શું સંસ્કાર છે, નવી દુલ્હન કિયારા સિદ્ધાર્થ સાથે એરપોર્ટ પર વહેંચી મીઠાઇ, જુઓ ફોટા
સેલિબ્રિટી કપલ સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી 7 ફેબ્રુઆરીના રોજ રાજસ્થાનની જેસલમેરના સૂર્યગઢ પેલેસમાં એક ટ્રેડિશનલ વેડિંગ ફંક્શનમાં લગ્નના બંધનમાં બંધાયા હતા. ગ્રેન્ડ વેડિંગ બાદ ન્યુલી વેડ કપલ 8 ફેબ્રુઆરીએ જેસલમેરથી દિલ્લી પહોંચ્યુ. ત્યાં દુલ્હા-દુલ્હનનું સિદ્ધાર્થના પરિવાર દ્વારા ગ્રેન્ડ વેલકમ કરવામાં આવ્યુ હતુ.
દિલ્લી પહોંચ્યા બાદ ન્યુલી વેડ સિદ્ધાર્થ અને કિયારાએ મીડિયા સાથે પણ મુલાકાત કરી અને આ દરમિયાન કપલે પેપરાજીઓને લગ્નની મિઠાઇ પણ વહેંચી. કિયારા લગ્ન બાદ પહેલીવાર તેના સાસરે દિલ્લી પહોંચી છે અને આ દરમિયાન તેનું ભવ્ય સ્વાગ, પણ થયુ. આ જોડી દિલ્લી પહોંચતા જ ખૂબસુરત અંદાજમાં નજર આવી હતી. જેના કેટલાક વીડિયો સામે આવ્યા છે.
કપલે રેડ ટ્રેડિશનલ લુકમાં ટ્વિનિંગ કર્યુ હતુ. કિયારાએ રેડ સુટ સાથે માંગમાં સિંદૂર અને ગળામાં મંગળસૂત્ર કેરી કર્યુ હતુ. આ ઉપરાંત સિદ્ધાર્થે રેડ કુર્તા સાથે વ્હાઇટ ચુડીદાર અને શેરવાનીનો દુપટ્ટો પણ કેરી કર્યો હતો. કિયારા નવી નવેલી દુલ્હન લાગી રહી હતી અને સિદ્ધાર્થ પણ કંઇ તેનાથી કમ નહોતો લાગી રહ્યો. આ દરમિયાન બંનેએ પેપરાજીને ઘણા પોઝ પણ આપ્યા હતા. સિદ્ધાર્થના દિલ્લીવાળા ઘરની બહાર ઢોલ સાથે નવી વહુનું સ્વાગત કરવામાં આવ્યુ હતુ.
ત્યાં ઢોલની થાપ પર કિયારા અને સિદે પણ દિલ ખોલી ડાન્સ કર્યો હતો. જેસલમેરથી વેસ્ટર્ન ડ્રેસમાં નીકળેલુ આ કપલ રેડ એથનિક આઉટફિટમાં દિલ્લી પહોંચ્યુ હતુ. એરપોર્ટ પર સિદ્ધાર્થ અને કિયારા બંને એકબીજાનો હાથ પકડી સ્પોટ થયા હતા અને બંનેની જોડી ખૂબ જ સુંદર લાગી રહી હતી. જણાવી દઇએ કે, સિદ્ધાર્થ અને કિયારાએ 7 ફેબ્રુઆરીના રોજ જેસલમેરના સૂર્યગઢ પેલેસમાં સાત ફેરા લીધા હતા.
કપલના લગ્નમાં પરિવાર અને કેટલાક નજીકના મિત્રોએ હાજરી આપી હતી. જેમાં કરણ જોહર, મનીશ મલ્હોત્રા, શાહિદ કપૂર-મીરા કપૂર, જૂહી ચાવલા, ઇશા અંબાણી-આનંદ પિરામલ સહિત કેટલાક નામ સામેલ છે. સિદ્ધાર્થ અને કિયારાએ લગ્ન બાદ કેટલીક તસવીરો પણ તેમના ઇન્સ્ટા એકાઉન્ટ પર શેર કરી હતી, જેના કેપ્શનમાં તેમણે લખ્યુ હતુ કે- હવે અમારી પરમનેન્ટ બુકિંગ થઇ ગઇ છે, આગળની જર્ની માટે તમારો પ્રેમ અને આશીર્વાદની જરૂરત છે.
કેટલાક રીપોર્ટ્સ અનુસાર, એવું કહેવામાં આવી રહ્યુ છે કે આ જોડી માટે પરિવારે રિસેપ્શન પાર્ટી રાખી છે. ચર્ચા છે કે આજે એટલે કે 9 ફેબ્રુઆરીએ બંનેની રિસેપ્શન પાર્ટી દિલ્લીમાં રાખવામાં આવી છે. આ પાર્ટીમાં કપલના નજીકના વ્યક્તિઓ અને સંબંધીઓ હાજર રહેશે, જે લગ્નમાં સામેલ થઇ શક્યા નહોતા.
View this post on Instagram