ગુજરાતી ફિલ્મોના સુપરસ્ટાર નરેશ કનોડિયાના દીકરા હિતુ કનોડિયાના અભિનેતા બનવાથી લઈને રાજકારણ સુધીની રોચક સફર, જુઓ કેવી છે લાઈફ સ્ટાઇલ

રાજકારણથી લઈને ફિલ્મો સુધી પોતાનું આગવું નામ બનાવી ચૂકેલા હિતુ કનોડિયા જીવે છે આવી લાઈફ-સ્ટાઇલ, પત્ની સાથેની તસવીરો જીતી લેશે દિલ

આજે ગુજરાતી ફિલ્મો વિશ્વ ફલક પર છવાયેલી છે. ઘણી બધી ગુજરાતી ફિલ્મો મોટા મોટા ઇતિહાસ પણ સર્જી શકી છે. ત્યારે ગુજરાતી કલાકારો પણ આજના સમયમાં ખુબ જ મોટું નામ ધરાવે છે. આજે અર્બન ગુજરાતી સિનેમાનો સમય ચાલી રહ્યો છે, પરંતુ પહેલાની ગુજરાતી ફિલ્મો પણ ખુબ જ દમદાર હતી અને તેમાં સૌથી મોટો સિંહ ફાળો નરેશ કનોડિયાનો પણ રહ્યો છે.

નરેશ કનોડિયા ગુજરાતી ફિલ્મોના સુપરસ્ટાર હતા. તેમણે એકથી એક શાનદાર ફિલ્મો આપી છે. ત્યારે આજે જયારે તે હયાત નથી ત્યારે તેમના સુપત્ર હિતુ કનોડિયા પણ તેમની રાહ પર આગળ ચાલી રહ્યા છે અને ગુજરાતી ફિલ્મોમાં હિતુ કનોડિયાએ પણ ખુબ જ મોટું નામ બનાવ્યું છે. ત્યારે આજે આપણે તેમના જીવન વિશેની કેટલીક રોચક વાતો જાણીશું.

હિતુ કનોડિયા માત્ર ફિલ્મોમાં જ નહિ રાજકારણમાં પણ ખુબ જ મોટું નામ ધરાવે છે. તેમનો જન્મ 21 ફેબ્રુઆરી 1970ના રોજ થયો હતો. હિતુ કનોડિયાએ બાળપણથી જ અભિનય ક્ષેત્રમાં ઝંપલાવ્યું અને બાળ કલાકાર તરીકે પણ ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. અત્યાર સુધી તેમને 100થી પણ વધારે ફિલ્મોમાં અભિનય કર્યો છે.

હિતુ કનોડિયાને પડદા પર જોવા પણ દર્શકોને ખુબ જ પસંદ હતા. ફિલ્મોમાં તેની જોડી અભિનેત્રી મોના થીબા સાથે વધુ ચર્ચિત હતી. તેમની કેમેસ્ટ્રી પણ ખુબ જ શાનદાર હતી. ફિલ્મોમાં જોવા મળેલી આ કેમેસ્ટ્રી તેમને જીવનમાં પણ અપનાવી અને વર્ષ 2014માં તેમને અભિનેત્રી મોના થીબા સાથે લગ્ન કર્યા.

હિતુ કનોડિયા અને મોના થીબા સ્ટાર કપલમાંથી એક છે. લગ્ન બાદ વર્ષ 2015માં તેમણે એક દીકરાનું સ્વાગત કર્યુ, જેનું નામ રાજવીર રાખ્યું છે. હિતુ કનોડિયાના ધર્મપત્ની મોના થીબાએ પણ ગુજરાતી ઉપરાંત હિન્દી અને ભોજપુરી ફિલ્મોમાં કામ કર્યું છે. લગ્ન બાદ તેમણે અભિનયને અલવિદા કહી દીધું અને એક શ્રેષ્ઠ પત્ની અને માતા તરીકે જીવન વિતાવી રહ્યા છે.

ઘણા પ્રસંગોએ હિતુ કનોડિયા અને મોના થીબા બંને સાથે પણ જોવા મળતા હોય છે. કોઈપણ પ્રસંગમાં આ કપલને સાથે જોતા જ તે લાઇમ લાઈટ પણ લૂંટી લેતા હોય છે. દર્શકો પણ તેમની જોડીને જોવાનું ખુબ જ પસંદ કરે છે અને તેમની તસવીરો આવતાની સાથે જ સોશિયલ મીડિયામાં વાયરલ પણ થઇ જાય છે.

હિતુ કનોડિયાએ અભિનેતા તરીકે ઘણા બધા એવોર્ડ પણ પોતાના નામે કર્યા છે. તેમને બાળપણમાં જ બેસ્ટ બાળ અભિનેતા તરીકે 1980-81માં “મેરુ માલણ”, 1982-83માં “જુગલ જોડી” અને 1985-16માં “ઉજળી મેરામણ” ફિલ્મો માટે એવોર્ડ મળી ચુક્યા છે. આ ઉપરાંત  “સાજન તને મારા સમ”માં તેમને શ્રેષ્ઠ અભિનેતાનો પણ એવોર્ડ એનાયત થયો હતો.

હિતુ કનોડિયાના પિતા નરેશ કનોડિયાએ ખુબ જ સંઘર્ષ કરીને પોતાનું જીવન વિતાવ્યું હતું અને પોતાની મહેનતથી તેઓ ખુબ જ સફળ બન્યા હતા. નરેશ કનોડિયા પણ રાજકારણ સાથે સંકળાયેલા જોવા મળ્યા હતા. તેમના ભાઈ મહેશ કનોડિયા પણ ઈન્ડસ્ટ્રીનું એક જાણીતું નામ બની ગયા હતા.

એક ઇન્ટરવ્યૂમાં નરેશ કનોડિયાએ કહ્યું હતું, “અમદાવાદમાં હું બુટપૉલિશ કરતો, એટલું જ નહીં ઘરે ઘરે જઈને કચરો વીણતો. સવારે લોકો દાતણ કરતા હોય અને જે દાતણમાંથી ઊલિયું બનાવતા એની ચીરીઓ વીણી લેતો અને પછી એને તડકામાં સૂકવતા અને તે ચૂલામાં નાખતા અને પછી ચા બનતી.” ઘણીવાર એવું અબ જોવા મળતું હોય છે કે કેટલાક અભિનેતાઓ રાજકારણમાં પ્રવેશે પછી અભિનયના કેરિયરને બરાબર ન્યાય આપી શકતા નથી. પરંતુ હિતુ કનોડિયાએ નેતા અને અભિનેતા બંને કિરદારને ખુબ જ ઉમદા રીતે નિભાવ્યા છે. તેમને રાજકારણની જવાદારી સંભાળીને પણ લોકોના દિલ જીત્યા અને પોતાના અભિનયથી પણ દર્શકોના દિલ પર રાજ કરે છે !

Niraj Patel