આદિલની બેવફાઇથી આઘાતમાં છે રાખી, થઇ બેહોંશ, લોકોએ પકડીને ગાડીમાં બેસાડી- જુઓ વીડિયો

પતિ ખાનની ધરપકડ પછી એકાએક ઢળી પડી રાખી સાવંત, થઇ બેહોંશ, લોકોએ પકડીને ગાડીમાં બેસાડી- જુઓ વીડિયો

પોતાની કોમેડી ભરેલી હરકતોથી બધાને હસાવનાર રાખી સાવંત આ દિવસોમાં મુશ્કેલ સમયમાંથી ગુજરી રહી છે. એક તરફ તેણે તેની માતાને ખોઇ દીધી તો બીજી તરફ શૌહર આદિલ સાથે તેનો સંબંધ કંઇ ઠીક નથી ચાલી રહ્યો હતો. રાખી અને આદિલનો સંબંધ રોજ ઉલજતો જઇ રહ્યો છે. રોજ એક બાદ એક નવા ખુલાસા થઇ રહ્યા છે. રાખીએ હાલમાં જ આદિલ પર મારપીટનો આરોપ લગાવ્યો અને તેના અફેર્સને લઇને ખુલાસો કર્યો.

તેણે આદિલ વિરૂદ્ધ FIR પણ દાખલ કરાવી, જે બાદ પોલિસે આદિલને પકડી હિરાસતમાં લીધો હતો. આ વચ્ચે રાખી પેપરાજી સામે ખુલીને પોતાની વાત રાખી રહી છે. જો કે, મંગળવારની રાતે મીડિયા સાથે વાત કરતા તે અચાનક બેહોંશ થઇ ગઇ. તેની આ હાલત જોઇ કેટલાક લોકોને તેના પર તરસ આવી તો કેટલાક લોકોએ તેને ડ્રામા કહ્યો. રાખી સાથે સવાલ પૂછવામાં આવ્યો કે શું તેણે આદિલના પરિવારજનો સાથે વાત કરી છે ? આના પર અભિનેત્રીએ કહ્યુ કે, જી મા તો મા હોય છે અને મા માટે તો હંમેશા મારુ દુલ રડે છે.

પણ મેં કહ્યુ કે, તમારા માટે હું હંમેશા તમારી વહુ, તમે અડધી રાત્રે પણ બોલાવો. પણ આદિલ વિશે મને કંઇ ના પૂછતા. મેં કહ્યુ તેની આન્ટીને પૂછો મેં તેમને સાત મહિનામાં કેટલી વાર કહ્યુ કે આદિલ મને મારે છે, મને ટોર્ચર કરે છે. તેની આન્ટીએ મને એ કહ્યુ કે હું તરી જગ્યાએ હોતી રાખી તો તેને ક્યારની છોડી દેતી.તુ છોડી દે. કારણ કે મેં તેમને બધા વીડિયો પ્રુફ મોકલ્યા હતા. તેમણે કહ્યુ કે, રાખી આદિલને અત્યારેને અત્યારે છોડી દે, કારણ કે તારી જગ્યાએ હું હોતી તો…

આટલા અફેર્સ…તો હું તેને ના રાખતી. પણ મેં કહ્યુ કોઇ વાંધો નહિ. તમે લોકો તેને સમજાઓ. તે લોકોએ તેને ઘણો સમજાવ્યો, માંએ સમજાવ્યો, આંટીએ સમજાવ્યો. પણ મુંબઇ નગરિયા, ચકાચોંધ, સ્ટાર બનવા માટે..શું બોલું હું. તેના એટલા ક્રિમિનલ રેકોર્ડ્સ છે. મૈસુરથી, બેંગલુરુથી. લગ્ન પહેલા મને ખબર હોતી તો કદાચ આજે આ દિવસ ન આવતો. રાખીનો એક બીજો વીડિયો પણ વાયરલ થઇ રહ્યો છે, જેમાં પેપરાજી આદિલ સાથે જોડાયેલ સવાલ રાખીને પૂછે છે અને તેનો તે જવાબ પણ આપી રહી છે પણ તે અચાનક જ બેહોંશ થઇ જાય છે.

તેની આસપાસ જે લોકો હોય છે તે તેને સંભાળી ગાડીમાં બેસાડે છે. જો કે, કેટલાક લોકો એવું કહી રહ્યા છે કે રાખી ડ્રામા કરી રહી છે, કારણ કે બેહોંશ થયા બાદ પણ તેના હાથમાંથી મોબાઇલ ના છૂટ્યો. રાખી અને આદિલ વચ્ચે જ્યારથી અનબન શરૂ થઇ છે, ત્યારથી કેટલાક લોકો તેને ડ્રામા કહી રહ્યા છે. રાખીએ 2022માં આદિલ ખાન દુર્રાનીને ડેટ કરવાનું શરૂ કર્યુ હતુ. તેણે કેટલાક દિવસ પહેલા જ બિગબોસ મરાઠીમાંથી બહાર આવ્યા બાદ ખુલાસો કર્યો હતો કે તેણે આદિલ સાથે નિકાહ કરી લીધા છે.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

અમુક લોકોએ વીડિયો જોઈને ટ્રોલ કરતા કહ્યું- બેભાન થઈ છે પણ હાથમાંથી ફોન નથી છૂટતો..આને કોઈ ઓસ્કર આપો… તમને જણાવી દઈએ કે અભિનેત્રીએ પહેલા લગ્ન રિતેશ સિંહ સાથે કર્યા હતા. તે બંને ટીવી શો ‘બિગ બોસ 15’માં એન્ટર પણ થયાં હતાં, પરંતુ ટૂંક સમયમાં બંને અલગ થઈ ગયાં હતાં. ગયા વર્ષે ફેબ્રુઆરીમાં રાખીએ રિતેશથી અલગ થઈ હોવાની જાહેરાત કરી હતી. રાખીએ દાવો કર્યો હતો કે રિતેશ પહેલેથી જ પરિણીત હતો અને તેણે તેને છેતરી હતી.

Shah Jina