લગ્નની ખબરો વચ્ચે મનીષ મલ્હોત્રાના ઘરે પહોંચી પરિણીતિ ચોપરા, મોટી મોટી સ્માઇલ સાથે શરમાતી જોવા મળી હતી થવાવાળી દુલ્હનિયા

પરિણીતિ ચોપરા લગ્નમાં પહેરશે મનીષ મલ્હોત્રાનો લહેંગો ? પેપરાજીના સવાલ પર શરમાતા આપ્યો પોઝ, ગુલાબી ગાલ અને મોટી સ્માઇલ પર ફિદા થયા ચાહકો- જુઓ વીડિયો

બોલિવુડ અભિનેત્રી પરિણીતિ ચોપરા આ દિવસોમાં તેની ફિલ્મોથી વધારે પર્સનલ લાઇફને લઇને ચર્ચામાં બનેલી છે. ઘણા મીડિયા રીપોર્ટમાં અને સોશિયલ મીડિયામાં પરિણીતિ ચોપરા અને આમ આદમી પાર્ટીના નેતા રાઘવ ચઢ્ઢાના લગ્નને લઇને ખબરો ચાલી રહી છે. આ વચ્ચે પરિણીતિ ચોપરા ફેમસ ફેશન ડિઝાઇનર મનીષ મલ્હોત્રાના ઘરે નજર આવી, જેની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવતા જ વાયરલ થઇ ગયા.આ દરમિયાન પરિણીતી એકદમ અલગ જ અંદાજમાં જોવા મળી રહી છે.

પરિણિતી ચોપરાની આ તસવીરો પર ચાહકો ફિદા થઇ રહ્યા છે. આ તસવીરમાં પરિણીતી ચોપરાના ચહેરા પર એક સુંદર સ્માઇલ જોવા મળી રહી છે. પરિણીતી ચોપરાની આ સુંદર સ્માઇલ ચાહકોના દિલ ચોરી રહી છે. જ્યાં એક તરફ પરિણીતી લગ્નના સમાચારોને લઈને સતત ચર્ચામાં છે તો બીજી તરફ પરિણીતીના ચહેરા પરની ચમક પણ ઘણું બધું કહી રહી છે. પરિણિતી હાલમાં જ મનીષ મલ્હોત્રાના ઘરે અલગ સ્ટાઈલમાં જોવા મળી હતી. તે સફેદ થ્રી પીસમાં જોવા મળી હતી અને આ દરમિયાન તેણે એક પર્સ પણ કેરી કર્યુ હતુ.

પરિણીતિના આ વીડિયો પર કોમેન્ટ કરતાં એક યુઝરે લખ્યું, ‘તે મનીષ મલ્હોત્રાનો ડિઝાઇન કરેલો લગ્નનો જોડો પહેરવાની છે.’ તો બીજાએ લખ્યું, ‘મને લાગે છે કે પરિણીતી સંપૂર્ણપણે પ્રેમમાં છે’. આ સિવાય ઘણા ફેન્સે પરિણીતીને અભિનંદન આપવાનું શરૂ કરી દીધું હતુ. ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલ મુજબ, રાઘવ અને પરિણીતી લાંબા સમયથી અકબીજાના પ્રેમમાં છે અને તેમના પરિવારજનો પણ આ સંબંધ માટે સહમત છે. કેટલાક દિવસ પહેલા જ બંને મુંબઈની એક રેસ્ટોરન્ટની બહાર સાથે જોવા મળ્યા હતા.

ત્યારબાદ તેમના સંબંધોના સમાચાર ચર્ચામાં આવ્યા. તાજેતરમાં પરિણીતીએ રાઘવ ચઢ્ઢા સાથેના લગ્નની અફવાઓ વિશે લાઈફસ્ટાઈલ એશિયા સાથે વાત કરી હતી. તેણે કહ્યું છે કે કેવી રીતે લોકોને તેની અંગત જીવનમાં ખૂબ જ રસ છે. આ સાથે તેણે કહ્યું કે જ્યારે તેને યોગ્ય લાગશે ત્યારે તે આ અફવાઓનો જવાબ આપશે. પરિણીતીએ કહ્યું- ‘મીડિયા દ્વારા મારી ચર્ચા કરવી અને લાઇન ક્રોસ કરવી એમાં થોડો તફાવત છે.

જો કોઈ ગેરસમજ ઊભી કરવામાં આવી રહી છે, તો હું ચોક્કસપણે તેને દૂર કરીશ.જો મને લાગે કે તે જરૂરી નથી, તો હું તેને સ્પષ્ટ નહીં કરું.જણાવી દઇએ કે, હજુ સુધી પરિણીતી અને રાઘવે લગ્નના સમાચાર પર કોઈ પ્રતિક્રિયા આપી નથી પણ અનેક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે બંને જલ્દી લગ્ન કરી શકે છે. વર્કફ્રન્ટની વાત કરીએ તો તે અમિતાભ બચ્ચન, અનુપમ ખેરની ફિલ્મ ઊંચાઇમાં જોવા મળી હતી. તે જલ્દી જ ચમકીલામાં જોવા મળશે.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

Shah Jina