પાકિસ્તાની એક્ટ્રેસ માહિરા ખાનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં તે ભીડથી ઘેરાયેલી જોવા મળી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે તેની સાથે દુર્વ્યવહાર કરવામાં આવ્યો છે. હવે તેનો વીડિયો ઇન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે
જણાવી દઈએ કે માહિરા ખાન આગામી પાકિસ્તાની ફિલ્મ લવ ગુરુના પ્રમોશન માટે લંડન ગઈ હતી. ફિલ્મના મુખ્ય હીરો હુમાયુ સઈદ પણ તેની સાથે જોવા મળ્યો હતો.પરંતુ આ સમય દરમિયાન પાકિસ્તાની અભિનેત્રીને એક વિચિત્ર પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો. હકીકતમાં, ઇલ્ફોર્ડના ભારત-પાકિસ્તાન સુપરમાર્કેટમાં આયોજિત આ કાર્યક્રમમાં માહિરા અને હુમાયુને જોવા મળતાની સાથે જ હોબાળો મચી ગયો હતો. આ દરમિયાન ત્યાં અચાનક નાસભાગ મચી ગઈ હતી. ત્યાં હાજર વિશાળ ભીડે સુરક્ષા વ્યવસ્થા પણ તોડી નાખી હતી.
View this post on Instagram
આ દરમિયાન વીડિયોમાં જોઈ શકાય છે કે માહિરા ખાન ભીડથી બચવાનો પ્રયાસ કરી રહી છે. તેને જોઈને લોકો ફોટા પાડવા માટે ઉત્સાહમાં ભીડમાં આવી રહ્યા હતા. આ દરમિયાન, હુમાયુ માહિરાને પ્રોટેક્ટ કરી રહ્યો હતો અને તેને ત્યાંથી બહાર લઈ જઈ રહ્યો હતો. સાથે જ ગુસ્સામાં પણ જોવા મળી રહ્યો છે. માહિરા પણ ખૂબ જ અસ્વસ્થ દેખાતી હતી. જો કે વીડીયો પરથી જોઈ શકાય છે કે અભિનેત્રી સાથે પણ દુર્વ્યવહાર કરવામાં આવ્યો હતો.
પાકિસ્તાની પોર્ટલ ધ કરંટ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, માહિરા ખાનને નબળા વ્યવસ્થાપન વચ્ચે સ્થળમાં પ્રવેશવામાં મુશ્કેલી પડતાં ઓછામાં ઓછા ત્રણ પુરુષો દ્વારા શારીરિક રીતે હેરાન કરવામાં આવી હતી, જેમાં એક સુરક્ષા ગાર્ડનો પણ સમાવેશ થાય છે. જ્યારે તે ચાહકો તરફ હાથ હલાવવા માટે ટેરેસ પર ગઈ ત્યારે અન્ય બે પુરુષોએ પણ તેણીને અયોગ્ય રીતે સ્પર્શ કર્યો હોવાનો આરોપ છે. હાલ આ વીડીયો સોઢીયાલ મીડિયા પર વાયરલ થી રહ્યો છે. અને યુઝર્સ પણ આ ઘટનાની ટીકા કરી રહ્યા છે.
વધુમાં પહેલગામ આતંકવાદી હુમલા બાદ, બોલિવૂડમાં પાકિસ્તાની સેલિબ્રિટીઝ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. જ્યારે માહિરાએ ઓપરેશન સિંદૂરની નિંદા કરી ત્યારે પણ તેને ખૂબ જ ટ્રોલ કરવામાં આવી હતી. તમને જણાવી દઈએ કે સલમાન ઇકબાલ ફિલ્મ્સ, એઆરવાય ફિલ્મ્સ અને સિક્સ સિગ્મા પ્લસ દ્વારા સહ-નિર્મિત ફિલ્મ લવ ગુરુ, ઈદ-ઉલ-અઝહાના અવસર પર 6 જૂને સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે.