કિયારા અડવાણીએ લગ્ન પહેલા પહેરી હતી આટલી મોંઘી શોલ, કિંમત જાણી ખુલ્લુ રહી જશે જબડુ
બોલિવુડના લવ બર્ડ્સ સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી તેમના બિગ ફેટ પંજાબી વેડિંગ માટે 4 ફેબ્રુઆરીએ જેસલમેર પહોંચ્યા હતા. તેઓની લગ્ન પહેલાની રસ્મ એટલે કે હલ્દી, મહેંદી અને સંગીત સેરેમની થઇ ચૂકી છે. સિદ્ધાર્થ અને કિયારાના લગ્નના પી વેડિંગ ફંક્શન્સ ગઇકાલના રોજ થયા હતા, જેમાં સાંજે સંગીત સેરેમની માટે જેસલમેરના સૂર્યગઢ પેલેસને ગુલાબી રંગથી એકદમ દુલ્હનની જેમ સજાવવામાં આવ્યુ હતુ.
ત્યારે આજે કિયારા અને સિદ્ધાર્થ બંને ફેરા ફરશે અને સાત જન્મોના બંધનમાં બંધાઇ જશે. જો કે, જ્યારે 4 ફેબ્રુઆરીએ કિયારા જ્યારે વેડિંગ વેન્યુ જવા નીકળી હતી, ત્યારના તેના લુકની ઘણી ચર્ચા થઇ હતી. આ દરમિયાન કિયારાએ વ્હાઇટ પેન્ટ સૂટ સાથે એક ખૂબસુરત શોલ કેરી કરી હતી. કિયારાની જે પણ તસવીરો તે સમયે સામે આવી હતી, તેમાં તે શોલ પહેરેલી જોવા મળી હતી. કિયારાના આ લુકની ચાહકોએ ઘણી પ્રશંશા પણ કરી હતી. પણ શું તમે જાણો છે કે કિયારાની આ પિંક શોલની કિંમત કેટલી છે ?
મીડિયા રીપોર્ટ્સનું માનીએ તો, કિયારા અડવાણીની આ શોલની કિંમત 86 હજાર રૂપિયા છે. આ શોલની કિંમતને લઇને સોશિયલ મીડિયા પર ચર્ચા છેડાઇ ગઇ છે. એવું કહેવામાં આવી રહ્યુ છે કે કિયારાની આ શોલ ડિઝાઇનર મનીષ મલ્હોત્રાના કલેક્શનની છે. જો કે, આ રીપોર્ટની કોઇ પુષ્ટિ થઇ નથી. જણાવી દઇએ કે, આજે સિદ્ધાર્થ અને કિયારાના ગ્રેન્ડ વેડિંગ જેસલમેરના સૂર્યગઢ પેલેસમાં થવાના છે.
આ પહેલા એવી જાણકારી સામે આવી હતી કે પહેલા આ લવ બર્ડ્સના લગ્ન 6 ફેબ્રુઆરીએ થવાના હતા પણ લગ્ન પોસ્ટ-પોન્ડ થયા અને તેને કારણે આજે તેઓ લગ્નના બંધનમાં બંધાશે. લગ્નમાં એકદમ ચુસ્ત સુરક્ષા રાખવામાં આવી છે અને મીડિયા રીપોર્ટ્સ અનુસાર નો ફોન પોલિસી પણ રાખવામાં આવી છે, જેને કારણે લગ્નની તસવીરો અને વીડિયો લીક ન થાય. ત્યારે હવે ચાહકો આ લવ બર્ડ્સના લગ્નની રાહ જોઇ રહ્યા છે અને આ સાથે બંને સ્ટાર લગ્નની તસવીરો શેર કરી પોતે તેમના લગ્નની જાણ કરે તેની પણ આતુરતાથી રાહ જોઇ રહ્યા છે.
View this post on Instagram