માતાની જેમ જ ખૂબ જ સુંદર છે ટીવીની ‘સીતા’ દીપિકા ચિખલિયાની બંને દીકરીઓ, આપે છે સ્ટારકિડ્સને માત

દીપિકા ચિખલિયાની જેમ ખૂબસુરત છે તેમની બંને દીકરીઓ, સ્ટારકિડ્સ સાથે થાય છે તુલના, 1 છોકરી કરે છે આ કામ

‘રામાયણ’ની સીતા દીપિકા ચિખલિયાની જેમ ખૂબસુરત છે તેમની દીકરીઓ, એક ચતો હૂબહુ છે માતા જેવી.. 1 છોકરી કરે છે આ કામ

Dipika Chikhlia Daughters Nidhi Topiwala-Juhi Topiwala: દીપિકા ચિખલિયાએ ‘રામાયણ’માં સીતાનું પાત્ર ભજવીને ઘણી ખ્યાતિ મેળવી હતી. કહેવાય છે કે જ્યારે પણ લોકો માતા સીતાને યાદ કરે છે ત્યારે તેમની સામે સીતાના રૂપમાં દીપિકાનો ચહેરો દેખાય છે. દીપિકા ખૂબ જ સુંદર કલાકાર છે. તેમની સુંદરતા આજે પણ અકબંધ છે.

માતાની જેમ જ ખૂબ જ સુંદર છે ટીવીની ‘સીતા’ની બંને દીકરીઓ

દીપિકાએ 1991માં ગુજરાતી બિઝનેસમેન હેમંત ટોપીવાલા સાથે લગ્ન કર્યા હતા. લગ્ન બાદ આ કપલને 2 દીકરીઓ પણ છે અને આ બંને દીકરીઓ ખૂબ જ ગ્લેમરસ અને સુંદર છે. દીપિકા ચિખલિયા 57 વર્ષના છે, પરંતુ આજે પણ તેમની સુંદરતા અને સાદગીની સરખામણીમાં ઘણી યુવા અભિનેત્રીઓ નિષ્ફળ છે. દીપિકાની બંને દીકરીઓ પણ માતાની જેમ જ સુંદર અને સાદગીથી ભરેલી છે.

જુહી ટોપીવાલા અને નિધિ ટોપીવાલા

દીપિકા ચિખલિયા ઘણીવાર દીકરીઓ સાથે તસવીરો શેર કરે છે. તેમની બે દીકરીઓના નામ જુહી ટોપીવાલા અને નિધિ ટોપીવાલા છે. નિધિ અને જુહીની સરખામણી બોલીવુડના ટોપ સ્ટાર કિડ્સ સાથે કરવામાં આવે છે. બંને તેમની માતાની જેમ સુંદર છે. પરંતુ બંને એક્ટિંગની દુનિયાથી દૂર છે. નિધિ ટોપીવાલા મેકઅપ આર્ટિસ્ટ છે. તેનો ચહેરો માતા દીપિકા સાથે ઘણો મળતો આવે છે.

એક છે મેકઅપ આર્ટિસ્ટ તો બીજી લાઇમલાઇટથી દૂર રહેવાનું કરે છે પસંદ

નિધિ સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ છે અને મેકઅપ કરતી વખતે ઘણીવાર વીડિયો અને રીલ્સ શેર કરે છે. જ્યારે દીપિકા ચિખલિયાની બીજી દીકરી જુહી ટોપીવાલા સોશિયલ મીડિયાથી દૂર છે. તે પોતાનું જીવન અંગત રાખવાનું પસંદ કરે છે અને લાઈમલાઈટથી દૂર રહે છે. દીપિકા ચિખલિયાની વાત કરીએ તો તેમણે રામાયણની સાથે ઘણા ટીવી શોમાં કામ કર્યું છે. તેમણે બોલિવૂડમાં રાજેશ ખન્ના સાથે પણ કામ કર્યું હતું.

રામાયણ સિવાય બીજી પણ સીરિયલમાં કર્યુ છે કામ

તેઓ છેલ્લે વર્ષ 2019માં આવેલ ફિલ્મ ‘બાલા’માં અભિનેત્રી ભૂમિ પેડનેકર, યામી ગૌતમ અને અભિનેતા આયુષ્માન ખુરાના સાથે જોવા મળ્યા હતા. આ ફિલ્મમાં દીપિકાએ યામી ગૌતમની માતાની ભૂમિકા ભજવી હતી. દીપિકા ચિખલિયા જ્યાં વ્યવસાયે અભિનેત્રી છે, ત્યાં તેમના પતિ બિઝનેસમેન છે. તેમનો કોસ્મેટિક્સનો બિઝનેસ છે અને કંપનીનું નામ ‘શ્રૃંગાર બિંદી’ અને ‘ટિપ્સ એન્ડ ડોઝ કોસ્મેટિક્સ’ છે.

આવી રીતે થઇ હતી દીપિકા અને તેમની પતિ હેમંતની મુલાકાત

દીપિકા અને હેમંતની મુલાકાત પણ ખૂબ જ રસપ્રદ છે. તે એક શૂટિંગ દરમિયાન હેમંતને મળ્યા હતા. એક જાહેરાતના શૂટિંગ દરમિયાન તેમણે શ્રૃંગાર બ્રાન્ડની કાજલનો ઉપયોગ કર્યો હતો. આ પછી બંને પોતપોતાના જીવનમાં વ્યસ્ત થઈ ગયા. બંને વર્ષો સુધી મળ્યા નહિ, પરંતુ જ્યારે બંને મળ્યા ત્યારે કાયમ માટે એક થઇ ગયા. તેમની મિત્રતા ટૂંક સમયમાં પ્રેમમાં બદલાઈ ગઈ અને પછી બંનેએ લગ્ન કરી લીધા.લગ્નના 32 વર્ષ પછી પણ બંને વચ્ચે એવો જ પ્રેમ છે.

Shah Jina