ જે સ્લીટ ડ્રેસ પહેર્યો હતો તે વર્સાચેની બૉરૉક્કો રોડીઓ  સ્લીવલેસ પ્રિન્ટ ડ્રેસ પહેર્યો હતો આ સાથે પ્રિયંકાએ બ્લેક કલરનું બ્લેઝર પહેર્યું હતું. નિક પણ ચેક્સ શર્ટ અને બ્લેક ટ્રાઉઝરમાં ફોર્મલ લુકમાં નજરે આવ્યો હતો. પ્રિયંકાને આ વ્હાઇટ સ્લીટ ડ્રેસ શૂટ કરી રહી હતી

પરંતુ તેની કિંમત જાણીને તમને આચંકો લાગી જશે. પ્રિયંકાએ જે ડ્રેસ પહેર્યો છે તેની કિંમત 1450 અમેરિકી ડોલર એટલે કે લગભગ 1.20 લાખ રૂપિયા છે. થોડા દિવસ પહેલા પ્રિયંકા ચોપરા અને નિક જોનાસ એક સાથે ગોલ્ડન એવોર્ડમાં પહોંચ્યા હતા, જ્યાં પ્રિયંકા અને નિક જોનાસ કિસ કરતા હોય તેવો વિડીયો પણ વાયરલ થયો હતો. આ વીડિયોમાં પ્રિયંકા પહેલા નીકને કિસ કરે છે આ બાદ તે હાથથી લિપસ્ટિક લૂછતી નજરે આવે છે.

પ્રિયંકાના વર્કફ્રન્ટની વાત કરવામાં આવે તો તે છેલ્લે ધ સ્કાય ઇઝ પિન્કમાં નજરે આવી હતી. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર કોઈ કમાલ કરી શકી ના હતી. આ ફિલ્મમાં પ્રિયંકાએ ફરહાન અખ્તર સાથે કામ કર્યું હતું. બંનેના કામ અને ફિલ્મની કહાનીને પસંદ કરવામાં આવી હતી પરંતુ ફિલ્મ બોક્સ ઓફિસ પર ખાસ કંઈ કરી શકી ના હતી.