પેકેટ ખોલ્યુ તો નીકળી માત્ર 2 ચિપ્સ…25% વધારે હોવાનો હતો દાવો- વાયરલ થઇ રહ્યો છે વીડિયો

વ્યક્તિએ ખરીદ્યુ 5 રૂપિયાનું ચિપ્સનું પેકેટ, અંદરથી નીકળ્યા બસ એટલા ચિપ્સ કે આંખો પર નહિ થાય વિશ્વાસ

5 રૂપિયાના ચિપ્સના પેકેટમાં નીકળ્યા માત્ર 2 ચિપ્સ, લોકોએ કહ્યુ- આ તો સોના કરતા પણ વધારે મોંઘું છે

5 રૂપિયામાં આવે શું ? ઘણું આવે પણ મુખ્ય વાત એ છે કે કેટલું આવે. બજારમાં પાંચ રૂપિયામાં ચિપ્સના પેકેટથી લઈને ચોકલેટ સુધી ઘણી વસ્તુ ઉપલબ્ધ છે. ભલે તમે બેસીને સમય પસાર કરી રહ્યા હોવ કે કોઈ રોમાંચક મેચ અથવા મૂવી જોઇ રહ્યા હોય પણ એની સાથે જો ચિપ્સ મળી જાય તો એ સાથી બની જાય છે. આ ચિપ્સ બાળકો માટે પણ નાસ્તાનો વિકલ્પ છે.

ચિપ્સના પેકેટમાં ચિપ્સ કરતાં વધુ હવા

પરંતુ બજારમાં મળતા ચિપ્સના પેકેટ ઘણીવાર આપણને છેતરે છે. આવો જ એક વીડિયો હાલ વાયરલ થઈ રહ્યો છે, જેમાં ચિપ્સના પેકેટમાં ચિપ્સ કરતાં વધુ હવા ભરેલી જોવા મળી રહી છે. આ વાયરલ વીડિયોને જોઈને સોશિયલ મીડિયા પર ઘણા યુઝર્સ આવી ચિપ કંપનીઓ પર પોતાની નારાજગી વ્યક્ત કરી રહ્યા છે. desi mojito નામના એકાઉન્ટ દ્વારા શેર કરવામાં આવેલા આ વીડિયોમાં એક વ્યક્તિ 5 રૂપિયાના ચિપ્સના પેકેટ સાથે જોવા મળી રહ્યો છે.

પેકેટ ખોલ્યુ તો નીકળી માત્ર 2 ચિપ્સ

તે પહેલા પેકેટને ફેરવે છે અને પછી તેને ખોલીને બતાવે છે. યુઝરે દાવો કર્યો હતો કે 5 રૂપિયાની કિંમતના ચિપ્સના પેકેટમાંથી માત્ર બે ચિપ્સ જ નીકળી. વીડિયોના કેપ્શનમાં યુઝરે લખ્યું છે કે, બે ચિપ્સ માટે 5 રૂપિયા અને પેકેટ પર ‘25% એક્સ્ટ્રા’ લખેલું છે. વીડિયો શેર થયા બાદથી તેને લાખો વખત જોવામાં આવ્યો છે અને ઘણા લોકોએ કમેન્ટ પણ કરી છે. કોમેન્ટ કરતી વખતે એક યુઝરે લખ્યું, આ માત્ર દિલ્હીના લોકોને તાજી હવા મળે તે માટે છે.

લોકોએ આપી આવી પ્રતિક્રિયા

જ્યારે બીજાએ લખ્યું કે, તેને સ્થાનિક હોટ ચિપ્સ વિક્રેતાઓ પાસેથી ખરીદવું વધુ સારું છે. જ્યારે એક અન્ય યુઝરે કટાક્ષ કરતા લખ્યું કે, જ્યારે તમે પેકેટ ખોલો છો ત્યારે તમારે હવામાં શ્વાસ લેવો પડે છે. આ રીતે તમે વધુ ચિપ્સ સ્મેલ કરી શકો છો. જ્યારે બીજાએ લખ્યું, તેઓએ 25% વધારાની ચિપ્સ નથી કહી! તેઓ તમને 25% વધારાની હવા આપી રહ્યા છે.

Shah Jina