કેવી રીતે 1 રાતમાં 20-30 લાખ રૂપિયા કમાય છે ઓરહાન અવત્રામણિ ? એક દિવસમાં યુઝ કરે છે 3 મોબાઇલ, કામ જાણી હલી જશો તમે
ઓરહાન અવત્રામણિ ઉર્ફે ઓરીએ તાજેતરમાં જ ‘બિગ બોસ 17’માં એન્ટ્રી કરી હતી અને ઘણી લાઇમલાઇટ પણ મેળવી હતી. સલમાન ખાને તેને વીકેન્ડ કા વાર એપિસોડમાં પરિવારના સભ્યો સાથે પરિચય કરાવ્યો હતો. આ સમય દરમિયાન ઓરીએ સોશિયલ મીડિયા પર તેના ફોટોઝને લઇને કેટલાક રસપ્રદ ખુલાસા કર્યા. તેણે ‘શનિવાર કા વાર’ પર ઘરમાં એન્ટ્રી કરી અને રવિવારે અરબાઝ ખાન અને સોહેલ ખાન સાથે BB હાઉસને અલવિદા કહી દીધુ.
બિગ બોસના ઘરમાં પ્રવેશતા પહેલા ઓરીએ સ્ટેજ પર સલમાન ખાન સાથે ફની વાતચીત કરી હતી, જેને સાંભળીને સલમાન હસી પડ્યો હતો. ‘બિગ બોસ 17’ના સ્ટેજ પર સલમાનની સામે ઓરીએ કેટલાક ચોંકાવનારા ખુલાસા પણ કર્યા. ઓરીએ જણાવ્યું કે તે એક ખાસ પોઝ આપવા માટે લગભગ 20-30 લાખ રૂપિયા ચાર્જ કરે છે. આ સાંભળીને સલમાન ખાન આશ્ચર્યચકિત થઈ ગયો. તેણે સલમાનને એમ પણ કહ્યું કે તેની પાસે 1-2 નહીં પરંતુ 5 મેનેજર છે.
ઓરીએ કહ્યું, “હું ઈવેન્ટ્સમાં જે પોઝ કરું છું, તેને ક્લિક કરી પોસ્ટ કરવા બદલ મને પૈસા મળે છે. હું આ માટે એક રાતમાં લગભગ 20-30 લાખ રૂપિયા કમાઉ છું. મારા ટચ કર્યા પછી તેમને લાગે છે કે તેઓ ઘણા યુવાન દેખાય છે. સલમાન ખાને ઓરીને સવાલ કર્યો કે તે કેટલા ફોન વાપરે છે?
તો ઓરીએ કહ્યુ, “હું ત્રણ ફોન વાપરું છું, એક સવાર માટે, એક બપોર માટે અને એક રાત માટે. કારણ કે બેટરી ડિસ્ચાર્જ ન થાય. ઓરીનો જવાબ સાંભળીને માત્ર સલમાન જ નહીં પરંતુ દર્શકો પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. સલમાને જ્યારે પૂછ્યુ કે તે સોશિયલ મીડિયા પર આટલા બધા ફોટા કેમ પોસ્ટ કરે છે? તો ઓરીએ કહ્યું કે તે યુવાનોને પ્રેરણા આપવા માંગે છે કે તેઓ પણ તેના જેવા બની શકે.
તેણે સલમાનને કહ્યું કે હાલમાં તે દરરોજ રાત્રે પાર્ટીઓમાં જઈને અને લોકો સાથે ફોટા પડાવીને 20 થી 30 લાખ રૂપિયા કમાય છે અને તેણે પાંચ મેનેજર રાખ્યા છે. બિગ બોસના ઘરમાં પ્રવેશ્યા બાદ ઓરીએ અભિષેક કુમાર, અંકિતા લોખંડે, વિકી જૈન, મુનાવર ફારુકી સાથે ઘણો સમય વિતાવ્યો હતો.