મનોરંજન

સિદ્ધાર્થ અને કિયારાના લગ્નમાં રંગમાં પડ્યો ભંગ, દુલ્હે રાજાના પિતાની સંગીત સેરેમનીમાં બગડી હતી તબિયત- જાણો સમગ્ર મામલો

વર્ષ 2018માં શરૂ થયેલી સિદ્ધાર્થ અને કિયારાની લવ સ્ટોરી હવે તેના અંજામ પર છે. બંનેએ સાત જન્મો સુધી સાથે રહેવાનો નિર્ણય કર્યો અને તેમના નિર્ણયને પરિવારે પણ રજામંદી આપી. ખબર છે કે લગ્નની રસ્મ શાહી અંદાજમાં થઇ, જેની ઝલક હાલ તો બહાર નથી આવી પણ કેટલીક ખબરો જરૂરથી બહાર આવી રહી છે. સોમવારના રોજ લગ્નના રંગમાં ભંગ પડ્યો હતો. જ્યારે સિદ્ધાર્થ મલ્હોત્રાના પિતા સુનીલ મલ્હોત્રા સંગીત દરમિયાન અચાનક બીમાર પડી ગયા હતા. જો કે આ વિશે કોઈ સત્તાવાર માહિતી બહાર નથી આવી.

પણ કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવી રહ્યું છે કે સંગીત દરમિયાન તેમની તબિયત અચાનક બગડી ગઈ હતી. જ્યારે સિદ્ધાર્થના પિતાની તબિયત બગડી ત્યારે સંગીત સેરેમની ચાલી રહી હતી. તેમને ઉલ્ટી થઈ જેના કારણે પરિવારના તમામ સભ્યો ગભરાઈ ગયા અને મહેમાનોમાં થોડી મૂંઝવણ ફેલાઈ ગઈ. જે બાદ ડોક્ટરને બોલાવવામાં આવ્યા. સિદ્ધાર્થના પિતાને રૂમમાં લઈ જવામાં આવ્યા અને તેમને આરામ કરવાની સલાહ આપી. જો કે, એવું કહેવામાં આવી રહ્યું છે કે આરામ કર્યા પછી, તેમની તબિયતમાં સુધારો થયો અને તેથી તેઓ પરિવારના બાકીના સભ્યો સાથે ફરીથી સંગીત સેરેમનીમાં પહોંચ્યા હતા.

મોડી રાત સુધી સંગીત ચાલ્યુ હતું. એવું કહેવામાં આવી રહ્યું છે કે સિદ્ધાર્થ અને કિયારા દિલ્હી અને મુંબઈમાં કોઈ રિસેપ્શન કરવાના નથી. તેના બદલે આજે રાત્રે જેસલમેરના સૂર્યગઢ પેલેસમાં લગ્નનું રિસેપ્શન યોજાશે. જેમાં લગ્નમાં હાજર રહેલા મહેમાનો સિવાય બોલિવૂડના અન્ય સેલેબ્સ પણ પહોંચે તેવી શક્યતા છે. કહેવામાં આવી રહ્યું છે કે સલમાન ખાન, શાહરૂખ ખાન, કાજોલ અને અજય દેવગન પણ આ રિસેપ્શનનો ભાગ બની શકે છે. પહેલા એવા સમાચાર હતા કે પહેલા દિલ્હીમાં રિસેપ્શન યોજાશે અને ત્યાર બાદ મુંબઈમાં બોલિવૂડ માટે એક ભવ્ય પાર્ટીનું આયોજન કરવામાં આવશે,

જેમાં તે તમામ લોકોને આમંત્રણ આપવામાં આવશે જેઓ આ લગ્નનો ભાગ નથી બન્યા. ઉલ્લેખનીય છે કે, કિયારા-સિદ્ધાર્થના વેડિંગ ફંક્શનમાં 5 અને 6 ફેબ્રુઆરીએ મહેંદી, હલ્દી અને સંગીત થયા હતા. મહેમાન માટે ખાસ સ્વાગત પાર્ટીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કિયારા-સિદ્ધાર્થ બ્લેક થીમ પર બ્લેક શેરવાની અને ગાઉન પહેરીને પહોંચ્યા હતા, જ્યારે મ્યુઝિક પાર્ટીની સફેદ થીમ ડેકોરેશનથી લઈને આઉટફિટ સુધીની હતી. દિવ્ય ભાસ્કરના રીપોર્ટ અનુસાર, સંગીત નાઇટમાં મહેમાનને જેટસ્પ્રે સાથે દારૂ પીરસવામાં આવ્યો હતો.

સંગીત સેરેરમનીમાં કિયારા-સિદનું પરફોર્મન્સ સૌથી ખાસ હતું. બંનેએ તેમના ગીત રાંતાં લંબિયા પર ડાન્સ કર્યો હતો. કિયારા-સિદની લવ સ્ટોરી બાદ તેમની પહેલી ફિલ્મ શેરશાહ સાથે આવી હતી. બંનેએ મ્યુઝિક પાર્ટીમાં તેમના આ ખાસ ગીત પર પરફોર્મન્સ આપ્યું હતું. આ ઉપરાંત એવી પણ માહિતી છે કે બોલિવૂડ અને પંજાબી ગીતો પર મહેમાનોએ જોરદાર ડાન્સ કર્યો હતો. કિયારાના મિત્ર શાહિદ કપૂરે પત્ની મીરા રાજપૂત સાથે ફિલ્મ જબ વી મેટના ગીત નગાડા નગાડા પર ડાન્સ કર્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

મીરા પછી શાહિદ કપૂરે સોલો પરફોર્મન્સ પણ આપ્યું હતું. સાડી કે ફોલ સા કભી મેચ કિયા રે, કબીર સિંહના સાથ છોડુંગા ના તેરે પીછે આઉંગા ઉપરાંત પંજાબી ગીતો પર પરફોર્મ કર્યુ હતુ. જો કે, એવું પણ કહેવાય છે કે કરણ જોહર પણ ડાન્સ કર્યો હતો અને તેણે સ્ટુડન્ટ ઑફ ધ યરના હીત ડિસ્કો દીવાને પર મૂવ્સ બતાવ્યા હતા. પાર્ટીમાં ગેસ્ટને અલગ રીતે વાઇન પીરસવામાં આવી હતી. ડીજેના તાલે નાચતા મહેમાન માટે સ્ટેજ પાસે દારૂ ભરેલો ડ્રમ રાખવામાં આવ્યો હતો. ડ્રમ્સમાંથી પાઇપ દ્વારા પીણું આપવામાં આવ્યું હતું.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)