જીજાજી સાથે મોહન સિસ્ટર્સે કર્યો ધમાકેદાર ડાંસ, જીજા સાથે મોહન સિસ્ટર્સની મસ્તી ભરેલી પળો કેમેરામાં થઇ કેદ

મુક્તિ મોહનના પ્રી વેડિંગ ફંક્શનનો વીડિયો થયો વાયરલ: ડાંસર શક્તિ મોહનની જુડવા બહેન મુક્તિના લગ્નમાં જોવા મળ્યા ખૂબસુરત પળ..

ડાંસ ઇન્ડિયા ડાંસ 2 ફેમ શક્તિ મોહનની જુડવા બહેન અને બોલિવુડની જાણિતી ડાંસર તેમજ એક્ટ્રેસ મુક્તિ મોહને તેના લોન્ગ ટાઇમ બોયફ્રેન્ડ અને એનિમલ ફેમ એક્ટર કુણાલ ઠાકુર સાથે 9 ડિસેમ્બરના રોજ લગ્ન કર્યા હતા. જણાવી દઇએ કે, કુણાલે એનિમલ ફિલ્મમાં રશ્મિકા મંદાનાના મંગેતરની ભૂમિકા નિભાવી હતી. ત્યારે હવે મુક્તિ અને કુણાલને લગ્ન બાદ પરિવાર અને સેલેબ્સથી લઇને ચાહકો શુભકામના પાઠવી રહ્યા છે.

મુક્તિના પ્રી વેડિંગ સેરેમનીની તસવીરો વાયરલ

આ કપલે તાજેતરમાં જ ઈન્સ્ટાગ્રામ પર તસવીરો શેર કરીને તેમના લગ્નનો ખુલાસો કર્યો હતો. ત્યારે હવે મુક્તિ મોહનની બહેન શક્તિ મોહને લગ્ન સહિત પ્રી વેડિંગ ફંક્શનની ઘણી તસવીરો શેર કરી છે અને ઈમોશનલ નોટ લખી બહેન પર પ્રેમ વરસાવ્યો છે. મુક્તિ મોહને 10 ડિસેમ્બરે તેના ઇન્સ્ટાગ્રામ પર લગ્નની તસવીરો શેર કરી હતી.

શક્તિએ બહેન માટે લખી ઇમોશનલ પોસ્ટ

મુક્તિની બહેનો શક્તિ મોહન, નીતિ મોહન અને કૃતિ મોહન પણ તેમના માતા-પિતા સાથે લગ્નની તસવીરોમાં જોવા મળી હતી. ત્યારે હવે શક્તિ મોહને તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર લગ્નની ઘણી નવી તસવીરો શેર કરી છે અને તેની બહેન માટે એક ઇમોશનલ નોટ પણ લખી છે. લગ્નની તસવીરો શેર કરતા શક્તિએ લખ્યું, “મારા નાના ગોલુના લગ્ન થઈ ગયા છે. એવું લાગે છે કે મારા હૃદયનો ટુકડો તમારી સાથે ગયો.

હું તમારા અને કુણાલ ઠાકુર માટે ખૂબ જ ખુશ છું. સંપૂર્ણ જીવનસાથી શોધવા બદલ અભિનંદન. તમારું જીવન સુખ અને આનંદથી સમૃદ્ધ બને. હું તમને ખૂબ જ યાદ કરીશ મુક્તિ મોહન. દરેક બાબતમાં મારી પાર્ટનર’. આ સાથે શક્તિ મોહને પણ મહેંદી સેરેમનીની પણ ઘણી તસવીરો શેર કરી છે.

લગ્નના દિવસે પેસ્ટલ લહેંગામાં સુંદર લાગી મુક્તિ મોહન

નીતિ મોહને તેના સોશિયલ મીડિયા હેન્ડલ ઇન્સ્ટાગ્રામ પર એક ભાવનાત્મક પોસ્ટ શેર કરી લખ્યું, ‘BRB…મુક્તિ મોહન અને કુણાલ ઠાકુરે હમણાં જ લગ્ન કર્યા છે’. લગ્નના ખાસ દિવસે મુક્તિએ પેસ્ટલ રંગનો લહેંગો પહેર્યો હતો, જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી હતી. આ સાથે કુણાલે ક્રીમ અને રેડ એથનિક શેરવાની પહેરી હતી. આ કપલના લગ્નની ખાસ પળો લોકોમાં ચર્ચાનો વિષય બની છે. મુક્તિ અને કુણાલના સંગીતમાં બહેનોએ જીજા સાથે જોરદાર ડાંસ પણ કર્યો હતો અને આનો વીડિયો પણ સામે આવ્યો છે, જે વાયરલ થઇ રહ્યો છે.

મુક્તિ મોહન અને કુણાલ ઠાકુરનું કરિયર

જણાવી દઇએ કે, મુક્તિ મોહન ‘કોમેડી સર્કસ કા જાદુ’, ‘દિલ હૈ હિન્દુસ્તાની 2’, ‘ઝલક દિખલા જા 6’ અને ‘ફિયર ફેક્ટરઃ ખતરોં કે ખિલાડી 7’ સહિતના કેટલાક ટીવી રિયાલિટી શોમાં જોવા મળી છે. તેણે ‘બ્લડ બ્રધર્સ’, ‘સાહેબ’, ‘બીવી ઔર ગેંગસ્ટર’, ‘હેટ’ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. કુણાલ ઠાકુર એક અભિનેતા છે, જેણે ‘કસૌટી જિંદગી કી’ની બીજી સીઝનમાં કામ કર્યું છે. તે સંદીપ રેડ્ડી વાંગાની ‘કબીર સિંહ’ અને રણબીર કપૂરની ‘એનિમલ’માં પણ જોવા મળ્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by NEETI MOHAN (@neetimohan18)

Shah Jina