બોલિવુડની સૌથી મોટી ફિલ્મ બની શાહરૂખ ખાનની ‘પઠાણ’, આમિર ખાનની દંગલને પણ પછાડી દીધી, હવે રોકીભાઇની KGF 2…

‘પઠાણ’એ બોક્સઓફિસના ‘દંગલ’માં આમિર ખાનને આપી માત, બોલિવુડની સૌથી મોટી હિટ, 11 દિવસમાં કમાયા આટલા કરોડ

હિંદી ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટે ગયુ વર્ષ ઘણુ ખરાબ રહ્યુ. મોટા સ્ટાર અને બિગ બજેટ ફિલ્મો બોક્સ ઓફિસ પર ઊંધા માથે પછડાઇ. તો ઘણા મોટા ફિલ્મ નિર્માતાઓ ઓટીટી તરફ વળ્યા. પણ શાહરૂખ ખાન, દીપિકા પાદુકોણ અને જોન અબ્રાહમ સ્ટારર ફિલ્મ પઠાણે પૂરો માહોલ જ બદલી દીધો. પઠાણની હુંકારે હિંદી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ફરીથી જીવ ફૂંકી દીધો. પઠાણે કમાણીના મામલે નવો ઇતિહાસ રચ્યો છે.

પઠાણે આમિર ખાનની બ્લોકબસ્ટર ફિલ્મ દંગલને બોક્સ ઓફિસ કલેક્શન મામલે પાછળ છોડી દીધી છે. હવે પઠાણ સૌથી વધુ કલેક્શન કરનાર હિંદી ફિલ્મ બની ગઇ છે. ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શ અનુસાર, પઠાણે શનિવારે 4 ફેબ્રુઆરીએ લગભગ 22.5 કરોડનો બિઝનેસ કર્યો હતો. જેને કારણે હિંદી વર્ઝને 387 કરોડ જેટલા રૂપિયાનું કલેક્શન કર્યુ. જો તમિલ અને તેલુગુ વર્ઝનને પણ જોડી લઇએ તો પઠાણની ભારતમાં કુલ કમાણી 400 કરોડથી વધુ છે.

આ રીતે પઠાણે દંગલના 387 કરોડ રૂપિયાનો રેકોર્ડ તોડી દીધો છે. શાહરૂખની ફિલ્મ બોલિવુડની સૌથી મોટી બ્લોકબસ્ટર બનીને ઉભરી છે. હવે તે KGF 2 અને બાહુબલી 2નો રેકોર્ડ તોડવા તરફ આગળ વધી રહી છે. ઉમ્મીદ છે કે આગળના પાંચેક દિવસમાં તે KGF 2નો રેકોર્ડ તોડી દેશે. જો પઠાણનો જલવો બરકરાર રહ્યો તો બાહુબલી 2 (હિંદી વર્ઝન)ના 511 કરોડ રૂપિયાના રેકોર્ડને ટક્કર આપશે. ફિલ્મે વિદેશમાં પણ સારી કમાણી કરી છે.

યશરાજ ફિલ્મ્સ અનુસાર, 25 જાન્યુઆરીએ રીલિઝ થયેલ પઠાણનું દુનિયાભરમાં કલેક્શન 780 કરોડ રૂપિયાથી વધુ છે. આ ફિલ્મના ગીત પણ ઘણા ચર્ચામાં રહ્યા છે. જણાવી દઇએ કે, શાહરૂખ છેલ્લે અનુષ્કા શર્મા સાથે ફિલ્મ ઝીરોમાં જોવા મળ્યો હતો. જો કે,આ ફિલ્મ બોક્સઓફિસ પર કંઇ કમાલ નહોતી બતાવી શકી. ત્યાં અપકમિંગ ફિલ્મની વાત કરીએ તો પઠાણ બાદ શાહરૂખ જવાનમાં જોવા મળશે, જેનું પોસ્ટર પણ રીલિઝ થઇ ચૂક્યુ છે.

Shah Jina