પત્નીને ભણાવી ગણાવીને બનાવી SDM, અધિકારી બનતા જ અન્ય અધિકારી સાથે શરૂ કર્યું અફેર, હવે પતિએ લગાવ્યો હત્યાના ષડયંત્રનો આરોપ, જાણો સમગ્ર મામલો

પતિએ તેની પત્ની અને પ્રેમી પર લગાવ્યો જાનથી મારી નાખવાનો આરોપ તો પત્નીએ પણ આરોપ લગાવતા કહ્યું, “50 લાખ અને ઘર માંગે છે.”, જુઓ સમગ્ર મામલો

PCS Jyoti Maurya Husband Alok Maurya : પતિ પત્ની અને વોની ઘટનાઓ દેશભરમાંથી સતત સામે આવતી રહેતી હોય છે. ત્યારે જયારે ઘણા મોટા લોકોના આવા કિસ્સાઓ સામે આવે છે ત્યારે તેની ચર્ચા દેશભરમાં છવાઈ જતી હોય છે.  હાલ એવો જ એક મામલો સતત ચર્ચામાં છે. યુપીના બરેલીમાં ફરજ બજાવી રહેલી  મહિલા PCS અધિકારી જ્યોતિ મૌર્ય પર હત્યાનું કાવતરું ઘડવાના ગંભીર આરોપ લગાવ્યો છે. પંચાયતી રાજ વિભાગમાં કામ કરતા ચોથા વર્ગના કર્મચારી અને તેમના પતિ આલોક મૌર્યએ તેમની ઓફિસર પત્ની પર આ આરોપ લગાવ્યો છે.

આલોક મૌર્યએ તેની પત્ની અને તેના પ્રેમી પર હત્યાનું કાવતરું ઘડવાનો આરોપ લગાવ્યો છે. પીડિતાના પતિએ ધુમનગંજ પોલીસ સ્ટેશન ઉપરાંત હોમગાર્ડ હેડક્વાર્ટરમાં પણ ફરિયાદ નોંધાવી છે. પીડિત આલોક મૌર્યના જણાવ્યા અનુસાર, ફરિયાદ મળ્યા બાદ ડીજી હોમગાર્ડ વીકે મૌર્યએ પ્રયાગરાજના ડેપ્યુટી કમાન્ડન્ટ જનરલ સંતોષ કુમારને તપાસ સોંપી છે. જણાવી દઈએ કે 2015માં પીડિતાની પત્ની પીસીએસમાં સિલેક્ટ થઈ હતી અને ઘણા જિલ્લાઓમાં એસડીએમ રહ્યા બાદ હાલમાં તે બરેલીની સુગર મિલમાં જીએમ તરીકે પોસ્ટેડ છે.

જ્યોતિ મૌર્યના લગ્ન 10 વર્ષ પહેલા આલોક મૌર્ય સાથે થયા હતા. જ્યોતિ મૌર્યનો આરોપ છે કે આલોકે કહ્યું હતું કે તે ગ્રામ પંચાયત અધિકારી છે, પરંતુ તે સફાઈ કામદાર હતો. જે બાદ હવે હું આલોક મૌર્યથી છૂટાછેડા લઈ રહી છું. આલોક મૌર્યએ આરોપ લગાવ્યો છે કે તેની પત્ની જ્યોતિ તેની હત્યા કરાવવા માંગે છે. જેની ફરિયાદ તેણે પ્રયાગરાજના ધુમાનગંજ પોલીસ સ્ટેશનમાં કરી છે. બીજી તરફ જ્યોતિ મૌર્યએ પણ પ્રયાગરાજમાં પોતાના પતિ અને 4 સાસરિયાઓ વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે.

જ્યોતિ મૌર્યાએ આરોપ લગાવ્યો કે તેના પતિએ તેનું વોટ્સએપ હેક કર્યું અને પછી તેની ચેટ વાયરલ કરી. જ્યોતિ મૌર્યાએ આરોપ લગાવ્યો છે કે તેનો પતિ તેની પાસેથી 50 લાખ રૂપિયા અને ઘરની માંગ કરી રહ્યો છે. બીજી તરફ, પતિ આલોકે આરોપ લગાવ્યો છે કે તેની પત્નીને હોમગાર્ડના કમાન્ડન્ટ સાથે અફેર છે અને બંને મળીને તેને જાનથી મારી નાખવાની ધમકી આપી રહ્યા છે.

આલોકે આરોપ લગાવ્યો, “એક અઠવાડિયા પહેલા મને એક ફોન આવ્યો હતો અને કહેવામાં આવ્યું હતું કે સ્વેચ્છાએ છૂટાછેડા લો નહીં તો મારી નાખવામાં આવશે. તે દરરોજ મને 376માં ફસાવી દેવાની ધમકી આપે છે. પત્નીએ ધુમાનગંજ પોલીસ સ્ટેશનમાં દહેજનો ખોટો કેસ નોંધાવ્યો છે. તેઓએ 376 લાદવાની ધમકી પણ આપી હતી.”

Niraj Patel