પઠાણ પર હજી પણ વિવાદ જારી, હિંદુ સંગઠનો બાદ હવે મુસ્લિમ સંગઠનોએ પણ ઉઠાવ્યો વાંધો, કરી બેનની માંગ

‘પઠાણ’ સામે હવે મુસ્લિમ સંગઠનોને પણ વાંધો, “નહિ થવા દઇએ રીલિઝ”

બોલિવુડના કિંગ ખાન શાહરૂખ ખાન અને મસ્તાની દીપિકા પાદુકોણ તેમની અપકમિંગ ફિલ્મ પઠાણને લઇને આ દિવસોમાં ઘણા ચર્ચામાં છે. હાલમાં જ કેટલાક દિવસ પહેલા આ ફિલ્મનું પહેલુ ગીત બેશરમ રંગ રીલિઝ થયુ છે. તે બાદ આ ગીતને કારણે ફિલ્મ વિવાદોમાં ફસાયેલી જોવા મળી રહી છે. ફિલ્મના ગીત બેશરમ રંગને લઇને ભાજપા નેતા અને હિંદુ સંગઠન વિરોધ જતાવી રહ્યા છે. ત્યાં હવે હિંદુ સંગઠન બાદ મુસ્લિમ સમુદાયે પણ આ ફિલ્મને લઇને આપત્તિ જતાવી છે. મધ્યપ્રદેશના ઉલેમા બોર્ડના અધ્યક્ષ સૈયદ અનસ અલીએ કહ્યુ કે, આ ફિલ્મથી મુસ્લિમ સમુદાયની ભાવનાઓ આહત થઇ છે.

સૈયદ અનસ અલીએ એક ઇન્ટરવ્યુમાં વાત કરતા કહ્યુ કે, અમે ફિલ્મ પઠાનને રીલિઝ નહિ થવા દઇએ. આને મધ્યપ્રદેશ જ નહિ પૂરા ભારતમાં રીલિઝ નહિ થવા દઇએ. મુસ્લિમ સમુદાયમાં પઠાણો ખૂબ જ આદરણીય માનવામાં આવે છે. આ ફિલ્મના કારણે સમગ્ર મુસ્લિમ સમાજની બદનામી થઈ છે. ફિલ્મનું નામ પઠાણ છે અને મહિલાઓ અશ્લીલ ડાન્સ કરી રહી છે. ફિલ્મમાં પઠાણ સમુદાયને ખોટી રીતે દર્શાવવામાં આવ્યો છે. મેકર્સે ફિલ્મનું નામ બદલવું જોઈએ અને શાહરૂખ ખાને તેના પાત્રનું નામ બદલવું જોઈએ. અમે એફઆઈઆર દાખલ કરીશું.

સેન્સર બોર્ડનો સંપર્ક કરવાનો પ્રયાસ કરીશું અને ફિલ્મની રિલીઝ રોકવા માટે તમામ પ્રયાસ કરવામાં આવશે. ઓલ ઈન્ડિયા મુસ્લિમ ફેસ્ટિવલ કમિટીના પ્રમુખ પીરઝાદા ખુર્રમ મિયાં ચિશ્તીએ કહ્યું કે આ ફિલ્મમાં મુસ્લિમોની ભાવનાઓને ભડકાવવામાં આવી છે. તેમને 24 કલાકની અંદર 400 થી વધુ કોલ આવ્યા અને તેમને કહેવામાં આવ્યું કે આ ફિલ્મ મુસ્લિમો વિરુદ્ધ છે. તેમણે ‘દૈનિક ભાસ્કર’ સાથેની વાતચીતમાં જણાવ્યું કે બિહાર, ઉત્તર પ્રદેશ, કર્ણાટક અને તેલંગાણામાંથી તેમને સૌથી વધુ કોલ આવ્યા છે.

કોઈને પણ મુસ્લિમ ધર્મને બદનામ કરવાની મંજૂરી નથી, પછી તે શાહરૂખ ખાન હોય કે અન્ય કોઈ ખાન. તેમણે ‘પઠાણ’ સામે પોતાનો વિરોધ નોંધાવ્યો અને કહ્યુ કે, જો આ પછી પણ ફિલ્મ રિલીઝ થશે તો તે તેની વિરુદ્ધ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ અને રાજ્યપાલ સુધી પહોંચશે. ‘પઠાણ’માં ઇસ્લામના કાયદા અને નિયમોની મજાક ઉડાવવામાં આવી છે અને આને બિલકુલ સ્વીકારી શકાય નહીં.શાહરૂખ ખાન ફિલ્મ ‘પઠાણ’માં પાંચ વર્ષ બાદ લીડ એક્ટર તરીકે મોટા પડદા પર વાપસી કરી કરી રહ્યો છે.

આ પહેલા તે વર્ષ 2018માં રિલીઝ થયેલી ફિલ્મ ‘ઝીરો’માં જોવા મળ્યો હતો. જો કે, આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ઊંધા માથે પછડાઇ હતી. શાહરૂખ અને દીપિકા સિવાય જોન અબ્રાહમ પણ સિદ્ધાર્થ આનંદ દ્વારા નિર્દેશિત ફિલ્મ ‘પઠાણ’માં જોવા મળશે. આ ફિલ્મ 25 જાન્યુઆરી 2023ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે.

Shah Jina