કિયારાના લગ્નની પહેલીવાર અંદરની તસવીરો આવી સામે, આપણે ભલે ન ગયા હોય પણ અંદરનો નજારો એકવાર જોઈ લો …
સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીના લગ્ન થઇ ચૂક્યા છે, તેઓ હવે હંમેશ માટે એક થઇ ગયા છે. 7 ફેબ્રુઆરીના રોજ કિયારા અને સિદ્ધાર્થે જેસલમેરના સૂર્યગઢ પેલેસમાં લગ્ન કરી એકબીજાને હમસફર બનાવ્યા હતા. આ લગ્નમાં માત્ર પરિવારના નજીકના લોકો અને નજીકના મિત્રોને જ આમંત્રિત કરાયા હતા.
આ લગ્નમાં ટાઇટ સિક્યોરિટી હતી અને આવનારા મહેમાનોને પણ તસવીરો શેર કરવાની મનાઇ હતી. આ ઉપરાંત આ લગ્નમાં નો ફોન પોલિસી પણ રાખવામાં આવી હતી. જો કે, હવે જ્યારે લગ્ન થઇ ચૂક્યા છે તો અભિનેત્રી જૂહી ચાવલાએ લગ્નની અંદરની કેટલીક તસવીરો શેર કરી છે, જે વાયરલ થઇ રહી છે.
જણાવી દઇએ કે, જૂહી ચાવલાના કિયારાના પિતા જગદીપ અડવાણીની બાળપણની મિત્ર છે અને અભિનેત્રીનો કિયારાની સાથે સાથે તેના પરિવાર સાથે પણ નજીકનો સંબંધ છે. જૂહીએ તેના પતિ જય મહેતા સાથે જેસલમેરમાં કપલના લગ્નમાં હાજરી આપી હતી. ત્યારે હવે તેણે કેટલીક તસવીરો શેર કરી છે. જેમાં તેણે સિદ્ધાર્થ-કિયારાના લગ્નમાં શું પહેર્યુ હતુ,
તેનો ખુલાસો કર્યો છે. શ્યામલ અને ભૂમિકા દ્વારા ડિઝાઇન કરેલ મરૂન કઢાઇવાળા શરારા સેટમાં જૂહી ખૂબ જ સુંદર લાગી રહી હતી. તેણે પેસ્ટલ પિંક દુપટ્ટા સાથે સ્ટેટમેન્ટ ચોકર અને મેચિંગ માંગ ટીકા સાથે લુક કંપલીટ કર્યો હતો. આ સિવાય તેણે બીજી પણ તસવીરો શેર કરી હતી, જેમાં તે બ્લૂ શરારા સૂટ અને મેચિંગ દુપટ્ટામાં જોવા મળી હતી.
જૂહીની તસવીરમાં સૂર્યગઢ પેલેસની ઝલક જોવા મળે છે. જણાવી દઇએ કે, જૂહીએ તેની ઇન્સ્ટા સ્ટોરીમાં જેટની તસવીર શેર કરી સિદકિયારા હેશટેગ માર્યુ હતુ અને તે પછી તેણે લગ્નમાં રાજસ્થાનનો દેશી નાસ્તો બ્રેકફાસ્ટમાં લીધો હોવાની પણ તસવીર શેર કરી હતી.
View this post on Instagram
તેણે ઇન્સ્ટા સ્ટોરીમાં બ્રેકફાસ્ટની તસવીર શેર કરી લખ્યુ- મારો દેસી બ્રેકફાસ્ટ, અથાણુ, દહી અને ગોળ બિલકુલ ના ભૂલો. જે કાંસાની થાળી, માટીના વાસણ અને પેપર સ્ટ્રો સાથે સર્વ કરવામાં આવ્યો હતો.
View this post on Instagram