રાખી સાવંતના પતિ આદિલ ખાન દુર્રાનીની ધરપકડ, ગત રાત્રે અભિનેત્રીએ દાખલ કરાવી હતી FIR
રાખી સાવંત આ દિવસોમાં ઘણી ચર્ચામાં છે. તેના જીવનમાં ઉતાર ચઢાવ ચાલી રહ્યા છે અને આ સિલસિલો જાન્યુઆરી મહિનાથી ફેબ્રુઆરીમાં પણ ચાલી રહ્યો છે. પહેલા તેને માતાની બીમારી વિશે ખબર પડી અને પછી તેણે તેના લગ્નનો ખુલાસો કર્યો. પહેલા આદિલ આ લગ્ન માની રહ્યો નહોતો અને પછી માન્યો તો તેની માતાનું નિધન થઇ ગયુ. માતાની મોત અને આદિલની બેવફાઇથી રાખી પૂરી રીતે તૂટી ચૂકી છે.
જો કે, હાલ આદિલ ખાનને લઇને ખબર આવી છે કે આદિલને પોલિસે હિરાસતમાં લીધો છે. પણ ધરપકડનું કારણ હાલ સામે આવ્યુ નથી. છેલ્લા કેટલાક દિવસોથી રાખી સાવંત મીડિયામાં આવી જે નિવેદન આપે છે તેનાથી સ્પષ્ટ છે કે આ મામલો એકસ્ટ્રા મેરિટલ અફેરનો છે. જણાવી દઈએ કે થોડા દિવસો પહેલા રાખી સાવંતને પણ પોલીસ સ્ટેશનમાં જોવામાં આવી હતી, જ્યારે તેને છોડ્યા પછી પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા,
ત્યારે તેણે કહ્યું હતું કે તે અહીં તેના અંગત કામ માટે આવી છે અને તેના વિશે તેને કંઈ બોલવું નથી. હવે જે સમાચાર આવી રહ્યા છે તે મુજબ આદિલ રાખીના ઘરે તેને મળવા પહોંચ્યો હતો, ત્યારબાદ જ તેને કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો. લગ્નનો ખુલાસો થયા બાદથી રાખી અને આદિલ વચ્ચે મુસીબતો શરૂ થઈ ગઈ છે. તે પહેલા બધું સારું લાગતું હતું.
View this post on Instagram
રાખીની માતાના મોતના 4-5 દિવસ બાદ જ રાખી મીડિયામાં ખૂબ રડી અને ઈશારો કર્યો કે આદિલનું કોઈની સાથે અફેર છે અને હવે તેણે નામ જાહેર કરીને જણાવ્યું કે આદિલની ગર્લફ્રેન્ડનું નામ તનુ છે, તે રાખીને દગો આપી રહ્યો છે. રાખીએ આદિલ પર ખૂબ જ ગંભીર આરોપ લગાવ્યા છે અને કહ્યું છે કે આદિલે તેના તમામ પૈસા લીધા અને તેની માતાની સારવાર માટે પણ આપ્યા નહીં, જેના કારણે તેની માતાનું મોત થયું.
View this post on Instagram