કોરોના વાયરસના કારણે દેશભરમાં લોકડાઉન લગાવવામાં આવ્યું અને લોકડાઉનના કારણે ઘણા લોકો અનેપ્રવસી મજૂરો કામ કરવાની જગ્યાએ જ ફસાઈ ગયા, આ સમયે તે પોતાના વતન ગમે તેમ કરીને પહોંચવા માંગતા હતા, તો કેટલીક સંસ્થાઓ અને સેવાભાવી લોકો દ્વારા આ પ્રવાસી મજૂરોને ખાવાની પણ વ્યવસ્થા કરવામાં આવી, આ બધા માટે પારલે-જી બિસ્કિટ આશીર્વાદ સ્વરૂપ બની રહ્યા, અને પારલે-જી બિસ્કિટ દ્વારા તેનો 82 વર્ષ જૂનો રેકોર્ડ પણ તૂટી ગયો.

લોકડાઉનમાં ઘણી મોટી મોટી કંપનીઓ નુકશાન કરી રહી છે ત્યારે પારલે-જી કંપની દ્વારા એક નવો કીર્તિમાન સ્થાપીત કરવામાં આવ્યો છે. માત્ર 5 રૂપિયામાં મળવા વાળા બિસ્કિટ પારલે-જીએ હજારો કિલોમીટર સુધી પગે ચાલીને જનારા પ્રવાસી માંજરો માટે ખુબ જ મદદગાર પણ સાબિત થયા છે. કોઈએ આ બિસ્કીટ્ને જાતે ખરીદીને ખાધું તો ઘણા સેવાભાવી લોકો અને સંસ્થાઓએ મદદ કરવા માટે પારલે-જી બિસ્કિટના પેકેટ વહેંચ્યા.

પારલે-જી કંપની 1938થી દેશની લોકપ્રિય બ્રાન્ડ છે. પરંતુ લોકડાઉનના આ સમયગાળા દરમિયાન પારલે-જીએ સૌથી વધારે બિસ્કિટ વેચાવનો રેકોર્ડ પોતાના નામે કર્યો છે. જો કે પારલે-જી દ્વારા સેલ્સ નમબર જણાવવામાં નથી આવ્યા પરંતુ એટલું ચોક્કસ કહી શકાય કે માર્ચ, એપ્રિલ અને મે પારલે-જીમાટે પાછળના આઠ દશક કરતા સૌથી સારા મહિના રહ્યા છે.

ઇતિની એક ખબર પ્રમાણે પારલે પ્રોડક્ટ્સ કેટેગરીના હેડ મયંક શાહ દ્વારા જણાવવામાં આવ્યું છે કે કંપનીના કુલ માર્કેટ શેર 5 ટકા સુધી વધ્યા છે અને એમાંથી 80-90 ટકા સુધીની ગ્રોથ પારલે-જીના વેચાણના કારણે થઇ છે. પારલે-જીએ પોતાના સૌથી સારા વેચનારા અને સૌથી ઓછી કિંમતવાળા પારલે-જી ઉપર જ ફોકસ કર્યું છે, કારણ કે ગ્રાહકોમાં પણ આ બિસ્કિટની ખુબ જ માંગ રહી છે. જે સસ્તા પણ છે અને ગ્લુકોઝ હોવાના કારણે શરીર માટે એનર્જી બુસ્ટર બની રહે છે.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.