વાસ્તુ શાસ્ત્ર અનુસાર પ્રકૃતિમાં ત્રણ પ્રકારના બ્ર્હ્માડીય ઉર્જાનો સમાવેશ થાય છે.જેમાં સત્વ, રજસ અને તમસ. આપણી આજુબાજુ જે કંઇ પણ છે તે ત્રણેયની અભિવ્યક્તિ છે. પ્રત્યેક જીવ અને સ્થાનમાં આ ત્રણેય ઉર્જા વધુ-ઓછા પ્રમાણમાં હોય છે. ચાર દિશા ઉત્તર, દક્ષીણ, પૂર્વ, પશ્ચિમજયારે ચાર ખૂણા ઈશાન,આગ્રેય, નૈઋત્ય અને વાયવ્યનો સમાવેશ થાય છે.

મનુષ્યને પ્રભાવિત કરતી ઉર્જા
બધી દિશા અને ખૂણામાં સત્વ,રજસ,એ તમસ ઉર્જાનો પ્રભાવ અલગ-અલગ હોય છે. આ ત્રણેય ગુણ એકબીજા પર નિર્ભય છે. પૃથ્વી પર ગુણ તમ જો વાસ્તુમાં નૈઋત્યમાં અગ્નિ અને વાયુ તત્વોનો ગન રજસ હોય છે. જો નિરંતર પૃથ્વી અને માનવ જીવનને પ્રભાવિત કરે છે. પરંતુ સાચું તો એ છે કે,પ્રત્યેક વ્યક્તિ ત્રણેય પ્રાકૃતિક ઉર્જાઓ પર નિર્ભર કરે છે.
આ માત્રા અનુસાર અલગ-અલગ ઢંગથી વ્યહાર કરવામાં આવે છે. જો તમે ખુશ પ્રાંજલ અને બૌદ્ધિક હોય હોય તેનો અર્થ એમ છે કે, તમે સત્વ ઉર્જાથી પ્રભાવિત છો. રજસના સાનિધ્યમાં સક્રિય,ભાવુક,અને અસ્થિર હોય છે. તમસ ઉર્જા હાવી થવાને કારણે અકર્મણ્ય, સુસ્ત ને નિરુત્સાહી અને નીદમગ્ન હોય છે.

સાત્વીકે સત્વ ઉર્જા
સત્વ ઉર્જા એવી શક્તિ છે કે, જે સ્થિરતા,મૂલ્યવતા અને સકારાત્મકતાથી જોડાયેલી છે. પૂર્વ અને ઉત્તર દિશામના વચ્ચેના ક્ષેત્રમાં સત્વ ઉર્જાના પ્રભાવમાં હોય છે.તેથી શુભ કાર્ટી કરતા સમયે હંમેશા મોઢું ઉત્તર અને પૂર્વ દિશા તરફ રાખવું જોઈએ. આ કરવાથી કાર્યમાં સફળતા મળે છે.પ્લોટ,ભવન અથવા રૂમમાં ઉત્તર-પૂર્વ એટલે કે ઈશાન ખૂણામાં સત્વ ઉર્જા નો પ્રભાવ વધારે હોય છે. ઈશાન ખૂણા સાત્વિક હોવાને કારણે તે સૌથી વધુ પૂજનીય છે.

ગતિશીલ બનાવે છે રજસ
રજસ ઉર્જા સત્વ અને તમસની વચ્ચેની શક્તિ છે.જે સક્રિયતા, પરિવર્તન અને ગતિશીલતા પ્રદાન કરે છે. વાસ્તુમાં પૂર્વ થી દક્ષિણ અને ઉત્તરથી પશ્ચિમ બે ક્ષેત્રો ઉર્જાથી સમપન્ન હોય છે.પરંતુ દક્ષિણ-પૂર્વ અને ઉત્તર-પશ્ચિમ ખૂણામાં રજસ ઉર્જાનો પ્રભાવ વધારે હોય છે.આ બન્ને ક્ષેત્રમાં જમવાનું બનાવવાનું, જમવાનું અને વાર્તાલાપ કરવા જેવી ગતિવિધિઓ માટે ઉતમ છે.

તામસિક હોય છે તામસ
તામસ શક્તિ મૂલ્યો અને આદર્શોને નાશ કરે છે.અને નકારાત્મક ઉર્જાઓને જોડી રાખે છે.ભવનના દક્ષિણથી પશ્ચિમ સુધી તમસ ઉર્જાના પ્રભાવમાં રહે છે.પરંતુ દક્ષિણ અને પશ્ચિમ દિશામાં આ પ્રભાવ વધી જાય છે.

તેથી આ ખૂણાને તામસિક ક્ષેત્ર માનવામાં આવે છે. ભોજન અને શુભ કાર્ય કરતી વખતે પશ્ચિમમાં મોઢું રાખીને ના બેસી શકાય.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks