કોમેડી છોડીને આશિક બન્યો કપિલ શર્મા, ગુરુ રંધાવા સાથે જબરદસ્ત ગીત થયું રિલીઝ, BTS વીડિયો આવ્યા સામે.. જુઓ

લોકોને પેટ પકડીને હસાવનારા કપિલ શર્માના ચહેરા પર ઉદાસી જોઈમે ચાહકો પણ થયા પરેશાન, “અલોન” ગીત થયું રિલીઝ

કોમેડીની દુનિયામાં કપિલ શર્મા એક ખુબ જ મોટું નામ છે. ટીવી પર તેના “ધ કપિલ શર્મા શો”ને પણ દર્શકો ખુબ જ પસંદ કરે છે. આ શો દ્વારા કપિલ લોકોને પેટ પકડીને હસવા માટે પણ મજબુર કરતો હોય છે. ત્યારે આ શોને લઈને પણ તે અવાર નવાર ચર્ચામાં રહેતો હોય છે. પરંતુ હાલ કપિલ શર્મા તેની કોમેડીને લઈને નહિ પરંતુ તેના એક ગીતને લઈને ચર્ચામાં આવ્યો છે.

કપિલે ગાયક ગુરુ રંધાવા સાથે તેનું ડેબ્યુ ગીત રિલીઝ કર્યું છે. આ ગીતનું ટાઈટલ “અલોન” છે. આ ગીત 9 ફેબ્રુઆરીના રોજ ટી-સિરીઝની યુટ્યુબ ચેનલ પર રિલીઝ થયુ હતુ, જેને અત્યાર સુધીમાં 7 લાખથી વધુ વ્યૂઝ મળ્યા છે. આ ગીતનો વીડિયો કપિલ શર્મા, ગુરુ રંધાવા અને અભિનેત્રી યોગિતા બિહાની પર શૂટ કરવામાં આવ્યો છે. આ ગીતના બોલ ગુરુ રંધાવાના છે અને સંગીત સંજયે આપ્યું છે.

પોતાની કોમેડીથી લોકોને હંમેશા હસાવનાર કપિલ આ ગીતમાં ખૂબ જ ગંભીર અંદાજમાં જોવા મળી રહ્યો છે. ‘અલોન’ ગીત મનાલીના પહાડોમાં શૂટ કરવામાં આવ્યું છે. કપિલ શર્માએ તેના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર તેની ઘણી તસવીરો પણ શેર કરી છે. કપિલે આ ગીતને વેલેન્ટાઈન વીકમાં ખાસ રજૂ કર્યું છે. 4 મિનિટના આ ગીતમાં કપિલનો સ્વેગ લોકોને પસંદ આવ્યો, પરંતુ તેના ચહેરા પરની ઉદાસી લોકોને પરેશાન કરી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Kapil Sharma (@kapilsharma)

કપિલ શર્મા જ્યારે પણ કેમેરા સામે આવે છે ત્યારે તે લોકોને હસાવે છે. પરંતુ આ વખતે કપિલ વેદનાથી રડતો જોવા મળે છે. આ ગીતમાં કપિલ અને યોગિતાની લવ સ્ટોરી બતાવવામાં આવી છે, જેમાં અભિનેત્રીએ પહેલા કપિલના પ્રપોઝલ પર હા પાડી પણ પછી તેને એકલો છોડી દીધો. આ ગીત રિલીઝ થતા પહેલા કપિલે ગીતનો BTS વીડિયો પણ શેર કર્યો હતો.

Niraj Patel