ખબર જીવનશૈલી

ડોનાલ્ડ ટ્રમ્પની દીકરી ઈવાંકાએ પહેરેલા સુંદર ડ્રેસની કિંમત જાણીને ચોંકી ઉઠશો, જુઓ આજે તેને કેવો ડ્રેસ પહેર્યો છે?

ડોનાલ્ડ ટ્રમ્પ, તેમની પત્ની મેલાનિયા અને દીકરી ઇવાંકા સાથે જમાઈ પણ ગઈકાલથી ભારતના પ્રવાસે આવ્યા છે. તેમના કપડાથી લઈને તેમની સ્ટાઇલ સુધીના તમામ સમાચાર સોશિયલ મીડિયામાં વાયુવેગે ફેલાઈ રહ્યા છે. ત્યારે ડોનાલ્ડ ટ્રમ્પની દીકરી ઇવાંકાએ પહેરેલા ડ્રેસની પણ ચર્ચાઓ ચારે બાજુ ફેલાવવા લાગી છે. ઇવાંકાએ પહેરેલો ડ્રેસ તેની સુંદરતામાં વધારો કરે છે. પરંતુ આ ડ્રેસની ખાસિયત અને તેની કિંમત જાણીને સૌ કોઈના હોશ ઉડી જશે.

 

View this post on Instagram

 

A post shared by Ivanka Trump (@ivankatrump) on

ઇવાંકાએ પહેરેલો આ ડ્રેસ Proenza Schouler બ્રાન્ડનો છે અને એવું પણ કહેવામાં આવે છે કે ઇવાંકાએ આ ડ્રેસ પહેલા પણ પહેર્યો હતો. 2019માં આર્જેન્ટિનાના પ્રવાસ દરમિયાન તેને આ ડ્રેસ પહેર્યો હતો અને ભારત યાત્રા દરમિયાન આ ડ્રેસને તેને બીજીવાર પહેર્યો છે. આર્જેન્ટિનાના પ્રવાસ દરમિયાન પહેરેલા આ ડ્રેસનો એક વિડીયો પણ તેની ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલની અંદર મળી આવે છે.

 

View this post on Instagram

 

A post shared by Ivanka Trump (@ivankatrump) on

બેબી બ્લૂ બેઝ અને લાલ રંગના ફૂલો વાળી પ્રિન્ટ સાથે પહેરેલો આ ડ્રેસ જોર્જટ મટીરીયલ્સ દ્વારા બનાવવામાં આવ્યો છે, વી નેક અને ગોળ બાંય વાળા આ ડ્રેસની અંદર ઇવાંકા ખુબ જ સુંદર દેખાઈ રહી હતી, તેના ખુલ્લા વાળ તેની સુંદરતામાં વધારો કરી રહ્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by The Injection Of Glamour (@injectionofglamour) on

આ ડ્રેસની કિંમતની જો વાત કરવામાં આવે તો આ ડ્રેસની કિંમ્મર 2385 અમેરિકી ડોલર છે. જેની ભારતીય નાણાંમાં ગણતરી કરીએ તો 1 લાખ, 71 હજાર, 331 રૂપિયા જેટલી થાય છે.

ગઈકાલે ઇવાંકા આ ડ્રેસમાં ખુબ જ સુંદર લાગી રહી હતી તો આજે તેને એકદમ ઓફિશ્યલી કપડાં પહેર્યા છે જેના ફોટા પણ સામે આવ્યા છે, ઉલ્લેખનીય છે કે ઇવાંકા ડોનાલ્ડ ટ્રમ્પની સલાહકાર પણ છે અને આજે ડોનાલ્ડ ટ્રમ્પની કેટલીક વ્યાવસાયિક મિટિંગ પણ યોજાનારી છે જેના કારણે ઇવાંકા પણ તેમની સાથે જ રહેશે જેના કારણે તેનો આ લુક સામે આવ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Ivanka Trump (@ivankatrump) on

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.