ખૂબ જ ખાસ છે કિયારા અડવાણીના કલીરે, સિદ્ધાર્થના દિલના એકદમ નજીકના આ ખાસ વ્યક્તિને આપ્યુ ટ્રિબ્યુટ
બોલિવુડ સ્ટાર કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રા તેમના લગ્ન પછી તેમના વેડિંગ લૂકને લઇને ચર્ચામાં છે. સિદ્ધાર્થ અને કિયારાએ 7 ફેબ્રુઆરીએ જેસલમેરના સૂર્યગઢ પેલેસમાં લગ્ન કર્યા હતા. આ કપલના લગ્નની કેટલીક તસવીરો તેમણે ઇન્સ્ટાગ્રામ પર ચાહકો સાથે શેર કરી હતી. જે ઘણી વાયરલ પણ થઈ. આ કપલની તસવીરો જોઈને ચાહકો ખૂબ જ ખુશ છે અને તેમને ખૂબ ખૂબ અભિનંદન આપી રહ્યા છે.
લગ્નના કપલમાં કિયારા અને સિદ્ધાર્થ ખૂબ જ ક્યૂટ લાગી રહ્યા હતા. કિયારાએ એમરાલ્ડ અને ડાયમંડ જ્વેલરીથી પોતાનો લુક પૂરો કર્યો હતો અને સાથે જ તેણે લગ્નમાં જે કલીરે પહેરી હતી તે પણ ખૂબ જ ખાસ હતી. લગ્નમાં અભિનેત્રી દ્વારા પહેરવામાં આવેલ કલીરે સિદ્ધાર્થ અને તેના પ્રેમની વાર્તા કહે છે. કિયારાના કલીરેને મૃણાલિની ચંદ્રાએ ડિઝાઇન કર્યા છે અને આ કલીરેમાં તેણે ખાસ અંગત સ્પર્શ આપ્યો છે.
જો આપણે કિયારા અડવાણીની કલીરેની વિગતોને ધ્યાનથી જોઈએ, તો આપણને સિદ્ધાર્થ મલ્હોત્રા સાથેની તેની લવ સ્ટોરીની વિશેષ ઝલક મળે છે. મૃણાલિની ચંદ્રાએ કિયારા અડવાણી માટે કલીરે કસ્ટમાઇઝ કરી હતી અને તેણે એક વીડિયો પણ તેના ઇન્સ્ટાગ્રામ પોસ્ટ્સમાં શેર કર્યો છે, આ પોસ્ટમાં તેણે કિયારાના કલીરે કેટલીક વિગતો પણ શેર કરી છે.
કિયારાની બ્રાઇડલ કલીરેનો ક્લોઝ-અપ શેર કરતાં, મૃણાલિની ચંદ્રાએ લખ્યું, અમારી સિગ્નેચર લવસ્ટોરી કલીરા સુંદર @kiaraaliaadvani માટે એક જાદુઈ ક્ષણ હતી. કિયારાએ ચંદ્ર અને તારાઓની વચ્ચે પોતાના પાલતુ પ્રાણીને યાદ કર્યું છે. ગયા વર્ષે ઓસ્કરનું અવસાન થયું હતુ. ઓસ્કર સિદ્ધાર્થને ખૂબ જ પ્રિય હતો.
ઓસ્કરને સિદ્ધાર્થ અને કિયારાના જીવનના ખાસ દિવસે યાદ કરવામાં આવ્યો. સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલા વીડિયોમાં કલીરેને એકદમ નજીકથી બતાવવામાં આવી છે. કલીરોમાં બંને કપલના નામના પહેલા અક્ષર સાથે સિદ્ધાર્થના પેટ ડોગ ઓસ્કરનો પણ ફોટો છે.
View this post on Instagram