વિદેશના લગ્નમાં પણ જોવા મળી ભારતીય સંસ્કૃતિની ઝલક, ગળામાં રુદ્રાક્ષની માળા પહેરીને વિદેશી પંડિત લગ્ન કરાવતા જોવા મળ્યા, જુઓ વીડિયો

વિદેશી વરરાજાએ પહેરી શેરવાની અને કન્યાએ લહેંગો, પણ વિદેશી પંડિતે જીત્યા દિલ, ગળામાં રુદ્રાક્ષની માળા અને ખભે અંગવસ્ત્ર, વૈદિક સંસ્કૃત શ્લોક સાથે કરાવ્યા લગ્ન, જુઓ વીડિયો

Foreign pandit performed the marriage : હાલ દેશભરમાં લગ્નનો માહોલ  ચાલી રહ્યો છે અને  સોશિયલ મીડિયામાં પણ લગ્નને લઈને કેટલાક વીડિયો વાયરલ થતા જોવા મળે છે. કેટલાક લગ્નમાં એવી વિધિઓ જોવા મળે છે જેને જોઈને અપને પણ હેરાન રહી જઈએ. તો ઘણા લગ્નની અંદર કેટલીક ઘટનાઓ દિલ જીતી લેતી હોય છે. હાલ જે ક્લિપ વાયરલ થઈ રહી છે તે સાવ અલગ છે. સાંસ્કૃતિક રીતે, આ વિડિયો તમને આશ્ચર્યચકિત કરી દેશે કારણ કે તમે આવો નજારો આ પહેલા ભાગ્યે જ જોયો હશે.

વિદેશમાં પણ ભારતીય સંસ્કૃતિ :

લોકો તેમના લગ્નને યાદગાર બનાવવા દરેક વસ્તુ કરતા હોય છે.  તેઓ વિવિધ પ્રકારના વિચારો લે છે અને તેના પર કામ કરે છે અને સોશિયલ મીડિયા પર લોકપ્રિય બને છે. આવા જ એક લગ્નનો વીડિયો આજકાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જે તમારું પણ દિલ જીતી લેશે. આમાં બે લોકોના લગ્ન તો વિદેશી રીતે થઈ રહ્યા છે, પરંતુ આમાં એક વિદેશી પંડિતજીના સંસ્કૃત શબ્દોનું પણ પઠન થઈ રહ્યું છે.

અંગ્રેજ પંડિતજીની દેશી શૈલી

વાયરલ થઈ રહેલા વીડિયોમાં વરરાજાએ દેશી શેરવાની પહેરી છે અને દુલ્હન પણ લહેંગા પહેરેલી જોવા મળી રહી છે. જો કે, આ યુગલ કરતાં વધુ ધ્યાન આકર્ષિત કરે છે તે છે સામે ઉભેલા વિદેશી પંડિતજી, જેઓ વૈદિક રીતે લગ્ન કરાવી રહ્યા છે. આ માટે તેણે સંસ્કૃતના શ્લોકો પણ વાંચ્યા. પંડિતજીના ખભા પર અંગ વસ્ત્ર અને ગળામાં રુદ્રાક્ષની માળા પણ છે. તેમનો આખો ગેટઅપ દેશી પંડિત જીનો છે. શ્લોક વાંચ્યા પછી, તેણે અંગ્રેજી શ્લોકો પણ વાંચ્યા અને વર-કન્યાને આશીર્વાદ પણ આપ્યા.

 

View this post on Instagram

 

A post shared by Rati Manjari (@rati.manjari)

લોકોએ પંડિતજીના કર્યા વખાણ :

આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર રતિ મંજરી અને બીઈંગ યોગી નામના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ્સ સાથે શેર કરવામાં આવ્યો છે. આ વીડિયોને એક કરોડથી પણ વધુ લોકોએ જોયો છે અને હજારો લોકોએ તેને લાઈક પણ કર્યો છે. વીડિયો પર કોમેન્ટ કરીને લોકોએ વૈદિક રીતિ-રિવાજ મુજબ લગ્નના વખાણ કર્યા છે. કેટલાક યુઝર્સે હરે કૃષ્ણ અને રાધે-રાધે લખીને કોમેન્ટ પણ કરી છે.

Niraj Patel