અભિનેતા પરેશ રાવલના નિધનની અફવા ઉડી, મોતની અફવા સાંભળીને અભિનેતાએ કહ્યુ,’સવારે 7 વાગ્યે…’

કોરોના મહામારી વચ્ચે ઘણા સેલિબ્રિટિઝના નિધનની ખોટી ખબર ઉડી રહી છે. હાલમાં જ પરેશ રાવલે એક વાયરલ પોસ્ટ શેર કરી છે. આ પોસ્ટમાં તેમને શ્રદ્ધાંજલિ આપવામાં આવી છે. તેનો જવાબ અભિનેતાએ પોતે મજાકિયા અંદાજમાં આપ્યો છે. તે બાદ તેના ચાહકો પણ આ પોસ્ટ પર મીમ પોસ્ટ કરી મજા લઇ રહ્યા છે.

પરેશ રાવલ ફિલ્મ જગતનું મોટુ નામ છે. જયારે તેમના નિધનની ખબરે જોર પકડ્યુ તો તેમની સાથે કામ કરનારા કેટલાક સ્ટાર્સ સહિત ચાહકો પણ પરેશાન થઇ ગયા હતા.

સોશિયલ મીડિયા પર લાફ્ટર હાઉસ નામના યુઝરે લખ્યુ કે, આજે સવારે 7 વાગ્યે ફિલ્મ ઇંડસ્ટ્રીના અભિનેતા પરેશ રાવલની મોત થઇ ગઇ છે. આ પોસ્ટને શેર કરતા પરેશ રાવલે લખ્યુ કે, ગલતફેમી માટે માફ કરો કારણ કે હું સવારે 7 વાગ્યે ઊંઘ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, પરેશ રાવલ સોશિયલ મીડિયા  પર ઘણા સક્રિય રહે છે અને તેઓ અનેક મુદ્દા પર પણ બોલતા જોવા મળે છે. ફિલ્મોની વાત કરીએ તો, તે ફરહાન અખ્તરની “તૂફાન”માં બોક્સિંગ કોચની ભૂમિકામાં જોવા મળશે.

તમને જણાવી દઇએ કે, પરેશ રાવલે માર્ચમાં કોરોના વેક્સિન લીધી હતી. તેઓ લગભગ 17 દિવસ બાદ કોરોના પોઝિટિવ આવ્યા હતા. જો કે, હવે તેમણે વેક્સિનનો બીજો ડોઝ લગાવી લીધો છે.

Shah Jina