ખબર

રસ્તા પર છોડી દીધી PPE કીટ, ઘણા લોકોને કોરોનોના લાગ્યા ચેપ

હાલ આખું વિશ્વ કોરોના જેવી મહામારીનો સામનો કરી રહ્યું છે. લોકોને ઘરમાં જ રહેવાની અપીલ કરવામાં આવી રહી છે. ત્યારે હાલમાં જ પશ્ચિમ બંગાળના તારાપીઠમાં ઉપયોગ કરીને પીપીઈ કીટ મોટી સંખ્યામાં એક હોટેલની બહાર મળતા હાહાકાર મચી જવા પામ્યો હતો.

જ્યાંથી પીપીઈ કીટ મળી છે તેની બાજુમાં જે હોટેલ કે તેને થોડા દિવસ પહેલા પ્રસાશન દ્વારા ક્વોરેન્ટાઇન સેન્ટરમાં બદલી દેવામાં આવ્યું છે. બતાવવામાં આવી રહ્યું છે કે,તારાપીઠ મંદિરની આસપાસ વાયરસનું સંક્ર્મણને લઈને સ્ક્રીનિંગ કરવામાં આવી હતી. રિપોર્ટ મુજબ સ્ક્રીનિંગ કરનાર ડોકટરો પીપીઈ કીટને રસ્તા પર છોડી દીધી હતી.

Image source

હોટેલમાં ક્વોરેન્ટાઇન સેન્ટરમાં દેશના અલગ-અલગ હિસ્સામાંથી 65 લોકોની તપાસ કર્યા બાદ આઇસોલેશનમાં રાખવામાં આવ્યા હતા. જેમાં વધુ પડતા પ્રવાસી છે. હવે કોરોના વાયરસના લક્ષણોની સાથે-સાથે લોકોને ફરિયાદ કરતા પ્રસાશન ઊંધે માથે થયું છે.

જે ડોકટરોએ તપાસ કરી હતી તેને રામપુર હાટ મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં સ્ક્રીનિંગ માટે મોકલવામા આવ્યા છે.
બતાવવામાં આવી રહ્યું છે કે, આઇસોલેશન સેન્ટરની બાજુમાં જ ઉપયો કરેલી પીપીઈ કીટ છોડી દેવામાં આવી હતી. હવે આઇસોલેશનમાં રહેલા લોકોએ કોરોનના લક્ષણો મળ્યા બાદ સ્થાનિક લોકો ગુસ્સામાં હોય કાયઁવાહીની માંગ કરી છે.

Image source

હવે આ મામલે ડોકટરોની પૂછપરછ કરવામાં આવી રહી છે. સ્ક્રિનીંગ કરનારા 5 ડોકટરો પૈકી એક સમીર કુમાર સિંહાએ કહ્યું કે, જ્યારે અમે ઘટના સ્થળે પહોંચ્યા ત્યારે પોલીસ અધિકારીઓ ત્યાં હાજર હતા. અમે સૌ પ્રથમ ગ્રાઉન્ડ ફ્લોરને સ્વચ્છ કર્યો.
આ દરમિયાન પહેલા માળે લોકોને સ્ક્રીનીંગ કરવામાં આવી રહી હતી. બે પોલીસ અધિકારીઓ જુદા જુદા રૂમમાં લોકો પર નજર રાખી રહ્યા હતા. પરંતુ તેમની વચ્ચે કોરોનાના કોઈ લક્ષણો નહોતા.

Image source

ડોક્ટરે કહ્યું કે, અમને ખબર નથી કોને કોરોનાનો ચેપ છે કારણ કે અમે રૂમમાં દરેક વ્યક્તિને શોધી રહ્યા છીએ અને તેને સ્કેન કરી રહ્યા છીએ. પોલીસ અધિકારીઓને પણ આની જાણકારી નહોતી. તેથી તેઓ દરેક રૂમમાં પણ નજર રાખી રહ્યા હતા.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.