‘સાહેબ-બીવી ગેંગસ્ટર’ની આ અભિનેત્રીએ ગુપ્ત રીતે કરી લીધા લગ્ન, 47 વર્ષની ઉંમરે આ વ્યક્તિને બનાવ્યો પોતાનો દુલ્હો- જાણો કોણ છે અભિનેત્રીનો પતિ
બોલિવૂડ એક્ટ્રેસ માહી ગિલેની ગણતરી એ અભિનેત્રીઓમાં થાય છે જે પોતાની શાનદાર એક્ટિંગ માટે જાણીતી છે. તેણે પોતાના કરિયરમાં ‘દેવ ડી’, ‘સાહેબ બીવી ઔર ગેંગસ્ટર’ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. તે પોતાની પ્રોફેશનલ લાઈફની સાથે પર્સનલ લાઈફને લઈને પણ ચર્ચામાં રહે છે. 47 વર્ષની માહી ગિલ વિશે હાલ મોટા સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે માહી ગિલે લગ્ન કરી લીધા છે.
માહી ગિલના લગ્નના સમાચાર સોશિયલ મીડિયા પર આગની જેમ ફેલાઈ ગયા. મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવી રહ્યું છે કે માહી ગિલે એક્ટર અને એન્ટરપ્રિન્યોર રવિ કેસર સાથે લગ્ન કર્યા છે. એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે માહી ગિલે એક મીડિયા સંસ્થા સાથે વાત કરતા લગ્નની વાત કબૂલ કરી લીધી છે. આ કપલ ગોવા શિફ્ટ થઈ ગયુ છે અને માહી ગિલની દીકરી વેરોનિકા પણ તેમની સાથે છે.
જણાવી દઈએ કે માહી ગિલ અને રવિ કેસરે વર્ષ 2019માં વેબ સિરીઝ ફિક્સરમાં સાથે કામ કર્યું હતું. વર્ષ 2019માં જ માહી ગિલે ખુલાસો કર્યો હતો કે તે એક પુત્રીની માતા છે. તેની આ વાતે લોકોને ચોંકાવી દીધા હતા. માહી ગિલે એ પણ કહ્યું હતું કે કેટલાક અંગત કારણોસર તેણે તેની પુત્રી વેરોનિકાની તસવીર બતાવી નથી. મીડિયા રિપોર્ટ્સમાં કહેવાયું છે કે માહી ગિલે ફિલ્મોમાં આવતા પહેલા પંજાબી બિઝનેસમેનના પુત્ર સાથે લગ્ન કર્યા હતા.
જો કે, તેમનો સંબંધ લાંબો સમય ટકી શક્યો નહીં અને બંનેએ છૂટાછેડા લીધા અને અલગ થઈ ગયા. માહી ગિલના કરિયરની વાત કરીએ તો તેણે વર્ષ 2003માં ફિલ્મ ‘હવાએં’થી એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી. જો કે, માહી ગિલને વર્ષ 2009માં રિલીઝ થયેલી ફિલ્મ ‘દેવ ડી’થી ઓળખ મળી હતી. આ પછી માહી ગિલે ‘ગુલાલ’, ‘દબંગ’, ‘સાહેબ બીવી ઔર ગેંગસ્ટર’, ‘પાનસિંહ તોમર’, ‘બુલેટ રાજા’, ‘અપહરણ’ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે.
બોલિવૂડમાં ડેબ્યુ કરતા પહેલા માહી ગિલ માત્ર પંજાબી ફિલ્મોમાં જ કામ કરતી હતી. માહી ગિલે હિન્દી અને પંજાબી સિવાય તેલુગુ ફિલ્મોમાં પણ કામ કર્યું છે. ફિલ્મ દેવ ડી માટે અભિનેત્રીને વર્ષ 2010માં ફિલ્મફેયરનો બેસ્ટ એક્ટ્રેસ ક્રિટિક્સ એવોર્ડ મળ્યો હતો.