ગમન સાંથલ ભુવાજીના ઘરે શ્રી દિપેશ્વરી માતાજી અને ગોગા મહારાજની ફોટો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં મોટા મોટા દિગ્ગજોએ આપી હાજરી, તસવીરો થઇ વાયરલ

ભુવાજી ગમન સાંથલના ઘરે રાજભા ગઢવી, જીગ્નેશ કવિરાજ, હિતુ કનોડિયા, ઉર્વશી રાદડિયા જેવા કલાકારોએ આપી હાજરી, માતાજીના લીધા આશીર્વાદ, જુઓ તસવીરો અને વીડિયો

ગુજરાતની જનતા ધર્મપ્રેમી જનતા છે અને વારે તહેવારે પોતાના ઘરમાં કે મંદિરોમાં જઈને પૂજા વિધિ પણ કરતા હોય છે. તો ઘણીવાર મંદિરના પાટોત્સવ કે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું પણ ધામધૂમથી આયોજન કરતા હોય છે. હાલ એવા જ એક પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન ગમન સાંથલ ભુવાજીના ઘરે પણ કરવામાં આવ્યું હતું.

ગમન ભુવાજીએ ગામ સાંથલની પવિત્ર ભૂમિ તથા ધન્ય ધરા ચુવાળા પંથકમાં દિપેશ્વરી માતાજી તથા શ્રી ગોગા મહારાજના નવીન મંદિરમાં ફોટો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તથા યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજન તા. 3 ફેબ્રુઆરીથી લઈને 5 ફેબ્રુઆરી સુધી ચાલ્યું હતું. આ ત્રણ દિવસીય કાર્યક્રમમાં ભવ્ય લોકડાયરાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

આ લોકડાયરામાં રાજભા ગઢવી, ઉર્વશી રાદડિયા જેવા કલાકારોએ ડાયરાના સુર રેલાવ્યા હતા. જેમાં શ્રોતાગણ પણ મંત્રમુગ્ધ બની ગયા હતા. આ ઉપરાંત આ કાર્યક્રમમાં ઘણા બધા મહેમાનો પણ ઉપસ્થતિ રહ્યા હતા. જેમાં સાધુ સંતો ઉપરાંત ખ્યાતનામ કલાકારોએ પણ હાજરી આપી હતી.

આ કાર્યક્રમની ઘણી બધી તસવીરો પણ સોશિયલ મીડિયામાં સામે આવી છે. જેમાં અભિનેતા અને રાજકારણી હિતુ કનોડિયા, જીગ્નેશ કવિરાજ પણ જોવા મળ્યા હતા, તેમને પણ પોતાના સોશિયલ મીડિયામાં આ કાર્યક્રમની ઘણી બધી તસવીરો અને વીડિયો પણ શેર કર્યા હતા.

આ કાર્યક્રમનું ખુબ જ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જે તસવીરો અને વીડિયો દ્વારા જ જોઇ શકાય છે. ગમન સાંથલ ભુવાજી આજે ગુજરાતનું એક ખુબ જ મોટું નામ બની ગયા છે. તેમના ચાહકો પણ લાખોની સંખ્યામાં છે અને તેમના જીવન પર પણ સતત નજર રાખતા હોય છે. ત્યારે તેમના ઘરે યોજાયેલા આ કર્યક્રમમાં પણ ઘણી મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિતિ રહ્યા હતા.

ગમન સાંથલે તેમના જીવનમાં ખુબ જ સંઘર્ષ કર્યો છે અને પોતાના સંઘર્ષ અને મહેનતથી તેઓ આજે આ મુકામ ઉપર પહોંચ્યા છે, પહેલા તે નાના નાના કાર્યક્રમોમાં કરતા હતા પરંતુ આજે તેમના કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત થાય છે અને તેમના કાર્યક્રમોને માણે છે.

 

View this post on Instagram

 

A post shared by Hitukanodia (@hitukanodia)

ગમન ભુવાજી આજે ના માત્ર ગુજરાતમાં જ કાર્યક્રમો કરે છે પરંતુ દેશ વિદેશોમાં પણ પોતાના અવાજના જાદુથી ચાહકોને મંત્રમુગ્ધ કરતા હોય છે. ગમન સાંથલની પત્નીનું નામ મિત્તલ છે અને તે પણ સોશિયલ મીડિયામાં એક્ટિવ રહે છે.

Niraj Patel