જીવનશૈલી હેલ્થ

જો તમે પણ પેટની ચરબીથી પરેશાન છો તો જાણો પેટની ચરબી ઘટાડવાના 10 ઘરગથ્થુ ઉપચાર…

આજકાલ લોકો એક સમસ્યાથી વધારે પીડાય છે. જે છે પેટની વધતી ચરબી. પેટની ચરબી ઘણા બધા કારણોસર થાય છે. જેમકે બેઠાડું જીવન જીવતા, ફાસ્ટ ફૂડ ખાતા, વગેરે કારણો હોઈ શકે છે. હવે પેટની ચરબી ઘટાડવા માટે આ 10 ઉપાય કરો. તમને અવશ્ય સારું પરિણામ પ્રાપ્ત થશે.

Image Source

1) લીંબુ

સવારે વહેલા ઉઠીને થોડા ગરમ પાણીમાં બે ચમચી મધ અને લીંબુનો રસ નાખીને પીવાથી પેટની ચરબી ઓછી થશે કારણ કે તેમાં મેટાબોલિઝમ વધારે હોવાથી જલ્દી ફેટ ઓછું થશે.

2) આદુ

આદુના ઝીણા ઝીણા કટકા કરીને તેમાં પાણીમાં નાખીને ગરમ કરો દસ મિનિટ પછી. તે પાણીને ગાળી દો. અને ચાની જગ્યાએ પીવો તેના કારણે પેટ ઓછું થશે.

3) લસણ

લસણથી પણ પેટની ચરબી ઓછી હશે રોજ બે કળી લસણ ખાવાથી પેટની ચરબી ઓછી થશે તેમ જ એક ગ્લાસમાં પાણીમાં લીંબુનો રસ નાખી સવારે વહેલા તેનું સેવન કરવાથી પેટની વધારાની ચરબી ઓછી થશે.

Image Source

4) મીઠો લીમડો

મીઠા લીમડાથી પેટની ચરબી ઓછી થશે તેમ જ આ વસ્તુ આસાનીથી મળી આવશે તો સવારે ખાલી પેટે ચારથી પાંચ મીઠો લીમડો ખાવાથી તમારી પેટની ચરબી ઓછી થશે.

5) સફરજન

સફરજનમાં ફાઇબર ઉચ્ચ માત્રામાં જોવા મળે છે તેમ જ તેમાં ફીટોસ્ટોલ, flavonoids, તેમજ બીટા-કેરોટિન જેવા તત્વો આવેલા છે. જે પેટની ચરબીને ઓછું કરે છે. એટલા માટે રોજ સફરજનનો સેવન કરવાથી પેટની ચરબી ઓછી થશે. અને તમારી સ્કિન ચમકદાર બનશે.

6) દુધી

દૂધીના સલાડ રૂપે અથવા તો દૂધીનો રસ પીવાથી પેટની વધારાની ચરબી દૂર થશે.

7) એલોવેરા

એલોવેરાનું સેવન મેટાબોલિઝમને ઠીક રાખે છે. આપણા શરીરમાં રહેલા ફેટને વધવા નથી દેતી. રોજ બે ચમચી એલોવેરા જ્યુસની અંદર જીરૂ પાવડર નાખી થોડા ગરમ પાણીમાં મિક્સ કરીને પીવાથી પેટની ચરબી ઓછી થશે.

8) ગ્રીન ટી

દિવસભરમાં એકથી બે વાર ગ્રીન ટી પીવાથી પેટમાં રહેલી ચરબી ઓછી થશે કારણ કે ત્યાં આપણા શરીરમાં રહેલા મેટાબોલિઝમને વધવા દેતું નથી અને ફેટ ઓછું કરે છે.

9) બદામ

બદામ આપણા શરીરમાં રહેલી ચરબીને તો ઓછું કરે છે સાથે સાથે આપણા દિમાગને પણ તેજ રાખે છે. રોજ રાત્રે ચારથી પાંચ બદામ પાણીમાં રાખીને સવારે તેનાં ફોતરાં કાઢીને બદામ ખાવાથી આપણા શરીરમાં રહેલી ચરબી ઓછી થશે કારણ કે બદામમાં ઓમેગા થ્રી ફેટી એસિડ આવેલા છે જે આપણી ચરબીને ઓછી કરે છે.

10) પાણી

પાણી પીવો એક સારી આદત છે. પરંતુ શું ખાતા સમય તમે પાણી પીશો તો તમારા શરીરનો મોટાપો વધશે. કારણ કે તેની સીધી અસર તમારી પાચનશક્તિ પર પડે છે. એટલા માટે હંમેશા પાણી જમ્યાના એક કલાક પહેલા પીવવુ. તેમજ જમ્યા પછી એક કલાક પછી પાણી પીવવુ.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks