મનોરંજન

“કુછ કુછ હોતા હે”નો છોટે સરદારજી જલ્દી જ કરવા જઈ રહ્યો છે આ યુવતી સાથે લગ્ન, તસ્વીર આવી સામે

“કુછ કુછ હોતા હે”નો આ ક્યૂટ છોટે સરદારજી યાદ છે? જુઓ અત્યારે કેવો હેન્ડસમ થઇ ગયો

બોલીવુડમાંથી ઘણી ફિલ્મો આવી અને ચાલી ગઈ, પરંતુ કેટલીક ફિલ્મો સદાબહાર બની ગઈ. એવી જ એક ફિલ્મ હતી શાહરુખ ખાનની “કુછ કુછ હોતા હે” આ ફિલ્મ દર્શકોને ખુબ જ પસંદ આવી હતી. તો આ ફિલ્મના પાત્રો આજે પણ દર્શકોને યાદ છે.

Image Source

આ ફિલ્મની અંદર એવું જ એક પાત્ર છોટે સરદારજીનું હતું. જેને ફિલ્મની અંદર માત્ર એક જ ડાયલોગ બોલ્યો હતો. “તુસી જા રહે હો.. તુસી ના જાઓ..” આ એક જ ડાયલોગ બોલવા છતાં પણ તે દર્શકોની પસંદ બની ગયો હતો.

Image Source

“કુછ કુછ હોતા હે” ફિલ્મમાં આ પાત્ર પરજાન દસ્તુર નામના અભિનેતાએ નિભાવ્યું હતું. એ સમયે ફિલ્મમાં છોટે સરદાર તરીકે જોવા મળેલો અભિનેતા આજે ખુબ જ મોટો થઇ ગયો છે અને હવે જલ્દી જ લગ્નના બંધનમાં બંધાવવા જઈ રહ્યો છે. ખબરો પ્રમાણે તે ફેબ્રુઆરી 2021માં લગ્ન કરવાનો છે.

 

View this post on Instagram

 

A post shared by P A R Z A A N D A S T U R (@parzaan.dastur) on

પરજાને સોશિયલ મીડિયામાં જણાવ્યું છે કે તે પોતાની પ્રેમિકા ડેલના શ્રોફ સાથે ફેબ્રુઆરી 2021માં લગ્ન કરશે. તેને ડેલનાને પ્રપોઝ કરતા એક તસ્વીર પણ શેર કરી છે. પરજાને તસ્વીર શેર કરવાની સાથે લખ્યું છે. “એક વર્ષ પહેલા તેને હા કહ્યું હતું, અને હવે 4 મહિના પછી લગ્ન થઇ જશે.”

 

View this post on Instagram

 

A post shared by P A R Z A A N D A S T U R (@parzaan.dastur) on

પરજાન દસ્તુરે “કુછ કુછ હોતા હે” ઉપરાંત ફિલ્મ “હમ તુમ”માં પણ પોતાનો અવાજ આપ્યો છે. સૌથી પહેલા તે ધારા રીફાઇન્ડની જલેબી વાળી જાહેરાતથી પ્રખ્યાત બન્યો હતો. ત્યારબાદ વર્ષ 2009માં તે પિયુસ ઝાની ફિલ્મ “સિકંદર”માં પણ મુખ્ય અભિનેતા તરીકે જોવા મળ્યો હતો. આ ફિલ્મની અંદર તેને એક ફૂટબોલરની ભૂમિકા નિભાવી હતી.

 

View this post on Instagram

 

A post shared by P A R Z A A N D A S T U R (@parzaan.dastur) on

હાલમાં પરજાન પોતાનું એક પ્રોડક્શન હાઉસ ચલાવે છે. જેમાં શોર્ટ ફિલ્મ બનાવવામાં આવે છે. પરજાને એક ઇન્ટરવ્યૂમાં એમ પણ જણાવ્યું હતું કે તે શાહરુખ ખાન સાથે બીજીવાર કામ કરવા ઈચ્છે છે.