ટિકિટ લીધા વગર જ બસમાં બેસી ગયો કપિરાજ, અને પછી કરવા લાગ્યો એવું કે પેસેન્જર પણ ડરના માર્યા ઉતરી ગયા નીચે, જુઓ વીડિયો

બસ ઘુસેલા કપિરાજને જોઈને ગભરાઈ ગયા પેસેન્જર, ડરના માર્યા બસમાંથી ઉતરી ગયા નીચે, પણ એક કાકાના માથામાં કપિરાજે કર્યું એવું કે વાયરલ થઇ ગયો વીડિયો

Monkey got on the bus : સોશિયલ મીડિયામાં ઘણા બધા વીડિયો રોજ વાયરલ થતા હોય છે. ઘણીવાર કેમેરામાં એવી એવી ઘટનાઓ કેદ થઇ જતી હોય છે કે તેને જોઈને આપણે પણ હેરાન રહી જતા હોઈએ છીએ. ત્યારે હાલ એક એવા જ વીડિયોએ ચર્ચા જગાવી છે, જેમાં બસની અંદર કપિરાજ ઘુસી આવે છે અને પછી બસમાં તે એવું કરે છે કે સૌ કોઈ હેરાન રહી જાય છે. બસ ઉભી રહેતા જ ઘણા પેસેન્જર પણ નીચે ઉતરી જાય છે, ત્યારે આ વીડિયોને લોકો ખુબ જ જોઈ રહ્યા છે.

બસમાં ઘુસ્યો કપિરાજ :

આ વીડિયો લખનઉ સિટી ટ્રાન્સપોર્ટ સર્વિસ લિમિટેડની બસનો છે, જેનો ઉપયોગ મુસાફરો મુસાફરી માટે કરે છે, પરંતુ આ દિવસોમાં એક કપિરાજ આ બસમાં મુસાફરી કરતો જોવા મળી રહ્યો છે, જે ક્યારેક મુસાફરોથી ભરેલી સિટી બસમાં ઘૂસી જાય છે. તે લોકોને ડરાવતો જોવા મળ્યો હતો, અને કેટલીકવાર તે કોઈની પર બેસીને તેમના માથા પર સ્નેહ કરતો જોવા મળ્યો હતો. વીડિયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે એક કપિરાજ પહેલા રોડવેઝની બસમાં ચઢે છે અને પછી સીટ પર કબજો કરે છે.

વૃદ્ધના માથામાં કરી ચંપી :

બસમાં વાંદરાને જોઈને મુસાફરી કરી રહેલા મુસાફરો હક્કાબક્કા થઈ જાય છે. આ સમય દરમિયાન, કોઈને કપિરાજથી ડર લાગે છે, જ્યારે કોઈ અન્ય પોતાનો જીવ બચાવવા માટે ત્યાંથી ભાગી જવામાં સમજદારી સમજે છે. વીડિયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે કપિરાજ એક વૃદ્ધ માણસ પર બેઠો છે અને તેના વાળમાંથી જુ કાઢી રહ્યો હોય તેમ લાગે છે. આ દરમિયાન વૃદ્ધ માણસ કંઈપણ કર્યા વિના ચુપચાપ બેસી રહેતો જોવા મળે છે.

અન્ય મુસાફરો ગભરાઈને બસની નીચે ઉતર્યા :

આ ઘટનમાં સારી વાત એ છે કે કપિરાજે કોઈપણ મુસાફરને કોઈ નુકસાન પહોંચાડ્યું નથી. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાયરલ થયેલા આ વીડિયોમાં આ દરમિયાન જ્યારે કપિરાજ લાંબા સમય સુધી બસમાંથી બહાર ન આવ્યો તો મુસાફરો રાહ જોતા રહ્યા. દરમિયાન, જ્યારે ધીમે ધીમે આખી બસ ખાલી થઈ ગઈ, ત્યારે કપિરાજ બહાર આવ્યો અને ચાલ્યો ગયો. આ પછી મુસાફરોની યાત્રા પૂર્ણ થઈ હતી. આ વીડિયો હવે ખુબ જ વાયરલ થઇ હર્યો છે અને લોકો પોતાની પ્રતિક્રિયા પણ તેના પર આપતા જોવા મળે છે.

Niraj Patel