રેસ્ટોરન્ટથી ઓનલાઇન ઓર્ડર કર્યું સલાડ પણ નીકળી જીવતી ગોકળગાય, વીડિયો જોઇ તમે પણ રહી જશો હેરાન

ઓનલાઇન કર્યો સલાડનો ઓર્ડર, અંદર નજારો જોઇ ઉડી ગયા હોંશ, ફરતી જોવા મળી જીવતી ગોકળગાય, જુઓ વીડિયો

આજકાલ લોકો ઘણા શોખથી હોટલ અને રેસ્ટોરન્ટમાંથી ફૂડ ઓર્ડર કરે છે, પણ ઘણીવાર આ ફૂડમાંથી જીવાત નીકળવાની પણ ઘટના સામે આવતી રહે છે. જો તમે પણ આવું કરો છો તો સાવધાન થઈ જાવ. હાલમાં ફરી એકવાર આવી ઘટના બની. બેંગલુરુમાં સ્થાનિક રેસ્ટોરન્ટમાંથી સલાડ મંગાવવો એક વ્યક્તિને ભારે પડ્યો.

ઓનલાઇન ઓર્ડર કર્યો સલાડ

જ્યારે તેણે સલાડનું પેકેટ ખોલ્યું તો તેમાંથી એક જીવતી ગોકળગાય નીકળી. ‘ધવલ સિંહ’ નામના ગ્રાહકે આ વીડિયો સોશિયલ નેટવર્કિંગ સાઈટ ‘X’ અને ‘Reddit’ પર શેર કર્યો છે. ધવલે જણાવ્યું કે તેણે ‘Swiggy’ દ્વારા ‘લિયોન્સ ગ્રીલ’ નામની રેસ્ટોરન્ટ ચેનમાંથી સલાડ મંગાવ્યો હતો.

નીકળી જીવતી ગોકળગાય

જ્યારે તેના સુધી સલાડ પહોંચ્યો અને પછી તેણે ખાવા માટે પેકેટ ખોલ્યું કે સલાડની અંદર એક ગોકળગાય જીવતી ફરી રહી હતી. ધવલે પોસ્ટની કોમેન્ટમાં એમ પણ કહ્યું કે તેણે આ રેસ્ટોરન્ટમાંથી જે ડ્રિંક મંગાવ્યુ હતુ તે પણ યોગ્ય નહોતુ. ધવલે રેસ્ટોરન્ટની સાથે સ્વિગીને પણ ટેગ કર્યું.

વીડિયો થયો વાયરલ તો સ્વિગીએ આપ્યો જવાબ

તેણે લખ્યું કે આ રેસ્ટોરન્ટમાંથી ફૂડ મંગાવવું સારું નથી. સ્વિગીને ટેગ કરતી વખતે લખ્યું કે તમારે ધ્યાન રાખવું જોઈએ કે અન્ય કોઈ ગ્રાહક સાથે આવું ન થાય. આ પોસ્ટના જવાબમાં સ્વિગીએ ઓર્ડરની આઈડી માંગી, જેના જવાબમાં ધવલે કહ્યું કે તમારી કસ્ટમર કેર પણ રિફંડ આપવાનો ઈન્કાર કરી રહી છે.

Shah Jina