ભારતનું અનોખુ મદિર, હનુમાનજીના આ મંદિરના દર્શન માત્રથી દુ:ખ થાય છે દૂર

હનુમાનજીના આ મંદિરના દર્શન માત્રથી દુ:ખ થાય છે દૂર

હનુમાન જીને ભગવાન શ્રી રામના સૌથી મોટા ભક્ત માનવામાં આવે છે. ભારતમાં બજરંગબલીના ઘણા મંદિરો આવેલા છે. જ્યાં ભક્તો ભગવાન હનુમાન પાસે તેમના દુખોનું નિવારણ અને પૂજા કરવા માટે જાય છે. હનુમાન જીને ભક્તો દ્વારા સંકટ મોચન, રામદૂત, મારુતિ નંદન, મહાવીર, પવનસુત અને કપીશ વગેરે નામોથી બોલાવવામાં આવે છે. (તસવીરો: પ્રતીકાત્મક)

રાજસ્થાનના દૌસાની બે ટેકરીઓ વચ્ચે આવેલું મહેંદીપુર બાલાજી મંદિર પણ બજરંગ બલીના પ્રસિદ્ધ મંદિરોમાં સામેલ છે. આ પ્રખ્યાત મંદિરમાં આખું વર્ષ ભક્તોની કતાર લાગે છે. જેમાંથી ઘણા ભક્તો તેમના દુખ દૂર કરવા માટે આવે છે, જ્યારે કેટલાક ભક્તો ભગવાનનો આભાર માનીને અને તેમના દર્શન કરીને ખુશ થાય છે. તમને જણાવી દઈએ કે આ મંદિરમાં સંકટ મોચન હનુમાન તેમના બાળ સ્વરૂપે બિરાજમાન છે. જેની સામે ભગવાન શ્રી રામ અને માતા સીતાની મૂર્તિઓ સ્થાપિત છે.

ભક્તોની માન્યતા અનુસાર, મહેંદીપુર બાલાજી મંદિરમાં મહાવીર હનુમાન જીના દર્શન કર્યા બાદ લોકોને ઉપરની બાધોઓથી મુક્તિ મળે છે. અને એજ ઉપરની બાધાની છૂટકારો મેળવવા માટે મોટી સંખ્યામાં ભક્તો અહીં આવે છે. આ સિવાય પ્રેતરાજ સરકાર અને ભૈરવ બાબાની મૂર્તિ પણ આ મંદિરમાં સ્થાપિત છે. અને પ્રેતરાજ સરકારના દરબારમાં દરરોજ બપોરે 2:00 વાગે કીર્તન થાય છે. તે જ સમયે, લોકોના ઉપરની બાધાઓ દૂર કરવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે એકવાર જે પણ આ મંદિરમાં આવે છે, તે હનુમાનજીના દર્શન કર્યા પછી, સંપૂર્ણપણે સ્વસ્થ થઈને પાછો જાય છે.

પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે આ મંદિરના કાયદા અને નિયમો ભક્તો માટે થોડા વિચિત્ર છે. એવું કહેવામાં આવે છે કે અહીં દર્શનાર્થે આવતા તમામ ભક્તોએ દર્શનના ઓછામાં ઓછા એક અઠવાડિયા પહેલા લસણ, ડુંગળી, માંસાહારી અને દારૂ પીવાનું બંધ કરી દેવું જોઈએ.

એટલું જ નહીં, રાજસ્થાનના મહેંદીપુર બાલાજી મંદિરનો બીજો વિચિત્ર નિયમ એ છે કે અહીંનો પ્રસાદ ન તો ભક્ત દ્વારા ખાઈ શકાય છે ન તો કોઈને આપી શકે છે. આ સિવાય ભક્તો અહીં ખાવા -પીવા કે પ્રસાદ કે સુગંધિત વસ્તુઓ પણ ઘરે લઈ જઈ શકતા નથી. એવું માનવામાં આવે છે કે જો કોઈ આ કરે છે, તો તેના પર ઉપર સાયો આવી જાય છે.

YC