રાકેશ બાપટ સાથે બ્રેકઅપ બાદ આમિર અલીની બાહોમાં નજર આવી શિલ્પા શેટ્ટીની બહેન, કિસ કરતો વીડિયો આવ્યો સામે

શિલ્પા શેટ્ટીની બહેન શમિતા શેટ્ટી એકવાર ફરી ચર્ચામાં આવી છે. અભિનેત્રી અવાર નવાર કોઇના કોઇ પાર્ટી કે ઇવેન્ટમાં સ્પોટ થતી હોય છે પણ આ વખતે તેની એક પાર્ટી લાઇમલાઇટમાં આવી ગઇ. બિગબોસ 15 ફેમ શમિતા શેટ્ટી હાલમાં જ તેના નજીકના મિત્ર અને અભિનેતા આમિર અલી સાથે જોવા મળી હતી. શમિતા અને આમિરની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યા છે, જે ખૂબ વાયરલ થઇ રહ્યા છે.

એક વીડિયોમાં આમિર શમિતાના ગાલ પર કિસ કરતો જોઈ શકાય છે અને આના કારણે ઈન્ટરનેટ પર તે બંનેના ડેટિંગની અફવાઓ ફેલાઈ છે. જ્યારથી શમિતા અને આમિરનો આ વીડિયો સામે આવ્યો છે ત્યારથી સોશિયલ મીડિયા પર બંનેને લઈને ખળભળાટ મચી ગયો છે અને બધે જ એક જ ચર્ચા ચાલી રહી છે કે રાકેશ બાપટ સાથે બ્રેકઅપ બાદ હવે શમિતા આમિર અલીને ડેટ કરી રહી છે.

શમિતા અને આમિરનો જે વીડિયો સામે આવ્યો છે, તેમાં અભિનેત્રી પાર્ટીમાંથી બહાર આવી પેપરાજીને પોઝ આપી રહી હતી અને અચાનક આમિર અલીએ તેને પોતાની બાહોમાં પકડી લીધી.આમિરે શમિતાને મીડિયાના કેમેરામાંથી બહાર કાઢી અને તેને તેની કાર સુધી લઈ ગયો. આટલું જ નહીં, અભિનેતાએ શમિતાને ગાલ પર ગુડબાય કિસ પણ આપી. આમિરને અચાનક જોઈને અભિનેત્રી પણ થોડી ડરી ગઈ,

પરંતુ તેના ચહેરા પરનું સ્મિત જળવાઈ રહ્યું. શમિતા અને આમિરના આ વીડિયો પર ફેન્સની ઘણી વિચિત્ર પ્રતિક્રિયાઓ જોવા મળી હતી. શમિતાનો આ વીડિયો આશિષ ચૌધરીની વેડિંગ એનિવર્સરી પાર્ટીનો છે. બાંદ્રા સ્થિત આશિષના ઘરે પાર્ટી સેલિબ્રેટ કરવામાં આવી હતી. પાર્ટીમાં શમિતા સિવાય આમિર અલી, જેનિફર વિંગેટ અને ઘણા ટીવી સ્ટાર્સ જોવા મળ્યા હતા.

આ પાર્ટીની ઘણી તસવીરો પણ સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી હતી, પરંતુ શમિતાના વીડિયોએ તમામ લાઈમલાઈટ લૂંટી લીધી. યુઝર્સને શમિતા શેટ્ટી સાથે આમિરનું વર્તન થોડું વિચિત્ર લાગ્યું. ત્યારે હવે ડેટિંગની ખબરો પર શમિતા શેટ્ટીએ પ્રતિક્રિયા આપી છે. શમિતાએ આ અંગે એક ટ્વિટ કર્યું અને તેણે ઇન્સ્ટા સ્ટોરી પર પણ પોસ્ટ શેર કરી. શમિતાએ લખ્યું, ‘હું સમાજ અને તેની માનસિકતાથી પરેશાન છું.

શા માટે દરેક કામ અને દરેક માણસ કોઈપણ વાસ્તવિકતા તપાસ્યા વિના નિર્ણયો લે છે ? નેટિજન્સની સંકુચિત વિચારધારાઓની બહાર પણ શક્યતાઓ છે.’ એટલું જ નહીં, તેણે આગળ કહ્યું, ‘હવે સમય આવી ગયો છે કે આપણે આ વિશે મન ખોલીએ! સિંગલ અને ખુશ.. આ દેશના વધુ મહત્વના મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરીએ. કામની વાત કરીએ તો શમિતા ઘણા સમયથી સ્ક્રીન પરથી ગાયબ છે. પરંતુ હાલમાં જ તેની નવી ફિલ્મ ‘The Tenant’નું ટ્રેલર આવ્યું છે.

આ ટ્રેલર જોઈને સ્પષ્ટપણે જાણી શકાય છે કે અભિનેત્રી ફરી એકવાર એક્ટિંગની દુનિયામાં કમબેક કરવાની તૈયારી કરી રહી છે. ફિલ્મ ‘The Tenant’ 10 ફેબ્રુઆરીએ સિનેમાઘરોમાં રિલીઝ થશે. આ પહેલા શમિતા ‘બિગ બોસ’માં જોવા મળી હતી, જ્યાંથી તેના અને રાકેશ બાપટના સંબંધોની શરૂઆત થઈ હતી. તેમની લવ-સ્ટોરી આગળ વધી રહી હતી કે થોડા સમય પછી બંને અલગ થઈ ગયા.

 

View this post on Instagram

 

A post shared by Instant Bollywood (@instantbollywood)

Shah Jina