ઇન્ડસ્ટ્રીમાં આજે સફળતાની ઉડાન ભરી રહેલ ઘણી અભિનેત્રીઓ એવી છે જેઓ કાસ્ટિંગ કાઉચના ખરાબ અનુભવથી ગુજરી ચૂકી છે. આમાંની એક અભિનેત્રી છે જે આજે ખૂબ જ જાણિતુ નામ બની ગઇ છે. આ અભિનેત્રી બીજુ કોઇ નહિ પણ બિગબોસ ફેમ જાસ્મિન ભસીન છે. બિગબોસ બાદથી જાસ્મીનની પોપ્યુલારિટી ખૂબ જ વધી ગઇ છે. પણ જ્યારે તે ઇન્ડસ્ટ્રીમાં નવી હતી ત્યારે તેને પણ કાસ્ટિગ કાઉચના ખરાબ અનુભવથી ગુજરવું પડ્યુ હતુ.
જેનો ઉલ્લેખ તેણે એક ઇન્ટરવ્યુમાં કેટલાક વર્ષો પહેલા કર્યો હતો. ટીવી અભિનેત્રી જાસ્મિન ભસીને તેના શાનદાર અભિનય અને તેની ચુલબુલી સ્ટાઇલથી લોકો વચ્ચે જબરદસ્ત ઓળ બનાવી છે. પણ તેના જીવનમાં એક એવો સમય પણ આવ્યો કે જ્યારે તેને ઘણી સમસ્યાઓમાંથી નીકળવું પડ્યુ. જાસ્મિન જ્યારે મોડલિંગ કરતી હતી ત્યારે તેને એક સારા મોકાની શોધ હતી કારણ કે તે અભિનેત્રી બની શકે. આ દરમિયાન તે ઘણા ઓડિશન આપવા પણ જતી હતી.
પણ તેની લાઇફનો એક ઓડિશન એક્સપીરિયંસ ઘણો ખરાબ રહ્યો હતો. આ વાત 2018ની છે. જાસ્મિન જ્યારે મોડલ હતી તો તે દિવસોમાં તે એક કાસ્ટિંગ ડાયક્ટરને મળી. મીટિંગ ફિક્સ હોવાને કારણે તે મળવા ગઇ હતી. જ્યારે ડાયરેક્ટરે જાસ્મિન સાથે વાતચીત શરૂ કરી તો ડાયરેક્ટરના બોલવાની રીત તેને ખોટી લાગી રહી હતી. તેણે આગળ કહ્યુ કે, સૌથી પહેલો સવાલ એ હતો કે એક અભિનેત્રી બનવા માટે કેટલી હદ સુધી જઇ શકે છે અને એક અભિનેત્રી બનવા તે શું કરશે ?
આ સાથે જાસ્મિનને ડાયરેક્ટરે કહ્યુ કે તે શહેર અને તેના ઘરને છોડી અહીં સંઘર્ષ કર્યા બાદ શું કરી શકે છે. આ દરમિયાન જાસ્મિનને અહેસાસ થયો કે તે પૂછવામાં આવી રહેલા સવાલને જ નહોતી સમજી રહી. તે બાદ ડાયરેક્ટરે જાસ્મિનને તેના કપડા ઉતારવા માટે કહ્યુ કારણ કે તેઓ જાણવા માગતા હતા કે જાસ્મિન બિકીમાં કેવી લાગે છે. ડાયરેક્ટરે કહ્યુ કે, તે જાસ્મિનને બિકીમાં જોવા માગે છે.
તે ઇચ્છતા હતા કે બિકીમાં જાસ્મિન પોતાને ફ્લોન્ટ કરે પણ જાસ્મિન જલ્દી જ તેના ઇરાદા સમજી ગઇ અને હિંમત બતાવતા ઇન્ટરવ્યુ ત્યાં જ વચ્ચે છોડી ઊભી થઇ ગઇ. પોતાની મહેનત પર જાસ્મિનને વિશ્વાસ રહ્યો અને પછી તેને કલર્સનો બેસ્ટ શો મળ્યો જે બાદ તે ઘરે ઘરે છવાઇ ગઇ.. તે બાદ તે બિગબોસમાં આવી અને તેનાથી તેની પોપ્યુલારિટી સાતમા આસમાન સુધી વધી.