મનોરંજન

ક્રાઇમ પેટ્રોલની હિરોઈનની આત્મહત્યા બાબતે પિતાએ રાઝ ખોલ્યું કે, લોકડાઉનને કારણે પ્રેક્ષા…

ઘણા ટીવી શોમાં નાની-નાની ભૂમિકા કરનાર એક્ટ્રેસ પ્રેક્ષા મહેતાએ આખરે 25 વર્ષની ઉંમરમાં આત્મહત્યા કેમ કરી લીધી હતી ? આખરે કેમ તેને છેલ્લી પોસ્ટમાં લખ્યું હતું કે, સૌથી ખરાબ હોય છે સપ્નાનું તૂટી જવું. આખરે તેને ક્યાં કારણોસર આત્મહત્યા કરવાની ફરજ પડી ?
એક મીડિયા સાથેની વાતચીતમાં તેના પિતા રવિન્દ્ર મહેતાએ જે ઇન્દોરમાં જનરલ સ્ટોર ચલાવતા જણાવ્યું હતું કે, પ્રક્ષાની આત્મહત્યાના કારણોને સમજવાનો પ્રયત્ન કર્યો. રવિન્દ્ર મહેતાએ કહ્યું કે, “લોકડાઉનને કારણે શૂટિંગ બંધ થતાં પ્રેક્ષા ખૂબ જ બેચેન રહેતી હતી. તેના કારણે તે બેહદ પરેશાન હતી. મુંબઈમાં લોકડાઉનનો સમયગાળો લંબાઈ રહ્યો છે અને શૂટિંગ થવાની સંભાવના નથી. તેની આવી રીતે બેસવું પસંદ હતા.વિન્દ્ર મહેતાએ વધુમાં જણાવ્યું હતું કે, પ્રેક્ષા જયારે લોકડાઉન વધવાને લઈને વાત કરતી હતી ત્યારે મેં તેને સમજાવ્યું હતું કે, આ વિષે ના વિચારે. લોકડાઉન તો બધા માટે હોય છે જેનાથી આખી દુનિયા પરેશાન છે. અમને એ વાતનો અંદાજ ના હતો કે, આ પગલું ઉઠાવશે.

લોકડાઉનમાં પૈસાની તંગીની વાતનો ઇન્કાર કરતા રવિન્દ્ર મહેતાએ જણાવ્યું હતું કે, “અમે બધા આત્મહત્યાની રાત્રિના 11 વાગ્યા સુધી બેસીને વાતો કરતા હતા અને ત્યારબાદ તેની વાતોમાં કોઈ મુશ્કેલી અનુભવાતી ન હતી. 11 વાગ્યે તે ઉપરના ટેરેસ રૂમમાં સૂઈ ગઈ હતી.અમે બધા વહેલી સવારે ઉઠી વાર થોડી વાર વર્કઆઉટ કરતા હતા. આવી સ્થિતિમાં પ્રેક્ષાની માતા તેને લેવા માટે તેના રૂમમાં ગઈ ત્યારે તેણે જોયું કે ઓરડાની લાઈટ ચાલુ કરી હતી. માતાએ દરવાજો ખટખટાવ્યો ત્યારે તેને ના દરવાજો ખોલ્યું ના હતું. તેથી તેને બારી ખોલી હતી. ત્યારે તે ઓરડામાં લટકેલી નજરે ચડી હતી.

પ્રક્ષાના કેટલાક મિત્રોએ વાત કરતાં તે જાણ્યું કે પરિવાર તરફથી વતી પ્રક્ષાને પણ લગ્ન કરવાનું કહેવામાં આવી રહ્યું છે. પરંતુ પ્રેક્ષા પોતાની પ્રસિદ્ધિ મેળવ્યા બાદ જ લગ્ન કરવા માંગતી હતી.પ્રેક્ષાએ 20 મેના રોજ લાસ્ટ ઇન્સ્ટા લાઈવમાં તેના મિત્ર સાથે આ ઉલ્લેખ કર્યો હતો.તો શું લગ્નના દબાણમાં આવીને તેને આ પગલું ભર્યું હતું ? આ સવાલ પર પ્રક્ષાના પિતાએ કહ્યું, “પ્રેક્ષા પોતે જ કહેતી રહી હતી કે તે 2-3- વર્ષમાં ફિલ્મ અને ટીવી ઈન્ડસ્ટ્રીમાં પોતાની ઓળખ બનાવ્યા પછી જ લગ્ન કરશે. આવી સ્થિતિમાં અમે ક્યારેય લગ્ન માટે પ્રક્ષા ઉપર દબાણ નથી કર્યું. હા, કેટલીક વાર અમે તેને મજાકમાં લગ્ન કરવાનું કહેતા. ”

પ્રેક્ષાના આત્મહત્યા બાદ તેના રૂમમાંથી એક સુસાઇડ નોટ પણ મળી હતી. જેમાં લખ્યું હતું કે, મારા તૂટેલા સપના જ મારો કોન્ફિડેન્ટનો ડોમ તૂટી ગયો છે. હું મારા મરેલા સપના સાથે નથી જીવી શકતી. આ નકારાત્મક સાથે રહેવું મુશ્કેલ છે. મેં 1 વર્ષ બહુ જ કોશિશ કરી હતી. હવે હું થાકી ગઈ છે.

પ્રેક્ષા મહેતાએ ક્રાઇમ પેટ્રોલ, લાલ ઇશ્ક, મેરી દુર્ગા અને અક્ષય કુમારની ફિલ્મ ‘પૈડમેન’એકિટિંગ કરી હતી.માં પ્રેક્ષા હાલમાં જ એક ફિલ્મ ‘સખા’ શૂટિંગ કર્યું હતું. જેમાં તે લીડ એક્ટ્રેસના રોલમાં જોવા મળી હતી.