લેખકની કલમે

પરિવાર એ જ જીવન ની સાચી મૂડી..ઘર છોડી પૈસા કમાવા ગયેલા આ દીકરાની સ્ટોરી જરૂર વાંચવા જેવી

વર્ષ આખું કિશન કામ માં ને ભણવા માં વ્યસ્ત રહેતો….કિશન ભણતો ને સાથે સાથે કામ કરી ભણવા નો ખર્ચ ને ઘરે પણ પૈસે મદદ કરતો….
કિશન નું ઘર એટલે શહેર જ્યાં કિશન રહે છે એના થી 310 કિલોમીટર દૂર એક નાનું ગામ કે ગામડું….

ત્યાં રહેતા કિશન ના માતા પિતા ને એક નાની બહેન….ઘર ની હાલત આટલી પતલી ન હતી..બસ જેટલું કમાઈ એના થી ખાવા પીવા નો ને બીજો જરૂરી ખર્ચો નીકળી જતો….
નાનું પરિવાર સુખી પરિવાર…બસ આજ હતું કિશન નું બાળપણ ને જવાની ની શરૂઆત…
જેમ જેમ કિશન મોટો થયો એના સપના પણ મોટા થતા ગયા…ક્યારેય એના માતા પિતા એ રોક્યો કે ટોક્યો નહીં.. આગળ ભણવા જાવા પિતા એ અનુમતિ આપી, કિશન ઘર ની હાલત જાણતો હતો એને પિતા ની મદદ કરવા ભણવા ની સાથે સાથે કામ પણ ચાલુ કરી દીધું….જેથી પિતા થોડા પૈસા નાની બહેન માટે બચાવી શકે. …

બધું બરાબર ચાલતું હતું…. પણ કિશન ની માઁ ખુશ ન હતી… કિશન દૂર રહે છે એ સહન ન થતું….કિશન વિના એની માઁ અધૂરી રહેતી….
કિશન એ પણ વિચાર્યું હતું કે સેટલ થઈ ગયા બાદ માતા પિતા ને બહેન ને ગામ મૂકી ને શહેર એ લઈ આવશે…..

કિશન પૈસા કમાવા ના ને સેટલ થવા ના ચક્કર માં એટલો ફસાયો ને કે ઘરે જવા નો તો શું ફોન માં વાત કરવા નું પણ ભૂલી જતો….

અઠવાડિયે વધુ માં વધુ 2 વખત ફોન આવતા ને , મહિને દીકરો ઘરે આવે કે ના પણ આવે ….
પણ પૈસા પહોંચી જતા….
કિશન ફરજ ને જીમેંદારી માં ફસાયો…પોતા ના પરિવાર ને સારી જિંદગી દેવા ….
પણ એ પરિવાર માટે તો કિશન સાથે રાહે એ જ સારું જીવન હતું…

હોળી આવા ની હતી….માઁ ને કિશન ની યાદ આવી…બહેન એ કિશન ને ભાવતી મીઠાઇઓ બનાવી, પણ પાપા ના મન માં શંકા હતી કે કિશન નહીં આવે તો….

પાપા એ કિશન ને ફોન કર્યો…

પાપા, બેટા કિશન , કેમ છે તને મજા માં ને .?
કિશન, હા પાપા મજા માં હો , તમે કહો તમને કેમ છે , ને મમ્મી ને આપણી “ઢીંગલી”શુ કરે….બેય મજા માં ને
કિશન પ્રેમ થી એની બહેન ને ઢીંગલી કહેતો….

પાપા, હા અમે બધા મજા માં , ઘણા દિવસ થી ફોન નહતો આવ્યો તારો…
કિશન , અરે પાપા 5 જ દિવસ પહેલા તો કર્યો હતો….

પાપા, દીકરા પાંચ દિવસ ઘણા કહેવાય…

કિશન, હા પાપા મને ખબર છે પણ શું કરું તમને અહીંયા લઈ આવવા છે તો બસ એ જ મહેનત માં છું. … ને આમ પણ હું તમને ફોન કરવા નો જ હતો…
પાપા, શુ વાત છે કિશન અવાજ કેમ ધીમો પડી ગયો…?
કિશન , વાત એમ છે ને કે પાપા કે આજ વખતે હોળી પર રજા ન મળી મને….એટલે આજ ફેરે હોળી પર નહિ આવી શકું…હોળી પછી નીકળી શકીશ…

પાપા, પણ બેટા અહીંયા ,તારી મમ્મી ને ઢીંગલી બેય તને મળવા ની ખુશી માં અનહદ તૈયારી માં લાગી ગઈ છે ….
છેલ્લા 8 મહિના થી તને જોયો નથી….
જો હોળી માં નહિ આવ તો બંને નું દિલ તૂટી જશે દીકરા….

કિશન , પાપા પણ નહિ નીકળી શકું હું તમે પ્લીઝ એ બને ને સમજાવી દેજો,… હું મમ્મી ને ફોન કરીશ તો એ ઇમોશનલ થઈ જશે ને મારા થી એ જોવાશે નહીં….

પાપા, કિશન પહોંચાઈ તો આવી જજે…અમારી ખુશી તારી સાથે રહેવા માં છે , ક્યાં રહીએ એ જરૂરી નથી….

આટલું કહી પાપા એ ફોન મૂકી દીધો…..

ઘરે પહોંચ્યા ઘર માં તહેવાર નો માહોલ જામેલો હતો….મિષ્ટાન ને ફરસાણ …અને ધુળેટી ના રંગબેરંગી રંગો,
ઘર ની શોભા વધારતા હતા, પણ પાપા નો મોઢા નો રંગ ફિક્કો હતો…..

તે દિવસે પાપા કોઈ ને કાંઈ કહી ન શક્યા….આખી રાત પાપા ને નીંદર ન આવી….બીજે દિવસે સવારે આંખ લાગી…. ઉઠ્યા પછી મહા હિંમત કરી ઘરે કીધું કે ,
કિશન આ હોળી પર આવા નું વિચારતો હતો પણ આવી નહીં શકે….કામ છે એને ઘણું….

મમ્મી,…શુ….તમને કોણે કીધું….

પાપા, કિશન નો ફોન આવ્યો હતો,

મમ્મી, એવુ કેમ બને…..કિશન ન કરે આવું

પાપા, કિશન જે કરે છે આપણા માટે કરે છે , એ તો કહેતો હતો બધું કામ મૂકી ને આવી જાવ , પણ પછી મેં જ ન પાડી… હોળી પછી આવશે આપણે ત્યારે પાછી હોળી મનાવી લેશું…..

મમ્મી થોડી દુઃખી થઈ ગઈ…..

પાપા, અરે શારદા એમા આમ દુઃખી ન થવાય…એક જ હોળી ની વાત છે ….ને

પાછળ થી અચાનક અવાજ આવ્યો, નટવરલાલ એક હોળી ની વાત નાની થોડી છે…

પાછળ જોયું તો કિશન ને ઢીંગલી બંને ઉભા હતા….ને ઢીંગલી હસતી હતી……

પછી મમ્મી પણ હસવા લાગ્યા…

મમ્મી,અરે કિશન તો વહેલી સવારે જ આવી ગયો હતો…અમને પણ સરપ્રાઈઝ દીધી…. તમારી આંખ નહતી ખુલી તો તમને જગાડ્યા નહીં…..
પાપા ,પણ કિશન તે ફોન પર તો…
કિશન , હા પાપા…મેં ફોન માં ખોટું કીધું હતું…હું આવા નો તો હતો જ પણ પાછો જાવા માટે….
પણ કાલે તમારી વાત સાંભળી ને તમારી મતલબ કે મારી ખુશી માટે હવે હું અહીંયા જ રહીશ ….
મેં મારું પોતા નું બિઝનેસ અહીંયા સેટઅપ કરવા નું વિચાર્યું …ને મારા બોસ મને આમા મદદ પણ કરશે…..

પાપા ની આંખ ભરાઈ આવી….પાપા એ કિશન ને ગળે લગાડ્યો….

બેટા સરપ્રાઈઝ દેવા માં હું તારો એ પપ્પા છું…..
કિશન , એટલે…
પાપા , એટલે એવુ કે મેં તારા લગ્ન નક્કી કરી દીધા છે….
કિશન થોડો આઘાત માં ,પણ પપ્પા..

પાપા,ના પણ બણ કાઈ નહીં….મને ખબર છે તારે હમણાં લગ્ન નથી કરવા.. એમ ને…

કિશન ,હા એમ જ
પાપા, પાકું ને તો પેલી રાધિકા કરી ને જે છોકરી છે એને હું ના પાડી દવ…

કિશન.., પાપા શુ.. રાધિકા…એટલે તમે …

પપ્પા, હા હું એ જ રાધિકા ની વાત કરું છું જેને તું પ્રેમ કરે છે ,.
મને કાલે એનો ફોન આવ્યો હતો…કે તમે એક બીજા ને પ્રેમ કરો છો પણ અમને કહેતા તું થોડો અચકાય છે . ને એને મને એ પણ કીધું હતું કે તું અહીંયા આવા નો છો…
કિશન ,એટલે પપ્પા તમને બધી ખબર હતી….

પાપા,બધી નહીં…આજે અહીંયા હંમેશા માટે રહેવા નો નિર્ણય મારી માટે સૌથી મોટી સરપ્રાઈઝ ..

ને રાધિકા અહીંયા આવી છે એ તારી માટે મોટી સરપ્રાઈઝ…
જો પાછળ જો….

પાછળ રાધિકા મમ્મી ને ઢીંગલી ઉભા હતા….

રાધિકા, પણ જો કિશન હંમેશા માટે અહીંયા રહેશે તો મારે એની સાથે લગ્ન નથી કરવા….

થોડી વાર બધા સ્તબ્ધ થઈ ગયા….એટલા માં રાધિકા જોર થી હસવા લાગી…કે કહ્યું.., અરે હું તો મજાક કરું છું…..આ દિવાળી નટવરલાલ ના પરિવાર ને હંમેશા માટે યાદગાર હોળી બની ગઈ હતી…

બધા તહેવાર એની સાથે કાંઈક ને કાંઈક ખુશી જરૂર લાવે છે….બસ એ ખુશી ખુશ થવા ની જરૂર છે આપણે…..

લેખક – મેઘા ગોકાણી

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks