જ્યોતિષ શાસ્ત્ર

આ જગ્યા પર મોરનું પીછું રાખવાથી થાય છે ધનની વર્ષા, તમે પણ અજમાવી જુઓ આ ઉપાય

સામાન્ય રીતે મોરપંખનું નામ સાંભળતા જ આપણને કૃષ્ણ ભગવાન યાદ આવી જાય છે. કૃષ્ણ ભગવાનના માથા પર હંમેશા મોરપંખ શોભતું હોય છે. મોરપંખ ભગવાન કૃષ્ણની શોભા તો વધારે જ છે પરંતુ બીજા અનેક ફાયદા પણ આપે છે. પૌરાણિક સમયમાં મોરપંખથી મોટા-મોટા ગ્રંથની સ્થાપના કરવામાં આવતી હતી.

Image Source

જ્યોતિષશાસ્ત્રમાં મોરના પીંછાનું ખુબ મહત્વ છે. તેને નવગ્રહનું પ્રતીક પણ માનવામાં આવે છે,જેને લીધે તેનાથી કુંડળીના ઘણા દોષ દૂર થાવાની સાથે સાથે વાસ્તુદોષ પણ દૂર થઇ જાય છે.એવી માન્યતા છે કે મોરના પીંછા તમારી આસપાસ રહેવાથી નકારાત્મક શક્તિઓનો પ્રભાવ ઓછો થઇ જાય છે.આજે અમે તમને જણાવીશું કે મોરના પીંછા કેવી રીતે લાભદાયી છે અને તેનાથી કેવી રીતે જીવનમાં સકારાત્મક બદલાવ લાવી શકાય છે.

આવો જાણીએ મોરપંખનું મહત્વ

જો તમને સંપત્તિથી સંબંધિત કોઇ સમસ્યા, અટકનું નામ, ધન અને યશને નુકસાન થઇ રહ્યું હોય તો આ મોરનું પીંછું તમારા માટે સાક્ષાત ઠાકુરજીનો પ્રસાદ છે. કોઈ પણ દિવસે રાધારાણીના મંદિરમાં જઇને ભગવાન કૃષ્ણના મુગટ પર મોરના પીંછાની સ્થાપના કરાવો અને તેની પ્રતિમાની પૂજા કરો. 40 દિવસ બાદ મોરનું પીંછું તમારા ઘરની તિજોરીમાં મૂકી દો. પછી જુઓ ચમત્કાર. તમારી તિજોરી ભરાવાની શરૂ થઇ જશે. આ ઉપાય કરવાથી તમારી તિજોરી ધનથી છલોછલ ભરાઈ જાશે.

Image Source

મોરના પીછાને ખુબજ શુકુનવંતુ માનવામાં આવે છે અને સાથે જ તમારી અનેક સમસ્યાઓનું પણ સમાધાન કરી શકે છે.
તમને દરેક સમયે શત્રુનો અહેસાસ થઇ રહ્યો હોય અથવા તો કોઇ શત્રુ તમને નુકસાન પહોંચાડી રહ્યો હોય તો મોરના પીંછા પર તમારા શત્રુનું નામ લખી દો અને ઠાકોરજીના મંદિરમાં આખી રાત મૂકી દો. સવારે ઉઠીને ન્હાયા વગર અને કોઇને કહ્યા વગર આ પીંછાને વહેતા પાણીમાં પધરાવી દો. જો પાણીમાં વહાવી ના શકો તો કોઇ ઝાડ નીચે દબાવી દો. આમ કરવાથી તમારો શત્રુ મિત્ર બની જશે. જે દરેક ડગલે તમારી મદદ કરવા માટે તૈયાર રહેશે. સાથે જ તમારી કુંડળીના દોષને પણ મોરનું પીછું દુર કરી શકે છે.

Image Source

કુંડળીમાં કાલ સર્પ દોષ કે પછી બીજા કોઇપણ પ્રકારનો દોષ હોય. મોરનું પીંછું આ તમામ દોષોને દૂર કરી દે છે. કુંડળીના દોષોને દૂર કરવા માટે રાત્રે તમારા તકિયા નીચે સાત મોરનાં પીંછા મૂકી દો. મોરના 11 પીંછાથી બનેલ પંખાને બેડરૂમની પશ્ચિમી દિવાલ પર લગાવો અને પછી દરરોજ એક વખત આ પંખાથી તમારી જાતે જ પવન નાંખો. આમ કરવાથી નસીબ તમને સાથ આપશે.

Image Source

વિદ્યાર્થીઓના રૂમ કે પુસ્તકોની વચ્ચે મોરના પીંછા રાખવાથી તેઓની સ્મરણ શક્તિ વધી જાય છે અને સાથે જ એકાગ્રતા પણ વધે છે.આ સિવાય શાસ્ત્રોમાં એ પણ કહેવામાં આવ્યું છે કે મંત્ર જપની માળાને હંમેશા મોરના પીંછાની વચ્ચે રાખવી જોઈએ.

Image Source

ખરાબ નજરથી બાળકોને બચાવવા માટે બાળકોને મોરપીંછ ચાંદીના તાવીજમાં પહેરાવો.જો તમારું બાળક રડ્યા જ કરે છે અને ખુબ ચિડિયું રહે છે તો પણ મોરના પીંછાથી આ સમસ્યા દૂર થઇ જાય છે.

Image Source

ગ્રહોના અશુભ પ્રભાવથી બચવા માટે મોરના પીંછા પર 21 વાર ગ્રહનો મંત્ર બોલીને તેના પર પાણી છાંટી દો અને તેને શ્રેષ્ઠ સ્થાન પર સ્થાપિત કરી દો. જેનાથી તમને લાભ થાશે, અને ગ્રહોની અશુભ સ્થિતિમાં પણ સુધાર આવશે.

Image Source

વાસ્તુશાસ્ત્રમાં ઘરના મુખ્ય દ્વાર પર તેનું ખુબ મહત્વ જણાવામાં આવ્યું છે.જેને લીધે હંમેશા ઘરના મુખ્ય દરવાજા પર સફાઈ રાખવાની સાથે જ જો તમે શ્રીગણેશજીની મૂર્તિની સાથે મોરનું પીંછુ રાખશો તો એવી માન્યતા છે કે તેનાથી ઘરના દરેક પ્રકારના વાસ્તુદોષ દૂર થઇ જાય છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.