કિયારા અડવાણી-સિદ્ધાર્થ મલ્હોત્રાના લગ્નમાં મોટો બદલાવ, 6 ફેબ્રુઆરી નહિ પણ આ દિવસે ફરશે સાત ફેરા…જાણો વિગત

આવતીકાલે ફેરા ફરશે સિદ્ધાર્થ-કિયારા : દોઢ વર્ષના અફેર બાદ સિદ્ધાર્થે પેરેન્ટ્સ સાથે કરાવી દીધી હતી કિયારાની મુલાકાત, આવી રીતે ખુલી હતી પોલ

સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીના લગ્નની વિધિ જેસલમેરના સૂર્યગઢમાં શરૂ થઈ ગઈ છે અને કિયારા અને સિદ્ધાર્થના હાથ પર મહેંદી પણ લાગી ગઇ છે. અત્યાર સુધીના રીપોર્ટ્સ અનુસાર, કિયારા-સિદ્ધાર્થ 6 ફેબ્રુઆરીએ લગ્નના બંધનમાં બંધાવાના હતા, પરંતુ તેઓ આજે લગ્ન નથી કરી રહ્યા. મીડિયા રીપોર્ટ્સ અનુસાર, લગ્ન સાથે જોડાયેલા એક કર્મચારીએ નામ ન આપવાની શરતે જણાવ્યુ કે, સ્ટાર કપલના લગ્ન 6 ફેબ્રુઆરીએ નહીં પરંતુ 7 ફેબ્રુઆરીના રોજ થશે.

5 થી 7 ફેબ્રુઆરી વચ્ચે યોજાનાર આ કપલના પ્રી-વેડિંગ સેલિબ્રેશનને લગતી તમામ માહિતી સામે આવી રહી છે, જો કે મીડિયાને હોટલથી દૂર રાખવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, સોશિયલ મીડિયા પર કિયારા-સિદ્ધાર્થના લગ્ન સાથે જોડાયેલ કેટલાક વીડિયો પણ સામે આવી રહ્યા છે. આ રોયલ લગ્નની તસવીરો અને વીડિયો જલ્દી બહાર આવે તેવી કોઈ શક્યતા નથી. કારણ કે બંનેએ પોતાના લગ્નને ખૂબ જ સીક્રેટ રાખ્યા છે અને વેડિંગ વેન્યુ સૂર્યગઢમાં પણ હાઇ સિક્યોરિટી ચારેયબાજુ જોવા મળી રહી છે.

આ લગ્નમાં હાઇ લેવલ સિક્યોરિટીમાં 3 સુરક્ષા એજન્સી છે. સૂર્યગઢ પેલેસમાં ચારે બાજુ ગાર્ડ હથિયારો સાથે છે અને આ ઉપરાંત લગભગ દર 10 ફૂટ પર કેમેરા પણ છે. પેલેસની અંદર મોબાઇલનો ઉપયોગ નથી કરાતો અને હોટલની અંદર એન્ટ્રી કરવી પણ ચક્રવ્યૂહ તોડવા સમાન છે. બંનેના રોયલ વેડિંગની તસવીરો અને વીડિયો લીક ના થાય તે માટે ખૂબ જ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. બોલિવૂડના લવબર્ડ્સ 7 ફેબ્રુઆરીએ 7 ફેરા લેશે અને સાત જન્મો સુધી એકબીજાની સાથે રહેવાની પ્રતિજ્ઞા લેશે.

કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રાએ કેટરીના કૈફ અને વિક્કી કૌશલની જેમ લગ્નને લઈને સંપૂર્ણ ગુપ્તતા રાખી છે. સિદ્ધાર્થ અને કિયારાએ તેમના લગ્ન અંગે કોઈ માહિતી આપી ન હતી અને મીડિયાથી અંતર રાખ્યું હતું. પરંતુ સોશિયલ મીડિયા પર આવી રહેલા વીડિયોમાં જોઈ શકાય છે કે કિયારા અડવાણી બાદ સિદ્ધાર્થ મલ્હોત્રા પણ લગ્ન માટે જેસલમેર પહોંચ્યો હતો અને આ સાથે બંનેના પરિવાર પણ જોવા મળ્યા હતા. આ ઉપરાંત લગ્નમાં હાજરી આપવા જાનૈયાઓ અને મહેમાન પણ પહોંચી ગયા છે.

બિગ ફેટ પંજાબી વેડિંગમાં હાજરી આપવા માટે કિયારા અને સિદ્ધાર્થનો ખાસ મિત્ર અને નિર્માતા કરણ જોહર પણ પહોંચ્યો અને કિયારાનો ખાસ મિત્ર શાહિદ કપૂર તેની પત્ની મીરા સાથે પહોંચ્યો હતો. આ ઉપરાંત કિયારાની ખાસ મિત્ર ઇશા અંબાણી પણ તેના પતિ સાથે પહોંચી હતી. કિયારા ડિઝાઇનર મનીષ મલ્હોત્રા સાથે જેસલમેર એરપોર્ટ પર સ્પોટ થઇ હતી. લગ્નની માહિતી પર નજર નાખીએ તો, 6 ફેબ્રુઆરીએ એટલે કે આજે બપોરે 1 વાગ્યે સૂર્યગઢના લૉન પર લગ્નના તમામ મહેમાનોને વેલકમ લંચ પીરસવામાં આવવાનું હતુ,

જ્યારે 6 ફેબ્રુઆરીએ હોટેલના સનસેટ પૉઇન્ટ સનસેટ પેશિયો ખાતે કોન્સર્ટ યોજાશે. કિયારા અને સિદ્ધાર્થના માતા-પિતા અને ગ્રાન્ડ પેરેન્ટ્સ પણ કોન્સર્ટમાં પરફોર્મ કરશે. 7 ફેબ્રુઆરીએ સવારે દસ વાગ્યે હોટલમાં બનેલી જેસલમેર હવેલી અને થાર હવેલી વચ્ચેના વિસ્તારમાં હલ્દીનો કાર્યક્રમ યોજાશે. હોટેલની મધ્યમાં એક હવાઈ દૃશ્ય છે, જેને બાવડી કહેવામાં આવે છે. સિદ્ધાર્થ અને કિયારા 7 ફેબ્રુઆરીએ બપોરે 3 વાગ્યે ફેરા લેશે. ફેરે પછી હોટલના આગળના વિસ્તારના પ્રાંગણમાં વરમાળાનો કાર્યક્રમ થશે.

7 ફેબ્રુઆરીએ રાત્રે 8 વાગ્યે હોટેલના સેલિબ્રેશન લૉનમાં રિસેપ્શન હશે. શાહિદ કપૂર, સિવાય આરતી શેટ્ટી, શબીના ખાન અને આકાશ અંબાણી પણ મહેમાનોની લિસ્ટમાં સામેલ છે અને તેઓ લગ્નમાં હાજરી આપવા પહોંચી પણ ગયા છે. જેસલમેર પહોંચેલા મહેમાનોનું રાજસ્થાની પરંપરા મુજબ સ્વાગત કરવામાં આવ્યું હતું. હોટલની બહાર અને અંદર પાઘડી પહેરેલા લોક કલાકારો ઉભેલા જોવા મળ્યા હતા. રીપોર્ટ્સ અનુસાર, લગ્નના મેનુમાં સ્વાદિષ્ટ સ્થાનિક વાનગીઓ જેમ કે દાલ બાટી ચુરમા અને બીજી ઘણી બધી વાનગીઓનો સમાવેશ થાય છે.

 

View this post on Instagram

 

A post shared by viral (@iamrock191)

આઠ પ્રકારના ચુરમા, પાંચ પ્રકારની બાટી અને વધુ સ્વાદિષ્ટ સ્થાનિક ભોજન પીરસવામાં આવશે. આ ઉપરાંત અવધી વિશેષ અને રોયલ રાજપૂતાના ખાવાની તૈયારીઓ કરવામાં આવશે. આ સાથે રાજસ્થાની અને પંજાબી આઈટમ પણ સામેલ કરવામાં આવશે. અહેવાલો અનુસાર, સિદ્ધાર્થ અને કિયારા તરત જ હનીમૂન માટે જવાના નથી કારણ કે બંને પરિવારોમાં વિધિઓ ચાલી રહી છે. સૂર્યગઢથી લગ્ન બાદ પાછા ફર્યા પછી કપલને પંજાબી અને સિંધી પરિવારોની ધાર્મિક વિધિઓ પૂર્ણ કરવી પડશે.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

આ સિવાય સિદ્ધાર્થે કામ સાથે જોડાયેલા કમિટમેન્ટ્સ પૂરા કરવાના છે. તમને જણાવી દઇએ કે, ઘણા લોકો માને છે કે શેરશાહના શૂટિંગ દરમિયાન સિદ-કિયારાની નિકટતા વધી હતી, પણ એવું નથી. સિદ્ધાર્થ કિયારાની પહેલી મુલાકાત લસ્ટ ધ સ્ટોરી ફિલ્મની રેપ-અપ પાર્ટીમાં થઈ હતી. બંને પાર્ટીમાં મળ્યા, વાત કરી અને બંનેએ પાર્ટીને તોડી નાખી. એટલે કે બંને પાર્ટીમાંથી જ એકબીજાનો સાથ છોડી ગયા. વાતચીત શરૂ થઈ અને આ દરમિયાન કરણ જોહરે બંનેને શેરશાહ ફિલ્મમાં સાથે કાસ્ટ કર્યા. શૂટિંગના સંદર્ભમાં બંનેની મુલાકાતો વધવા લાગી અને બંને ક્યારેક ડિનર ડેટ પર તો ક્યારેક વેકેશન પર સાથે જોવા મળ્યા.

 

View this post on Instagram

 

A post shared by Zoom TV (@zoomtv)

વર્ષ 2019માં નવા વર્ષની ઉજવણી કરવા બંને સાથે સાઉથ આફ્રિકા ગયા હતા. રિલેશનશિપને સિક્રેટ રાખીને બંનેએ એક સાથે તસવીરો પોસ્ટ કરી ન હતી, પરંતુ સમાન બેકગ્રાઉન્ડને કારણે તેમના સંબંધોને હવા મળી હતી. રિલેશનશિપમાં માત્ર દોઢ વર્ષ જ વીત્યું હતું કે 2021માં સિદ્ધાર્થે કિયારાનો પરિચય તેના માતા-પિતા સાથે કરાવ્યો. બંને એકબીજાના માતા-પિતા પણ મળ્યા. આ સાથે જ કરણ જોહરે બંને વચ્ચેના સંબંધોનો પર્દાફાશ કર્યો હતો. આ પછી અક્ષય કુમાર પણ ફિલ્મ લક્ષ્મીના પ્રમોશન દરમિયાન કિયારાને સિદ્ધાર્થના નામથી ચીડવી હતી. કિયારા પહેલા સિદ્ધાર્થે આલિયા ભટ્ટને ડેટ કરી હતી. રસપ્રદ વાત એ છે કે, કિયારાનું સાચું નામ પણ આલિયા છે.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

Shah Jina