વેલેન્ટાઇન વીકમાં ગોપી વહુએ પતિ શેખ સાથે શેર કરી રોમેન્ટિક તસવીરો, બાહોમાં ડૂબેલી આવી નજર

વેલેન્ટાઇન વીકમાં ગોપી વહુએ પતિ શેખ સાથે શેર કરી રોમેન્ટિક તસવીરો, બાહોમાં ડૂબી ગઈ, જુઓ ફોટા

તમારી બધાની ગોપી વહુ એટલે કે દેવોલિના ભટ્ટાચાર્જીએ જિમ ટ્રેનર શાહનવાઝ શેખ સાથે 14 ડિસેમ્બર 2022ના રોજ છુપી રીતે લગ્ન કર્યા હતા. તે બાદથી સતત અભિનેત્રી ચર્ચામાં છે અને તે ટ્રોલ પણ થઇ રહી છે.આ સમયે દેવોલિના ગુજરાતમાં છે અને તે પતિ શાહનવાઝ સાથે રોમેન્ટિક તસવીરો પણ પોસ્ટ કરી રહી છે.

આ તસવીરોમાં દેવોલિના રોમેન્ટિક મૂડમાં નજર આવી રહી છે. આ તસવીરોમાં દેવોલિના વ્હાઇટ સૂટમાં તો શાહનવાઝ વ્હાઇટ જેકેટમાં જોવા મળી રહ્યો છે. આ તસવીરોમાં દેવોલિના અને શાહનવાઝ કોઝી થતા પણ જોવા મળી રહ્યા છે. દેવોલિનાએ ઇન્સ્ટાગ્રામ પર તસવીરો પોસ્ટ કરતા જ લાઇક્સ અને કમેન્ટ્સનું પૂર આવ્યુ.

તસવીરો શેર કરતા દેવોલિનાએ કેપ્શનમાં લખ્યુ- તેનું ધૂપ લગયા રે…મેં છાવ બન જાવા..પોસ્ટ સામે આવતા જ ટ્રોલર્સ દેવોલિનાના પતિ શાહનવાઝની ખૂબ મજાક બનાવવા લાગ્યા. એક યુઝરે તો એ હદ સુધી કહી દીધુ કે દેવોલિના અને શાહનવાઝને જોઇ એવું લાગી રહ્યુ છે કે લંગુરના હાથમાં અંગુર આવી ગયુ. આના પર ચુપ્પી તોડતા દેવોલિનાએ કહ્યુ કે, કળયુગમાં શૈતાનનું આગમન તમારા પેદા થવાથી થઇ ગયુ.

ત્યાં એકે તો આ જોડીને લવ જેહાદ સાથે જોડી દીધી. એક બીજા યુઝરે લખ્યુ- લગ્ન બાદ હવે બંને એકસાથે સારા લાગી રહ્યા છે. એક અન્ય યુઝરે લખ્યુ- રાખી સાવંત પણ કેટલાક દિવસ પહેલા આવી રીતે જ ખુશ હતી. દેવોલિનાએ શાહનવાઝ સાથે સીક્રેટ વેડિંગ કર્યા હતા અને તે બાદ સોશિયલ મીડિયા પર તેની પ્રેગ્નેંસીની ખબર પણ ઉડી હતી.

આ ખબરો પર ચુપ્પી તોડતા અભિનેત્રીએ કહ્યુ હતુ કે- હું શોક્ડ છું અને મને લોકો માટે દુખ થાય છે કે આવી ઘટિયા કમેન્ટ કરે છે. આ લિમિટ પાર દોગલાપન છે. આવા લોકો ટોર્ચર કરવાનો એક મોકો નથી છોડતા.

મને તો એ વાત સમજ નથી આવતી કે કોઇના જીવનમાં આટલા ઘુસવાની જરૂર શું છે. જણાવી દઇએ કે, સાથ નિભાના સાથિયામાં ગોપી વહુનું પાત્ર નિભાવી દેવોલિનાને ઓળખ મળી હતી. આ સીરિયલ ઘણી હિટ પણ રહી હતી.

Shah Jina