સામાન્ય લાગતો પાણીપુરી વાળો તમારા કરતા પણ કેટલાય ઘણા રૂપિયા કમાય છે, અવાક જાણીને તો તમે પણ હક્કાબક્કા રહી જશો, જુઓ વીડિયો

Pani puri seller income : પાણીપુરી એક એવી વસ્તુ છે જે નાના મોટા દરેક વ્યક્તિઓને ખાવી પસંદ હોય છે અને તેમાં પણ મહિલાઓ તો પાણીપુરી માટે દીવાની હોય છે. ત્યારે તમે પણ જયારે પાણીપુરીની લારી પર પાણીપુરી ખાવા માટે જતા હશો ત્યારે થોડા સમય માટે તમારે પણ રાહ જોઈને ઉભા રહેવું પડતું હશે. પાણીપુરીવાળાને જોઈને મનમાં એક સવાલ તો ચોક્કસ થાય કે આ લોકો કેટલું કમાતા હશે ? કારણ કે તેમની લારી અને તેમની હાલત જોઈને આપણને પણ તેમના પર દયા આવતી હોય છે.

એક દિવસના કેટલા કમાય છે ?

પરંતુ હાલ સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેમાં એક પાણીપુરી વાળો પોતાની આવક જણાવી રહ્યો છે, જેને જાણીને તમે પણ મોઢામાં આંગળા નાખી દેશો. એક બ્લોગર પાણીપુરી વાળા સાથે સવાલ જવાબ કરે છે અને તેને પૂછે છે કે ભાઈ તમે કેટલા રૂપિયા કમાઈ લો છો આ ધંધો કરીને.. ત્યારે પાણીપુરી વાળો જવાબ આપે છે કે 2500 રૂપિયા. આ સાંભળીને બ્લોગર પણ શોક થઇ જાય છે. કારણ કે પાણીપુરી વાળાની એક દિવસની આવક 2500 રૂપિયા છે.

માસિક આવક હોશ ઉડાવી દેશે :

હવે જો 30 દિવસનો હિસાબ લગાવવામાં આવે તો 30×2500= 75000 રૂપિયા દર મહિને આ સામાન્ય પાણીપુરી વેચનાર કમાય છે, મોટાભાગના લોકોની તો માસિક આવક પણ 75 હજાર નથી હોતી. ત્યારે હાલ આ પાણીપુરી વાળાનો વીડિયો સોશિયલ મીડિયામાં જંગલની આગની જેમ વાયરલ થઇ રહ્યો છે. જેને અત્યાર સુધીમાં 44.7 મિલિયન કરતા પણ વધારે લોકોએ જોયો છે અને 17 લાખની આસપાસ લોકોએ તો આ વીડિયોને લાઈક કર્યો છે.

લોકોની પ્રતિક્રિયા જુઓ :

તો હવે આ વારયલ વીડિયો પર લોકોની પ્રતિક્રિયા પણ સામે આવી રહી છે. ઘણા લોકો પાણીપુરી વાળાની આ અવાક જોઈને અવાક રહી ગયા છે. ઘણાનું કહેવું છે કે આ પાણીપુરી વાળાને ના દુકાનનું ભાડું ભરવાનું હોય છે, ના કોઈ ટેક્સ ચૂકવવાનો હોય છે અને આટલી સારી કમાણી કરી રહ્યા છે. તો કોઈ મજાકિયા અંદાજમાં એમ પણ કહી રહ્યું છે કે હવે નોકરી છોડીને પાણીપુરીનો વ્યવસાય જ શરૂ કરી દેવામાં મજા છે.

 

View this post on Instagram

 

A post shared by Vijay (@vijay_vox_)

Niraj Patel